________________
“પ્રહ ઊઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખિણ સીઝે નવનિધિ વિલસે તાસ ઘરે....
અર્થ :- શા માટે પારકે ઘેર જઈ વસો છો ? શા માટે દેશ-દેશાંતર ભમો છો ? શા માટે બીજી મહેનત કરો છો ? સવારે ઊઠીને ગૌતમસ્વામી ભગવાનનું નામસ્મરણ કરો, તમારા સઘળા કાર્ય તત્ક્ષણ સિદ્ધ થશે, અને (પ્રભાતે જે ગૌતમસ્વામીને યાદ કરે) તેમને ઘેર નવનિધિ છલકાશે.
શ્રાવકોને કમાવા આદિ માટે દેશ-દેશાન્તર ભમવાને બદલે શ્રી ગૌતમસ્વામી ભગવાનનું નામસ્મરણ કરવાની સલાહ આપનાર રાસકારે શું લોકોને દુઃખી કરવા ને ભવમાં ભટકતા કરવા આવી સલાહ આપી હશે ?
એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે પાપાનુબંધી પુણ્યબંધ નુકસાનકારક હોવાનું તો વજસ્વામી ભગવંત વગેરે ઘણાં શાસ્ત્રકાર ઉપદેશકોએ ફરમાવ્યું છે, પણ પાપાનુબંધી પુણ્ય કઈ રીતે જીવો બાંધે એ વિષયની સ્પષ્ટતા ખૂબ જ ઓછા શાસ્ત્રકારોએ કરેલી ઉપલબ્ધ થાય છે, અને એ કોઈ પણ શાસ્ત્રકાર આ લોકના કોઈ ફળની ઈચ્છાવાળા જીવના ધર્માનુષ્ઠાનને પાપાનુબંધી કહેતા નથી; પણ નિયાણું કરનાર અને અજ્ઞાનકષ્ટ કરનાર બ્રહ્મદત્ત કોણિકાદિ જીવોના જ ઉદાહરણો આપે છે. આ સ્થિતિમાં સંસારમાં બધે દેવાધિદેવ અને ધર્મને મુખ્ય કરી ચાલવાના હિસાબે સાંસારિક ફળની ઈચ્છાએ જીવથી કરાતા ધર્માનુષ્ઠાનને ઝાઝો વિચાર કર્યા વિના કે બીજા સુવિહિત ગીતાર્થ બહુશ્રુતો સાથે ચર્ચા-વિચારણા કર્યા વિના આંખ મીંચીને પાપાનુબંધી પુણ્યબંધનું લેબલ લગાડી દેનારા મોટું દુઃસાહસ ખેડી રહ્યા છે.
Jain Education International
(૧૫૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org