Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 204
________________ સર્વેસર્વા દાસભાવ-નોકરભાવ-આશ્રિતભાવ શું આ પુરુષાર્થ અને જાતના અભિમાનમાં તણાનારાને આવે ? ને એ આવ્યા વિના હૈયામાં સાચી ધર્મપરિણતિ આવે? ને મોક્ષ મળે? ભગવાન પાસે મોક્ષ-મોક્ષ સામગ્રી જ મંગાય, આ લોકનું કશું જ મંગાય નહિ,' – એમ એકાન્ત ઉપદેશ કરવામાં, શ્રોતા ભવી જીવોને જીવનમાં અરિહંતનું સર્વેસર્વા સ્થાન ન પામવા દેવાની અને દિલમાં બધી વાતમાં અરિહંત પ્રત્યે સર્વેસર્વા દાસભાવ-આશ્રિતભાવ ન આવવા દેવાની કેવી ક્રૂરતા થાય? જ્યા ગણધર ભગવંત ખુદ કહે છે,- “હોઉ મમ તુહપ્પભાવ ભયવં!” અર્થાત્ ભગવન્! તારા પ્રભાવથી મારે હો'એ શું સમજયા વિના કહેતા હશે? એ શું ભગવાનનો પ્રભાવ માત્ર આધ્યાત્મિક વસ્તુ મળવામાં જ માનતા હશે? ને લૌકિક વસ્તુ મળવામાં ભગવાનનો પ્રભાવ નહિ માનતા હોય ? જગતના સુખમાત્રને ઈષ્ટમાત્ર અરિહંત ભગવાનના પ્રભાવે મળવાનું ગણધર ભગવાનથી માંડીને અનેકાનેક આચાર્ય ભગવંતો કહી રહ્યા હોય ત્યાં આપણી મતિકલ્પનાથી માનવું કે “ઈહલૌકિક વસ્તુ ભગવાનના પ્રભાવથી નહિ, પણ આપણા પુણ્ય અને પુરુષાર્થથી જ મળે,' એ શાસ્ત્ર કહે છે મૂઢ અસ્ડિ પાવે...અણભિન્ન ભાવઓ...અભિન્ન સિઆ' અર્થાત્ “હે અરિહંત ભગવાન ! હું મુંઢ છું, પાપી છું,... ભાવથી અનભિજ્ઞ-અજ્ઞાન છું... તારા અચિંત્ય પ્રભાવથી અભિજ્ઞસજ્ઞાન થાઉં. માટે “અરિહંતા મે સરણ” મારે અરિહંત દેવોનું જ શરણ હો.” અરિહંતના સર્વતોમુખી અચિંત્ય પ્રભાવના તો ધુરંધર વિદ્વાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજ શ્રી ઉમાસ્વાતિજી વાચકવર્ય, શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ, ઉપમિતિકાર શ્રી સિદ્ધર્ષિગણી મહારાજ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. વગેરેએ ભરપૂર ગુણો ગાયા છે. ત્યાં ઈષ્ટફલસિદ્ધિ એટલે કે ઈહલૌકિક પદાર્થની પ્રાપ્તિ અરિહંતોના પ્રભાવથી ન માનવી, ન માગવી, એ નર્યું મિથ્યાત્વ છે, મિથ્યા અભિનિવેશ છે, અરિહંતાના સર્વેસર્વા શરણભાવને સ્વીકારવાનો નિષેધ છે, ભવી જીવોને એથી વંચિત રાખવાની એમની ભાવકલેઆમ છે, કહે છે (૧૯૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218