Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 216
________________ દેવે જ કરાવેલો. એ નિર્ણય વાસુદેવના જીવો પૂર્વભવે કરે છે એવો પાપનિયાણારૂપ નહોતો. એવું હોત તો સ્વયંપ્રભાના અવતાર પછી એને અધમ ભવોમાં ભટકવાનું થાત! જ્યારે સ્વયંપ્રભાને તો પછી લલિતાંગદેવની સાથોસાથ ઉત્તરોત્તર ચઢતી કળા થઈ છે, તે સ્વયંપ્રભાને અંતે શ્રેયાંસકુમારના ભવે અવસર્પિણીમાં પહેલું સુપાત્રદાન શરૂ કરવાનું બન્યું છે. તે પણ પહેલા તીર્થંકર પ્રભુને જ દીક્ષા પછી પહેલું પારણું કરાવનારું સુપાત્રદાન! અહીં સ્પષ્ટ છે કે અનામિકાએ પોતાના વ્રત-તપ-અનશનરૂપી ધર્મના ફળરૂપે સ્વયંપ્રભાદેવી થવાનું માગ્યું એ મોક્ષ નહિ પણ સંસારની વસ્તુ માંગી છે. તો શું એની એ ધર્મસાધના વિષક્રિયા-પાપક્રિયા થઈ ? ના, એમાં એના ઉદ્દેશ તરીકે લલિતાંગ જેવા એક ઉત્તમ ગુણિયલ આત્માનો કલ્યાણયોગ મળે. એના સંપર્કે ગુણોનો અભ્યાસ મળે, એ ઉદ્દેશ હતો. આ કોઈ પાપ-ઉદ્દેશ નથી. માટે એ મેળવવાનો નિર્ણય ભવવર્ધક પાપનિયાણું ન થયું. વાત એ છે કે ધર્મસાધના (૧) શુધ્ધ મોક્ષના ઉદ્દેશથી જોઈએ, એમ (૨) ચિત્તસમાધિના ઉદ્દેશથી પણ થાય; (૩) જીવનમાં જિનાજ્ઞાપાલનની શક્ય એટલી વધુ કમાઈના ઉદ્દેશથી પણ થાય; (૪)દિલના રાગ-દ્વેષ ઓછા કરવાના ઉદ્દેશથી પણ થાય; (૫) ધર્મને જ જીવન-કર્તવ્ય અને જીવન-સર્વસ્વ બનાવવાના ઉદ્દેશથી ય થાય; (૬) ધર્માત્માઓ-ધર્મીસ્નેહીઓના કલ્યાણયોગસત્તમાગમ ખૂબ મળે માટે પણ થાય, પછી એ સત્સમાગમમાં પ્રભુનો સમાગમ એ પણ સુગુણી સ્નેહીનો છે; તેથી કવિ કહે છે, - ‘સુગુણ સનેહીરે કદીય ન વિસરે.” ‘સેવો ભવિયા વિમલ જિજ્ઞેસર, દુલ્હા સજ્જન-સંગાજી !' ‘આપણાં દિલમાં સાચા સ્નેહી સ્વજન પ્રભુ અને સાધુઓ તથા સાધાર્મિક જ બન્યા રહે’ એ ઉદ્દેશથી ધર્મ થાય.(૭) પાપથી બચવાના ઉદ્દેશથી ધર્મ થાય. ‘જેટલોધર્મમાં રહીશ એટલું પાપથી બચાશે' એમ (૮) ‘લાવ, ધર્મસાધનામાં રહું તો પાપવિકલ્પો-પાપવિચારોથી બચાશે' એમ પાપવિકલ્પોથી બચવાના પવિત્ર ઉદ્દેશથી પણ ધર્મ થાય (૯) નિજ આત્મઘરમાં જઈ રહેવાના ઉદ્દેશથી ય પરઘરમાંથી ખસેડનારો ધર્મ થાય... આવા આવા ઉદ્દેશથી ધર્મ કરે એ એકલા દૂરના મોક્ષના ઉદ્દેશથી નથી, કિંતુ નિકટના શુભ પવિત્ર ઉદ્દેશથી છે, અને ધર્મ કરીને સીધો એ ઉદ્દેશ સિધ્ધ કરવાનું બની શકે છે, ને એથી મોક્ષ નિકટ કરવાનું થાય છે. Jain Education International (૨૦૮) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218