________________
માગણી લોકોત્તર સૌંદર્યની છે. ‘લૌકિક સૌંદર્ય' એટલે ઈતર દર્શનોમાં પણ મલે એવા આત્મ-સૌંદર્ય. ‘ઈષ્ટફળસિદ્ધિ’ એ છમાં અંતર્ગત છે, હવે જુઓ કે જો ‘ઈષ્ટફળ’ નો અર્થ મોક્ષસામગ્રી હોય, તો શું એ માગીને ઈતરદર્શનમાં કહેલી મોક્ષસામગ્રી માગી? મોક્ષસામગ્રી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, ને એ પમાડનારા પાંચ પરમેષ્ઠી મોક્ષસામગ્રી છે, એ શું મિથ્યાદર્શનમાં હોય ?ના, તો શું ઈતરદર્શનમાં કહેલી મોક્ષસામગ્રી અહીં ઈષ્ટફળથી માગવી છે ? ના, અહીં મોક્ષસામગ્રી માગવી નથી, એનું બીજી એક કારણ આ પણ છે કે,
વાસ્તવમાં અહી ભવનિર્વેદ પછી ‘માર્ગાનુસારિતા' એટલે કે અસદ્ અભિનિવેશ-ત્યાગ અસગ્રહ-ત્યાગ માગ્યા બાદ, જીવનમાં અંતરાયાદિથી ઊભી થયેલ જે મુશ્કેલી ચિત્તને વિહ્વળ કરતી હતી, એના પર મનનો આગ્રહ રહી એ આગ્રહ ધર્મસાધનાને બાધક બનતો હતો, તેને નિવારવા મુશ્કેલીનિવા૨ક ઈચ્છિત વસ્તુની માગણી જરૂરી છે, ને એ ‘ઈષ્ટફળસિદ્ધિ’ પદથી અહીં ત્રીજી માગણી તરીકે રા કરાયેલ છે. એટલે કે મોક્ષસાધક સામગ્રીનો અહીં કોઈ પ્રસંગ જ નથી. તેથી‘ઈષ્ટફળસિદ્ધિ’ પદમાંથી એનો પરમાર્થ કાઢવો એ તદ્દન અસંગત છે.
દુર્ધ્યાન ટાળવું હોય, જે માંગવું હોય તે પરમાત્મા પાસે જ મંગાય, બીજા પાસે શા માટે ?
પાપના પાતાળકુવામાં ઉતરી રહેલી દુનિયાને ધર્મનો જ માર્ગ બતાવો એના વગર મોક્ષ નથી
Jain Education International
(૨૦૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org