________________
ધર્મ કર્યો તો છે જ; તે એમ સમજીને જ કે “આવી આપત્તિ ટાળવા માટે પણ ધર્મ થઈ શકે; ને એ ધર્મક્રિયા કાંઈ વિષક્રિયા નથી બની જતી ત્યાં જો આપણે વિષક્રિયાનો સિક્કો મારીએ તો એ ધર્મ અને મનોરમાની આશાતના થાય. મનોરમા સમકિતી મહાસતી સ્ત્રી છે. “એણે આ કાયોત્સર્ગ–અનશન કર્યા એ પાપક્રિયા કરી,' એમ ઠરાવવું શું એ એની સરાસર આશાતના નહિ તો અનુમોદના છે?
સુલસા શ્રાવિકાએ, પતિને દીકરો ન હોવાનું ભારે દુઃખઅસમાધિ જોઈ, પહેલાં તો એ દુઃખ કાઢી નાખવા બહુ સમજાવ્યું છતાં દુ:ખ ઊભું જોઈ એણે ધર્મ વધાર્યો. “ભરતેશ્વર-વૃતિ શાસ્ત્રમાં લખ્યું છે. તુલસાએ જયારે જોયું કે પતિનું દુઃખ પતિની અસમાધિ પુત્ર થયા વિના મટે એવી જ નથી, ત્યારે પતિને એણે કહ્યું “મારાભાગ્યમાં પુત્ર લાગતો નથી, તો તમે બીજી પત્ની કરી લો. એને હું મારી સગી નાની બેનની જેમ સાચવી લઈશ.” ત્યારે પતિ નાગરથિકે કહ્યું “મારો સંપ છે કે આ જનમમાં તારા સિવાય કોઈ સ્ત્રીનો સંબંધ જ ન ખપે.”
સુલસા કહે તો પછી પુત્ર ન હોવાનું દુઃખ ભૂલી જાઓ.” ત્યારે પતિ કહે “તમે કહ્યું એ બધું હું સમજું છું કે, પુત્રથી આત્માનું કલ્યાણ નથી, પરંતુ દિલમાંથી આ દુઃખ ખસતું જ નથી” હવે અહીં સુલસા એ વિચારે છે કે “આ દુઃખ શું કે બીજું દુઃખ શું, બધા દુઃખને ટાળનાર ધર્મ છે. ધર્મ માતા છે, પિતા છે, બંધુ છે, રક્ષક છે, નાથ છે, ધર્મ શું નથી? બધું જ છે. માટે મને ધર્મનો જ આશ્રય લેવા દે. ધર્મનું જ બળ વધારું; અને એમ વિચારીને, આમ તો એ ધર્મ સાધનારી ધર્માત્મા હતી જ, પરંતુ હવે પોતાની ધર્મસાધનામાં વિશેષ ઉલ્લાસ, વિશેષ સમયવ્યય, વિશેષ કાયકષ્ટ, વગેરે વધારી દીધા. તે ય એવા સત્વથી વધાર્યો કે સ્વર્ગમાં ઈન્દ્ર દેવોની સભામાં ગુણ ગાયા કે “સુલતાનું ધર્મસત્ત્વ એવું ઊંચું છે કે કોઈ દેવતા પણ એને ધર્મમાંથી ચલિત કરી શકે નહી.”
હવે અહીં એ જોવાનું છે કે, સુલતાએ ધર્મ વધાર્યો એ માત્ર મોક્ષના ઉદ્દેશથી વધાર્યો નથી, પરંતુ પતિને પુત્ર ન હોવાનું થતું દુઃખ ટાળવાના અર્થાત્ કહો કે પુત્ર મેળવી પતિની અસમાધિ અટકાવવાના ઉદ્દેશથી વધાર્યો છે, તો શું એણે “ધર્મક્રિયા કરી એ વિષક્રિયા કરી ? પાપક્રિયા કરી ?'
“હું! મોક્ષનો ઈરાદો નથી? મોક્ષ સિવાય બીજો ઈરાદો અર્થાત્ પુત્રરૂપ સંસારની વસ્તુનો ઈરાદો છે? બસ, તો પછી એ ધર્મક્રિયા નહીં, પણ પાપક્રિયા
(૨૦૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org