Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 215
________________ વિષક્રિયા છે, એમ કહી પાપક્રિયાનો સિક્કો ઠોકવામાં અહીં આ આપત્તિ આવે કે તો પછી શું ઈન્દ્ર સુલસાની પાપક્રિયાના સત્વના ગુણ ગાયા? ઈન્દ્ર એટલે એક મહાન સમ્યગ્દષ્ટિ આત્મા છે, પ્રભુનાં કલ્યાણક ઉજવવામાં અડધા અડધા થઈ જાય છે! ચ્યવન કલ્યાણકની ઉજવણી વખતે શરીરે રોમાંચ અને આંખે આંસુ સાથે શકસ્તવ ભણે છે. જન્માભિષેક ઉજવી ઘૂંટણીએ પડી અશ્રુભીની આંખે પ્રભુને કહે છે “નાથ! આજ તમારી ભક્તિમાં જે આનંદ આવ્યો એવો આનંદ આખા સ્વર્ગના સુખમય જીવનમાં નથી દેખો!”... આવો પ્રભુ ઉપર અને જિનભક્તિ આદિ ધર્મ ઉપર ઊછળતા અથાગ પ્રેમવાળો ઈન્દ્ર સુલસાના શું ધર્મ-સત્ત્વને વખાણે? કે પાપ-સત્ત્વને? સુલસાએ હમણાં જે ધર્મ નિશ્ચલપણે સાધવાનું ચલાવ્યું છે, એ સ્પષ્ટ પુત્ર-પ્રાપ્તિ અને પતિને સમાધિ થવાનાં ઉદ્દેશથી ધર્મ સાધવાનું ચલાવ્યું છે. અહીં કોઈ અત્યારે માત્ર મોક્ષનો ઉદ્દેશ મન પર નથી લીધો. એ ધર્મમાં નિશ્ચલપણાના સત્ત્વની ઈન્દ્ર પ્રશંસા કરે તે શું સમજીને કરે? સુલતાની સાધના ધર્મક્રિયારૂપ સમજીને? કે વિષક્રિયારૂપ-પાપક્રિયારૂપ સમજીને? અવધિજ્ઞાની સમક્તિી ઈન્દ્રઅહીં સુલસામાં શુદ્ધ ધર્મ ક્રિયાની જ સાધના જુએ છે, પાપક્રિયા-વિષક્રિયાની સાધના નહિ. ધર્માત્મા યુવાન માણસ હોય, પ્રભુની ખૂબ ભક્તિ કરતો હોય, એમાં વેદનો ઉદય પીડવા લાગ્યો. પત્ની છે નહી, તેથી પ્રભુ પાસે માગે છે “પ્રભુ ! બ્રહ્મચર્ય પાળવાની તાકાત નથી અને સદાચાર પાળવાનો નિર્ધાર છે, દુરાચારના માર્ગે હરગીજ જવું નથી, વેદના ઉદયથી અસમાધિ ઘણી રહે છે, પણ પત્ની છે નહી, મારે શું કરવું? બીજા દેવી-દેવલાને ભજવા નથી, મારે તો તું જ એક આધાર છે, તારા પ્રભાવથી મારે સદાચાર સુરક્ષિત રહો, તારી ભક્તિના ફળમાં દુરાચાર આવતો અટકે ને સમાધિ રહે એમ ઈચ્છું છું – આમ કરી પ્રભુભક્તિ ખૂબ કરે, તો અહીંઆ એણે માત્ર મોક્ષ નથી માંગ્યો; તો પછી શું એની પ્રભુભક્તિ એ વિષક્રિયા પાપક્રિયા થઈ? અહીં વિવેક આ વાપરવાનો છે. એ ખૂબ પ્રભુભક્તિનો ધર્મ કરે છે તે સંસારસુખના લહાવા લૂંટવા નહી, કિન્તુ દુરાચાર અને અસમાધિ દૂર રાખવા માટે કરે છે. ભૂલવા જેવું નથી, પેલી અનામિકાએ ઋષભ-પ્રભુના જીવ લલિતાંગદેવની ફરીથી સ્વયંપ્રભાદેવી થવાનો નિર્ણય કરલો, અને તે લલિતાંગ (૨૦૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218