________________
૧૧૮. યોગદ્રષ્ટિ સમુચ્ચય
ભાગ - ૧ (પ.પૂ.મુનીરાજશ્રી જયસુંદર વિ.મ.સા. લિખિત પ્રસ્તાવનામાંથી) સકલ શ્રી જૈન સંઘના સદ્ભાગ્યે, તાર્કિક શિરોમણિ- જૈનશાસનના શણગાર ૫. પૂ. આચાર્ય દેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની ઉત્તમ પ્રસાદી જેવા ‘યોગદ્રષ્ટિ સમુચ્ચય' નામના અદ્ભુત ગ્રન્થ ઉપર ન્યાયવિશારદ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનસૂરીશ્વરજી મહારાજ સાહેબે કરેલા માર્મિક વ્યાખ્યાનો ગ્રન્થારૂઢ થઈને જિજ્ઞાસુ- મુમુક્ષુ અભ્યાસી વર્ગના કરાલંકાર બની રહ્યા છે એ અસીમ આનંદની વાત છે.
શ્રી જૈનશાસન વિશ્વમાં અજોડ છે, અદ્વિતીય છે, અને અદ્ભુત પણ છે. એની એક એક વાતો એક બાજુ વિશ્વના ગૂઢ રહસ્યોનું અનાવરણ કરે છે, બીજી બાજુ અન્તઃચક્ષુને તેજસ્વી બનાવે છે, તો ત્રીજી બાજુ અંધારી અમાસના જેવી કલિકાલની રાત્રિમાં મુક્તિના પ્રવાસીને સચોટ અને સરળ માર્ગદર્શન પૂરું પાડે છે. કારણ, શ્રી જૈનશાસનમાં જે કાંઈ કહેવાયું છે તે વીતરાગ સર્વજ્ઞ ૫રમાત્માની પુણ્યવાણીની સ૨વાણી છે. એમાં કોઈ અધૂરપ નથી, સંદિગ્ધતા નથી, અનિશ્ચિતતા જેવું કશું નથી. શ્રી જૈન શાસ્ત્રો અને જૈન શાસનની નીતિઓનો બારીકાઈ અને ઊંડાણથી અભ્યાસ કર્યા પછી ‘દુનિયામાં જે કાંઈ અભ્યસનીય છે તે બધું જ આ મહાશાસનમાંથી પ્રસ્ફુરિત ઝરણાઓ જેવું છે’આવા નિષ્કર્ષ ઉપર આવ્યા વિના રહેવાતું નથી. એટલે જ શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ત્યાં સુધી કહ્યું છે કે અન્ય દર્શનની વાતોને, પરાર્ધ (એક મોટી સંખ્યા) માં સોની સંખ્યાની જેમ, સમાવિષ્ટ કરી દેખાડતા ન આવડે તો સાચો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. (જુઓ અધ્યાત્મસાર ૨/૩૬). આ દ્રષ્ટિથી જોઈએ તો પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે આ યોગદ્રષ્ટિ સમુચ્ચયમાં જૈનશાસનની સરણીને મુખ્ય ઈમારતરૂપે ચણીને આજુબાજુ અન્ય દર્શનની હકીકતો અને પરિભાષાઓના અંલકારોથી શણગારવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય પ્રસ્તુત કર્યું છે.
(૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org