Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 194
________________ નવિ થાય રે.’ અહીં ગમતુ ન બનતું હોય યા અણગમતું થતું હોય તેમાં કારણ પૂર્વભવે અરિહંત પ્રભુની બરાબર ભક્તિ નથી કરી એ છે. માટે હવે અહીં પ્રભુની બરાબર ભક્તિ કરતો રહું. (૫) સર્વ દુઃખથી ત્રાતા અરિહંતદેવ છે, સર્વ સુખના દાતા એ જ અરિહંતદેવ છે, આવા અરિહંતદેવના અનંત પ્રભાવને સમજી એના પર અનન્ય શ્રદ્ધા કરનારા ભક્ત કોઈ પણ દુઃખ-આપત્તિ-ક્લેશ ટાળવા માટે અને જીવનજરૂરી ઈષ્ટ વસ્તુ સાધવા માટે જેની તેની ચાપલુસી આજીજી શાનો કરે ? એ તો ધા નાખે તો ૫૨મ સમર્થ અરિહંતદેવની આગળ, અને પ્રાર્થના કરે તો એ પ્રભુની આગળ જ કરે. અર્થાત્ ઈષ્ટ મળ્યામાં ઉપકાર માનતો રહે અરિહંતદેવનો; અને ઈષ્ટ મળવામાં વીનવે એ જ અરિહંત ભગવાનને. પ્ર.-એમ પ્રાર્થનાથી ઈષ્ટસિદ્ધિ થાય ? ઉ.- શ્રી લલિત વિસ્તરામાં લખ્યુ છે કે ‘પ્રાર્થનાતઃએવ ઈષ્ટસિદ્ધિ:’ પ્રાર્થનાથી જ ઈષ્ટસિદ્ધિ થાય; માટે જ ગણધર ભગવંતે અહીં ભવનિર્વેદ માર્ગાનુસારિતા ઈષ્ટફલસિદ્ધિ વગેરે માટે વીતરાગ જગતગુરૂ આગળ પ્રાર્થના કરવાનું મૂક્યું છે. પ્ર.- પણ તેથી કાંઈ ભગવાન આગળ ઈષ્ટ દુન્યવી વસ્તુની માંગણી કરાય ? એમ કરવાની છુટ હોય તો તો જીવ વિષયોનો લાલચુ જ થઈ જાય ને? ઉ.- ના, એનું કારણ, આ બરાબર સમજી રાખો કે આ ‘ઈષ્ટફલસિદ્ધિ’ માગનારો કોણ છે ? તો કે જેણે પ્રારંભમાં ભવનિર્વેદ ભવવૈરાગ્ય માગ્યો છે. એટલે હવે જે ભવ એટલે કે ઈન્દ્રિયોના વિષયો પર વૈરાગ્ય-અભાવ-ભડકવાળો છે. એ શું જીવનજરૂરી દુન્યવી વસ્તુ માંગવામાં વિષયોનો લાલચુ થતો હશે ? બાપની પાસે જીવનજરૂરી પૈસા માગનારો સુપુત્ર શું બાપની આખી મૂડીનો લાલચુ થઈ જાય છે ? પ્ર.- ભલે અત્યારે વિષયલાલચુ ન હોય પણ એમ દુન્યવી વસ્તુ માગ માગ કરતાં આગળ પર એનો લાલચુ થવાનો સંભવ તો ખરો ને ? Jain Education International (૧૮૬) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218