Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 201
________________ અનુસરનારા પૂર્વાચાર્યોને શું અજ્ઞાની મૂર્ખ ઠરાવવા જેવું નથી? કેમ જાણે એ પૂર્વના મહાન આચાર્ય ભગવંતોને ઈષ્ટફળનો આ મોક્ષ-મોક્ષમાર્ગ-મોક્ષસાધક સામગ્રી- એવો અર્થ આવડ્યો નહી હોય તેથી અજ્ઞાનતાથી “ઈષ્ટફળની ઈચ્છિત ઈહલૌકિક પદાર્થ' એવી વ્યાખ્યા લખી નાખી હશે! આ જોતાં “ઈષ્ટફળ' એટલે “મોક્ષ અને મોક્ષસાધક સામગ્રી જ આવો અર્થ તારવવાના ઐકાન્તિક આગ્રહથી કેટલા બધા પૂજય અને માનનીય ભવભીરુ શાસ્ત્રકાર મહર્ષિઓની આશાતના કરવાનું થાય? પ્ર- ઈષ્ટફળ” એટલે ઈચ્છિત આ લોકની વસ્તુ માગવાની હોય તો તો સંસારી જીવો લાલચુ થઈ જાય ને? ઈ- આવો પ્રશ્ન કરી શું એમ કહેવું છે કે “લાલચુ થઈ જવાની એ પૂર્વાચાર્યોને ગમ ન પડી એટલે એમણે ઈષ્ટ ફળની ઈહલૌકિક પદાર્થ ' એવી વ્યાખ્યા કરી, પણ “મોક્ષ-મોક્ષસામગ્રી એવી વ્યાખ્યા ન કરી?” એમ ઠરાવી એમને અજ્ઞાની બનાવવાની ભયંકર આશાતના નથી? જ્યાં કોઈ એક પણ આચાર્ય ઈષ્ટફળસિદ્ધિ'ની “મોક્ષ-મોક્ષસાધક સામગ્રી' એવી વ્યાખ્યા જ લખતા નથી, ત્યાં “જ' કાર સાથે એ અર્થનો ખોટો આગ્રહ રાખવો એમાં શાસ્ત્રાનુસારિતા છે? કે સ્વમતિ-કલ્પનાનું ઘોર પાપ છે? અસૂત્રતા છે? કે ઉસૂત્રતા? જીવનમાં અરિહંતપ્રભુનું સ્થાન : ઈષ્ટફળસિદ્ધિનો શાસ્ત્રપાઠસિદ્ધ અર્થ (લેખાંક-૬) દિવ્યદર્શન, વર્ષ-૩૩, વિ.સં. ૨૦૪૧, પોષ વદ-૬, અંક નં.૧૮) કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વીતરાગ ભગવાનને સ્તુતિ કરતાં કહે છે, - 'तव प्रेष्योऽस्मि दासोऽस्मि सेवकोऽस्म्यस्मि किंकरः । ओमिति प्रतिपद्यस्व नाथ ! नातः परं ब्रुवे ।।' અર્થાત્ “હે નાથ ! “હું તારો નોકર છું, તારો દાસ (ચાકર) છું, તારો કિંકર છું, એમાં ‘હા’ કહીને મને સ્વીકારી લે, આનાથી વધુ હું કાંઈ કહેતો (૧૯૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218