Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 195
________________ ઉ.- ના, કેમકે એક તો પ્રારંભે ભવનિર્વેદ રોજ માગે છે, અને પછીથી ગુરુવચનસેવા અને ભવે ભવે પ્રભુચરણસેવા યાને પ્રભુશાસનની આરાધના રોજ માગે છે. એમાં વિરાગી ગુરુનાં વચનો તો વૈરાગ્યમૂલક વસ્તુના જ દેશક હોય, તેમજ પ્રભુશાસનની આરાધનામાં પ્રભુકથિત વૈરાગ્યપ્રધાન જ જ્ઞાનદર્શન-ચારિત્રની આરાધના માગી, પછી આમાં વિષયેલાલસાને જાગવા કે રહેવા અવકાશ જ ક્યાં છે? પ્ર.- જો દુન્યવી વિષય લાલસાને અવકાશ જ નથી, તો પછી વીતરાગ પ્રભુ પાસે ઈષ્ટ દુન્યવી વસ્તુ માગે જ શા માટે? ઉ.- એ ઈહલૌકિક એટલે કે આ લોકની દુન્યવી વસ્તુ માગે છે તે જીવન જીવતાં એને જરૂરિયાત ઊભી થઈ છે. એટલે જીવન નભાવવા દિલમાં એની એને ઈચ્છા રહે, ને દિલમાં એ ઈચ્છા સળવળતી હોય ત્યાં ચિત્ત શાંત પ્રશાંત ન રહે, અસ્વસ્થ રહે, વ્યાકુળ રહે, આર્તધ્યાન ચાલ્યા કરે, એ સ્વાભાવિક છે ; તેમજ અસ્વસ્થ ચિત્તના લીધે ધર્મપ્રવૃત્તિ થાય નહિ, અગર થાય તો બરાબર થાય નહિ, ત્યારે જો એ ઈચ્છિત દુન્યવી વસ્તુ મળી જાય સહેજે ચિત્ત સ્વસ્થ બને, આર્તધ્યાન મટે, ને સ્વસ્થપણે ધર્મપ્રવૃત્તિ થાય, એ હકિકત છે. એટલે એ મોક્ષાર્થી અને આગળ પર ભવે ભવે વીતરાગચરણ યાને જિનશાસનની આરાધના માગનારો જીવ અહીં જીવનજરૂરી દુન્યવી વસ્તુની ભગવાન આગળ માગણી કરે એમાં કશું ખોટું નથી, કે એ કશું પાપ નથી કરતો, બલ્ક ડહાપણનું કામ કરે છે; કેમકે એ સમજે છે કે “મારી પુણ્યાઈ દુબળી છે, એટલે કોને ખબર આ ઊભી થયેલી જીવનજરૂરિયાત ક્યારે સિદ્ધ થાય ; ને તે ન થાય ત્યાં સુધી ચિત્તની વિહવળતા-વ્યાકુળતા-અસ્વસ્થતા-આર્તધ્યાન કોણ જાણે કેટલાય લાંબા ચાલ્યા કરે, એના કરતા મારા અરિહંતદેવ અચિંત્ય પ્રભાવી છે. એમના પ્રભાવની શ્રદ્ધા તથા પ્રાર્થનાથી અંતરાય આદિનાં પાપ ઠેલાય છે, ને પુણ્યાઈ ઊભી થાય છે, તો એમની આગળ ઈષ્ટફળ એટલે કે ઈહલૌકિક દુન્યવી વસ્તુની માગણી-પ્રાર્થના કરવી એ અતિ આવશ્યક અને સમયોચિત તથા ડહાપણભર્યુ છે. નકામું અસ્વસ્થતા-વિહવળતા-આર્તધ્યાનમાં લાંબુ સબડયા કરવું એના કરતાં પ્રભુનું આલંબન લઈ એ ટુંકે પતાવવું શું ખોટું?” (૧૮૭) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218