________________
જાય. એ રીતે અસ પાપાનુબંધી દયાદિજન્ય ધર્મ કરીને રમણીય મનુષ્યભવમાંથી અરમણીય હલકા ભવમાં જાય છે. જે ખરેખર શુભ મનુષ્ય ભવવાળા જીવને માટે પૂર્વભવમાં ઉપાર્જિત શુભ કર્મ, મનુષ્યત્વાદિ શુભ ભાવના અનુભવનો હેતુ બને પણ પછી નરકાદિ ભવોની પરમ્પરાનું સર્જન થાય. તે પાપાનુબંધી પુણ્ય કહેવાય. તે નિદાન અને અજ્ઞાન કષ્ટથી દૂષિત ધર્માનુષ્ઠાનથી બંધાય, દા.ત. બ્રહ્મદત્ત વગેરેને.
બરાબર ધ્યાનપૂર્વક વિચારો કે અહીં ક્યાંય સંસારની કામના હોવા માત્રથી થતા જિનેશ્વર ભગવાને કહેલા ધર્માનુષ્ઠાનોને પાપાનુબંધી પુણ્ય બંધાવનારા તરીકે કહ્યા છે? કે નિદાનપૂર્વકના અને અજ્ઞાન કષ્ટ (અજ્ઞાન ગર્ભિત દયા વગેરે) થી થતા ધર્માનુષ્ઠાનને બ્રહ્મદત્તાદિના ઉદાહરણથી પાપાનુબંધી પુણ્યવાળા કહ્યા છે? કેવળ વિષયસુખ-લંપટતાથી નિદાન કરનારને તો પાપાનુબંધી પુણ્યવાળા કહેવામાં કોઈને ક્યાં વિવાદ જ છે? પૂછો -
પ્ર-પણ અહીં “અજ્ઞાન” શબ્દથી “અજ્ઞાન કષ્ટ કયા આધારે કહો છો? ઉ0 - “શ્રાદ્ધવિધિ ગ્રન્થમાં આ વ્યાખ્યા મળે છે. શ્રાદ્ધવિધિ” શાસ્ત્રમાં પાપાનુબંધી પુણ્યની વ્યાખ્યા :(૨૬) શ્રી શ્રાદ્ધવિધિ ગ્રન્થમાં શ્રી ધર્મઘોષસૂરિ મહારાજના નામથી કહ્યું છે
'निरोगाइ गुण जुआ, महिड्डिआ कोणिउब्ब पावरया ।
पावाणुबंधि पुण्णा हवंति अन्नाणकटेण ॥' અર્થ -પૂર્વના તાપસભવમાં અજ્ઞાન કષ્ટ કરવા વડે જીવો, કોણિક રાજાની પેઠે, મોટી ઋદ્ધિ તથા નિરોગી કાયા આદિ ગુણવાળા થાય, છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ અને પાપકર્મમાં આસક્ત થાય, તેઓને પાપાનુબંધી પુણ્ય જાણવું. “ધન્યચરિત્ર' શાસ્ત્રવાણી:
તદુપરાંત – પૂ. જ્ઞાનસાગરસૂરિજીકૃત ધન્યચરિત્ર'માં પણ પ્રારંભમાં પાપાનુબંધી પુણ્યના ઉદાહરણમાં પૂર્વભવમાં અજ્ઞાનકષ્ટગર્ભિત લૌકિક
(૧૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org