Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 192
________________ અર્થ : “અતઃ' અર્થાત્ અવિરોધી ઈષ્ટફળ મળી જવાથી હવે ઈષ્ટની ઈચ્છા સળવળતી નથી રહેતી (ઈચ્છા શાંત થઈ જાય છે.) તેથી ઈચ્છાથી સૌમનસ્યનો વિઘાત થવાનું નથી રહેતું એટલે સુમનસ્કતા મનની સ્વસ્થતા સજીવન થાય છે; એટલે ઉપાદેય (ધર્મ)માં સ્વસ્થચિત્તે પ્રયત્ન થાય છે પણ જો (આ ઉપાદેય ધર્મસિવાય)બીજી વસ્તુમાંથી ચિત્તની ઉત્સુકતા નિવૃત્ત ન થઈ હોય ઉત્સુકતા-ઈચ્છા ઊભી હોય તો આ ઉપાદેયમાં આદર્શ (સ્વસ્થ પ્રયત્ન) નથી બનતો. મહાન આચાર્ય ભગવાને અહીં સ્પષ્ટ લખ્યું છે કે “ઈષ્ટફલસિદ્ધિથી ઈચ્છા વિઘાતાભાવેન” અર્થાત્ “ઈચ્છાદ્વારા વિશાત થવાનું રહેતું નથી, તો આમાં ક્યા ઈષ્ટની ઈચ્છા? અને એના દ્વારા કોનો વિઘાત? તો કે અહીં “ઈષ્ટ' તરીકે મોક્ષ લઈ શકાય જ નહીં, કેમકે મોક્ષની ઈચ્છા દ્વારા સૌમનસ્યનો ચિત્તસ્વસ્થતાનો વિધાત-નાશ નથી થતો એટલે ઈષ્ટ તરીકે આ લોકની વસ્તુ કે બાબત જ લેવાની છે, ને એ ઈષ્ટની ઈચ્છા સળવળતી રહે એટલે સહેજે સુમનસ્કતા મનઃ શાંતિ વ્યાહત (નાશ) થઈ જાય. ભૌતિક ઈષ્ટ પદાર્થની ઈચ્છા ચીજ જ એવી છે કે એ સળવળતી હોય ત્યાં ચિત્તમાં શાંતતા સ્વસ્થતા ન રહે.પરંતુ હવે વીતરાગ જગદ્ગુરૂના પ્રભાવે એ ઈષ્ટફળની સિદ્ધિ થવાથી એની ઈચ્છા શાંત થઈ જાય છે, ને તેથી ચિત્તસ્વસ્થતારૂપી સૌમનસ્યનો ઘાત-વિઘાત થવાનું રહેતું નથી, એટલે સૌમનસ્ય પ્રગટ થાય છે. આમાં “ઇષ્ટ” અને “સૌમનસ્ય' પદોથી મોક્ષ-મોક્ષમાર્ગ-મોક્ષસાધક સામગ્રી કહેવાનો ભાવ જ ક્યાં છે ! છતાં તાણી તોડીને આ ભાવ કાઢવો એ શું મતાગ્રહ નથી? એમાં (૧) ધુરંધર આચાર્ય ભગવાને ઈષ્ટફળથી ફરમાવેલ આ લોકની વસ્તુ માગવાનો ઈનકાર કરવો તેમજ (૨) “સૌમનસ્ય'પદથી ફરમાવેલ ચિત્તની શાંતિ સ્વસ્થતાની હકીકતનો ઈન્કાર કરી એની માગણી હોવાનું બતાવવું. અને (૩) એમાં પરમાર્થ તરીકે મોક્ષસાધક સામગ્રની જ માગણી હોવાનું કહેવું, એ કેટલું શાસ્ત્રસંગત કે બુદ્ધિસંગત છે? તથા (૪) અરિહંતદેવના પ્રભાવે ઈષ્ટફળસિદ્ધિની માગણી દ્વારા જીવનમાં ઠામઠામ અરિહંતદેવને સ્થાન આપવાનો ગણધર ભગવાનનો આશય પણ ક્યાંથી સચવાય? (૧૮૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218