________________
હઠથી, અભિમાનથી, વિનયથી, શૃંગાર કે કીર્તિ માટે, દુઃખથી, કુતૂહલથી, વિસ્મયથી, વ્યવહારથી, ભાવથી, કુલાચારથી કે વૈરાગ્યથી અસમ (= અજોડ એવા શ્રી) જૈનધર્મને જેઓ ભજે છે તેઓને અમાપ ફળ પ્રાપ્ત થાય છે.’ આ શાસ્ત્રકારે પછી આ શ્લોકના પ્રત્યેક પદની વ્યાખ્યા અને અમાપ ફળ પામેલાનાં દષ્ટાન્તો મૂક્યા છે.
જે લોકો ઉપદેશ તરંગિણીકારના આ નિરૂપણ સામે ‘આજે તો ગમે તે રીતે ધર્મ કરો તો પણ અમાપ ફળ મળે' આવું કહેનારા ઉપદેશકો પાક્યા છે...’ વગેરે વગેરે જેમ ફાવે તેમ અસભ્ય ભાષામાં બોલ્યા કરે છે તેઓ આ શાસ્રકારોની કેવી ઘોર અવજ્ઞા કરી રહ્યા હશે એ તો જ્ઞાની જાણે.
ભરતેશ્વરવૃત્તિ શાસ્ત્રનો પ્રાચીન શ્લોક શું કહે છે ?
(૧૪) શ્રી રત્નમંદિરગણિ પછી થયેલા શ્રી શુભશીલગણિ મહારાજ પણ ભરત બાહુબલી વૃત્તિ ગ્રન્થમાં નિર્ભયપણે એ જ શ્લોક ટાંકી ઉપરોક્ત હકીક્તનું પુનરુચ્ચારણ અને સમર્થન કરે છે. તથા
‘સવાસો ગાથાનું સ્તવન’ શું કહે છે ? :
(૧૫) મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ પણ સવાસો ગાથાના સીમંધર સ્વામીના સ્તવનમાં સાતમી ઢાળમાં શ્રી મહાનિશિથ સૂત્રના ઉલ્લેખ સાથે લજ્જાદિથી કરાતા ધર્મનું સમર્થન કરતા અંગુલિનિર્દેશ -
“તે કારણ લજ્જાદિકથી પણ શીલ ધરે જે પ્રાણીજી; ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ, મહાનિશીથે વાણીજી'
આ શબ્દોમાં જ્યારે કરી રહ્યા હોય ત્યારે એ બધા મહાપુરુષોની સામે બાંધેભારે યદા તદ્દા લખનારા કે બોલનારા અને પોતાના જ વચનને જિનની વાણી કે મહાવીરનું શાસન હોવાનો દાવો રાખનારાઓને ખચકાટ થતો હશે કે નહીં એ પ્રશ્ન છે. કદાચ કોઈ ઊંડે ઊંડે શુભ આશયથી એવું બોલતા-લખતા હોય તો સૌ પ્રથમ તો તેઓએ ‘ધર્મબિંદુ' શાસ્ત્રમાં કહેલી દેશના વિધિનો અભ્યાસ ક૨વાની જરૂર છે.
Jain Education International
(૧૪૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org