Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 166
________________ “પ્રહ ઊઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખિણ સીઝે નવનિધિ વિલસે તાસ ઘરે.... અર્થ :- શા માટે પારકે ઘેર જઈ વસો છો ? શા માટે દેશ-દેશાંતર ભમો છો ? શા માટે બીજી મહેનત કરો છો ? સવારે ઊઠીને ગૌતમસ્વામી ભગવાનનું નામસ્મરણ કરો, તમારા સઘળા કાર્ય તત્ક્ષણ સિદ્ધ થશે, અને (પ્રભાતે જે ગૌતમસ્વામીને યાદ કરે) તેમને ઘેર નવનિધિ છલકાશે. શ્રાવકોને કમાવા આદિ માટે દેશ-દેશાન્તર ભમવાને બદલે શ્રી ગૌતમસ્વામી ભગવાનનું નામસ્મરણ કરવાની સલાહ આપનાર રાસકારે શું લોકોને દુઃખી કરવા ને ભવમાં ભટકતા કરવા આવી સલાહ આપી હશે ? એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે પાપાનુબંધી પુણ્યબંધ નુકસાનકારક હોવાનું તો વજસ્વામી ભગવંત વગેરે ઘણાં શાસ્ત્રકાર ઉપદેશકોએ ફરમાવ્યું છે, પણ પાપાનુબંધી પુણ્ય કઈ રીતે જીવો બાંધે એ વિષયની સ્પષ્ટતા ખૂબ જ ઓછા શાસ્ત્રકારોએ કરેલી ઉપલબ્ધ થાય છે, અને એ કોઈ પણ શાસ્ત્રકાર આ લોકના કોઈ ફળની ઈચ્છાવાળા જીવના ધર્માનુષ્ઠાનને પાપાનુબંધી કહેતા નથી; પણ નિયાણું કરનાર અને અજ્ઞાનકષ્ટ કરનાર બ્રહ્મદત્ત કોણિકાદિ જીવોના જ ઉદાહરણો આપે છે. આ સ્થિતિમાં સંસારમાં બધે દેવાધિદેવ અને ધર્મને મુખ્ય કરી ચાલવાના હિસાબે સાંસારિક ફળની ઈચ્છાએ જીવથી કરાતા ધર્માનુષ્ઠાનને ઝાઝો વિચાર કર્યા વિના કે બીજા સુવિહિત ગીતાર્થ બહુશ્રુતો સાથે ચર્ચા-વિચારણા કર્યા વિના આંખ મીંચીને પાપાનુબંધી પુણ્યબંધનું લેબલ લગાડી દેનારા મોટું દુઃસાહસ ખેડી રહ્યા છે. Jain Education International (૧૫૮) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218