________________
મિથ્યાધર્મની આરાધના કરીને પાપાનુબંધી પુણ્ય બાંધનાર વિશ્વભૂતિ બ્રાહ્મણનું ઉદાહરણ આપ્યું છે, નહીં કે આકાંક્ષાગર્ભિત જૈનધર્મની આરાધના કરનારનું. માટે જ સવાલ થાય ને કે -
ભગવાનના ભાખેલા ધર્મ કે ધર્માનુષ્ઠાનોને ક્યાંય પણ અજ્ઞાનકષ્ટ રૂપે શાસ્ત્રકાર ભગવંતોએ વખાડ્યા છે ખરા?
(૨૭) જેને સમજવું હોય એ તો સમજી શકે તેમ છે કે સંસારમાં આપત્તિ વગેરે આવી હોય, અથવા કોઈક સુખ પોતે ઈચ્છવા છતાં ને પ્રયત્ન કરવા છતાં ન મળતું હોય ત્યારે જીવને અનીતિ – દુરાચારના માર્ગે જવાનું દિલ ન થતાં ભગવાનના ભાખેલા જિનપૂજા વગેરે ધર્માનુષ્ઠાન કરવાનું દિલ જાગે, તો પુણ્યાનુબંધી પાપનો ઉદય ખરો કે નહીં? “પુણ્યાનુબંધી પાપ ના ઉદયે જીવને આપત્તિમાં કે રોગમાં ધર્મ કરવાનું મન થાય ત્યારે એને પાપાનુબંધી પુણ્યનું લેબલ લગાવતા પહેલાં લાખ વાર વિચાર કરવો જોઈએ. પાપાનુબંધી પુણ્યના ખોટા લેબલ -
ખૂબ સમજવાની જરૂર છે કે મોક્ષના આશય વિના પણ જે લોકોને સંસારમાં રહેવાથી આવેલી આપત્તિ વગેરેને ટાળવાના આશયથી કે મોક્ષના દ્વેષ વિના સંસારના રાજયાદિ સુખ મેળવવાના આશયથી નમિ-વિનમિની જેમ, ભગવાનની પૂજા વગેરે ધર્મકૃત્ય જ કરવાનું દિલ જાગે છે તેઓને પાપાનુબંધી પુણ્ય બાંધનારા કયા શાસ્ત્રના આધારે કહી શકાય? પુણ્યાનુબંધી પાપના ઉદયવાળા કેમ ના કહેવાય? અથવા તો એ વિચારો કે
(૨૮) સીધે સીધા દેવદ્રવ્યમાં ભેટ તરીકે હજારો રૂપિયા જમા કરાવવાને બદલે, કોઈક “આ બધાની વચમાં હું જ પહેલી માળની મોટી ઉછરામણીની બોલી બોલું તો નામ રહી જાય” એમ કરી બોલી બોલીને પહેલી માળા પહેરે, એમાં ઊંડે ઊંડે કાંઈક કીર્તિની કામનાથી પહેલી માળની બોલી બોલીને દેવદ્રવ્યવૃદ્ધિનો ધર્મ આરાધે, તો આ શું પાપાનુબંધી પુણ્ય બાંધશે? “ભગવાનની કે ગુરુની પૂજા તો પહેલી કરો કે છેલ્લી કરો, ભાવથી કરનારાને લાભ જ છે,” એવું જાણ્યા પછી પણ “આ બધાની વચમાં હું જ મોટી બોલી
(૧૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org