________________
બોલીને પહેલી પૂજાનો લાભ લઉં' – આવી ઊંડે ઊંડે કિર્તિની કામનાથી પ્રભુપૂજા કે ગુરુપૂજનાદિની બોલીઓ બોલનારા અને એમ દેવદ્રવ્ય આદિની વૃદ્ધિ કરનારા શું પાપાનુબંધી પુણ્ય બાંધશે?
(૨૯) મેતાર્ય મુનિને ઉપસર્ગ કરનાર સોનીએ પાછળથી આખી જિંદગી જો હું સાધુપણું નહીં લઉં, તો શ્રેણિક રાજા મને જીવવા જ નહીં દે', - એવા ભયથી સાધુપણું લઈને પાળ્યું, તો ત્યાં શું પહેલાં મોક્ષનો આશય નહિ હોવાથી એણે આખી જીંદગી પાપાનુબંધી પુણ્ય બાંધ્યું હશે?
(૩૦) શ્રીપાલ જ્યારે ધવલશેઠના વહાણો ચલાવવાના સાંસારિક આશયથી નવપદનું સ્મરણ કરે છે, ત્યારે શું તેમણે પાપાનુબંધી પુણ્ય બાંધ્યું હશે? શ્રીપાળ જ્યારે પરદેશ જાય છે ત્યારે વિરહવેદના ટાળવા માટે મયણાસુંદરી કહે છે કે હું સદા નવપદનું ધ્યાન કરતી રહીશ? તો શું એને પાપાનુબંધી પુણ્યનો બંધ થયો હશે?
(૩૧) પટ્ટઅશ્વ માટે તેમનાથભગવાનને પ્રથમ ભાવવંદના કરનારા શામ્બે પાપાનુબંધી પુણ્ય બાંધ્યું હશે?
(૩૨) સાંસારિક ફળના આશયથી વિવિધ પ્રકારના શાસ્ત્રોક્ત તપ કરનારાઓ ચાહે મુગ્ધ હતા કે ન પણ હતા, શું તેઓ બધા તરી ગયાના જે શાસ્ત્રોક્ત દૃષ્ટાન્તો છે, તે પાપાનુબંધી પુણ્ય બાંધીને તરી ગયા?
(૩૩) તથા, મરકીના ઉપદ્રવને ટાળવા માટે મથુરા નગરીમાં ઘેર ઘેર શ્રી જિનમૂર્તિ બેસાડવાનો ઉપદેશ દેનારા મહા મુનિઓએ તે જીવોને ભવાંતરમાં રીબાઈ રીબાઈને મારવા માટે એવો ઉપદેશ આપ્યો હશે? ગૌતમસ્વામી રાસ શાસ્ત્ર શું કહે છે? :
(૩૪) તથા શ્રી ગૌતમસ્વામીના રાસમાં શ્રી વિનયપ્રભ ઉપાધ્યાયજી કહે
પરઘર વસતાં કાંઈ કરીને, દેશ-દેશાન્તર કાંઇ ભમીજે, કવણ કાજ આયાસ કરો...
(૧૫૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org