Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 211
________________ ચાલવાનું છે, અર્થાત્ તપ કરવાનો તે મનને તપાવીને-કસીને ક્રોધને દબાવવાના ઉદ્દેશથી કરવો જોઈએ. આ ઉદ્દેશ નજીકનો ઉદ્દેશ છે, અને એ એવો ઉદ્દેશ છે કે એ નજીકમાં સિધ્ધ થઈ શકે. મોક્ષનો ઉદ્દેશ તરત સિધ્ધ ન થાય, પરંતુ આ તરત સિધ્ધ થાય. તપ કરતાં જઈએ અને મનમાં એ ખ્યાલ રાખતા રહીએ કે મારે તપ ક્રોધ ઓછો કરવાના ઉદ્દેશથી કરવો છે, તપથી મારે મારો ક્રોધ ઓછો કરવો છે, ને તે મહાતપસ્વી ભગવાન મહાવીર પ્રભુ, અંધકમુનિ વગેરેને નજર સામે રાખ્યા કરવાથી થઈ શકે છે. એમણે ક્રોધને સાવ કચડી ઘાલ્યો, નષ્ટ કરી દીધો, તો હું પણ ક્રોધને કમમાં કમ દબાવી કેમ ન શકું?’ આમ ક્રોધ દબાવવાના ઉદ્દેશથી તપ કરતાં કરતાં ક્રોધ કેમ ન દબ? નજર સામે એ ઉદ્દેશ જોઈએ. આવો નજીકનો “રાગ ઓછો કરવાનો ઉદ્દેશ નહિ, તેથી વીતરાગનાં દર્શન કરતો રહે છે, ને સેવાકારી રૂપાળી પત્નીનું મોં જોઈ જોઈ રાગાંધ પણ બન્યો રહે છે ! ને ખુશી ખુશી થાય છે! આને પ્રભુ-દર્શનમાં શું મોક્ષનો ઉદ્દેશ નથી? છે, પણ મોક્ષ તો હજી મળવાની વાર છે ને? ત્યાં સુધી પત્નીના રૂપાળા મોં પર રાગ અકબંધ રહે એ તો એને સ્વાભાવિક લાગે છે ! “હું વીતરાગના દર્શનનો ધર્મ એટલા માટે કરું છું કે મારા રાગ-દ્વેષ-મદ કાંઈક કાંઈક ઓછા થાય”.- આવો ઉદ્દેશ જ મન પર ન હોય અને માત્ર “મારે દર્શનથી મોક્ષ જોઈએ છે એવું જ ખ્યાલમાં હોય, પછી ત્યાં દર્શન વખતે દ્વેષ ઓછો કરવાનો ઉદ્દેશ જ નહિ, તેથી દર્શન કરતાં બીજો કોઈ દર્શન પૂજા કરનારો આડો આવી ઊભો તો એના પર ત્યાં જ પ્રભુની સમક્ષ જàષ કરતાં કશો સંકોચ શાનો થાય? અથવા પોતાને જ કોઈએ ટકોર કરી કે, “દર્શન કરવા થાંભલાની જેમ ક્યાં સુધી વચ્ચે ઊભા રહેશો ? બીજાને દર્શન માટે જગા નહિ આપવાની ?'ત્યાં “દર્શન હું અહત્વ દબાવવાના ઉદ્દેશથી કરું છું, એ ખ્યાલ નહિ હોય એટલે મહત્વ આવતાં શી વાર ? અહંત્વથી ઝટ કહેવાનું મન થશે તમને કોણે દોઢડાહ્યા કર્યા? તમારા બાપનું દેરાસર છે?” અહત્વનું આ પ્રભુની જ સામે કેવુંક નાટક! સારાંશ, મોક્ષ જેવો બહુ આઘેનો (પરંપરપ્રયોજન) ઉદ્દેશ રાખવા સાથે નિકટના ઉદ્દેશ રાગનિગ્રહ, ષનિગ્રહ...વગેરેના પવિત્ર ઉદ્દેશને મુખ્ય રાખવાની જરૂર છે. ધર્મ કરીને “મારે મોક્ષ જ જોઈએ છે મોક્ષ જ જોઈએ છે' એટલું જ ગોખ્યા ન કરો, પરંતુ આવા નજીકની સિદ્ધિના ઉદ્દેશ રાખો. (૨૦૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218