Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 200
________________ પૂર્વાચાર્યોએ કરેલી વ્યાખ્યા મુજબ, ‘ઈહલૌકિક પદાર્થ અર્થાત્ આ લોકની વસ્તુ માંગે. જો શાસ્ત્રને અનુસરીને આવુ માંગે, તો એમાં શું એણે ગુનો કર્યો ? આમ શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહેલું આચરે શું એ પાપી ? ગુનેગાર ? અને એ ન આચરવાનું કહે એ શું ધર્મી ? તેમજ મહાન શાસ્ત્રકારોએ ‘ઈષ્ટફળસિદ્ધિ' થી ઈચ્છિત ઈહલૌકિક પદાર્થની સિદ્ધિમાગવાનું કહ્યું, શું એ બતાવનાર પાપી ? અને એ ન માગવાનું બતાવે એ ધર્મી ? અહીં જો એમ કહીએ કે પ્ર- પણ એ તો ‘ઈષ્ટફળ’ના અર્થને બદલે એના પરમાર્થને માગવાનું કહે ત્યાં શો વાંધો ? ઉ- કોઈ સૂત્રના પૂર્વાચાર્યોએ કહેલા અર્થનો ઈન્કાર કરી મનઘડંત ૫રમાર્થ લેવાનું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? વાસ્તવમાં અહીં ‘ઈષ્ટફળ' પદનો કહેવાતો પરમાર્થ એ પરમાર્થ છે જ નહી, ને એ લેવાનો ય નથી. અહીં તો સીધેસીધી વાત છે કે અરિહંતદેવના પ્રભાવે ભવનિર્વેદ-માર્ગનુસારિતા માગીને આગળ ભક્તને લોકવિરુદ્ધત્યાગ, ગુરુજનપૂજા, પરાર્થકરણ વગેરે જે જોઈએ છે, તે વસ્તુઓ દુન્યવી ભીડ-આપત્તિ આદિથી ચિત્તની વિહ્વળતા-વ્યાકુળતા ન હોય તો જ બની શકે,ને લૌકિક-લોકોત્તર ધર્મપ્રવૃત્તિ સ્વસ્થચિત્તે ચાલી શકે. આ વિહ્વળતા-વ્યાકુળતા ટાળવા માટે એ ભીડ-આપત્તિ ટાળવી એને અત્યંત જરૂરી લાગે છે એટલા માટે ગણધર ભગવાને પહેલાં ઈષ્ટફળ અર્થાત્ અભિમત (ઈચ્છિત) ઈહલૌકિક (દુન્વયી) વસ્તુની પ્રાપ્તિ મંગાવી. ટીકાકાર મહર્ષિઓએ ઈષ્ટફળસિદ્ધિનો લાભ લખતાં આ જ સ્પષ્ટ શબ્દોથી કહ્યું છે કે ‘ઈચ્છિત ઈહલૌકિક વસ્તુ મળી જાય એના ઉપગ્રહઅનુગ્રહ(સહાયતા)થી ચિત્તની સ્વસ્થતા થાય છે, વ્યાકુળતા મટે છે, અને ધર્મપ્રવૃત્તિ સ્વસ્થચિત્તે થાય છે’ આમ જ્યાં માગણી જ ઈચ્છિત આ લોકના પદાર્થની જ છે. તો પછી ‘ઈષ્ટફળસિદ્ધિ' પદથી એજ માગવાની વાત હોય. એટલે અહીં માગણી ચિત્તસ્વસ્થતાની નથી એ ચિત્ત-સ્વસ્થતા તો ઈષ્ટફળ સિદ્ધ થતાં સહજ બનવાની વસ્તુ છે, ત્યાં ઈષ્ટફળથી મોક્ષ-મોક્ષસાધક સામગ્રીની જ ઐકાન્તિક માગણીને અવકાશ જ કયાં છે ? છતાં એનો આગ્રહ રાખવો એ ગણધરવચનને (૧૯૨) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218