________________
અર્થ -પુરુષોમાં કમળ જેવા (તીર્થકરો)એ જે ક્ષમાપ્રધાન ધર્મ પ્રરૂપ્યો છે તેનું તો અક્ષત ફળ મોક્ષ છે એટલે એ ધર્મ મોક્ષરૂપ જ છે.
આ રીતે ભગવાનના ભાખેલા ધર્મને તો તેઓ સાક્ષાત્ જાણે કે મોક્ષરૂપ ના હોય-એવો દેખાડી રહ્યા છે. જ્યારે “જે ધર્મ કે ધર્માનુષ્ઠાનો ભગવાનના ભાખેલા નથી એવા જૈનેતર મિથ્યાષ્ટિઓના ધર્મો અજ્ઞાનીઓના કહેલા, તેમજ હિંસા વગેરે પાપોથી ખરડાયેલા અને સર્વજ્ઞઆજ્ઞાથી મુક્ત હોય છે. એટલે એવો ધર્મ પરિણામે સુંદર નથી એમ કહે એમાં શું વાંધો છે? જયારે ભગવાને કહેલ ધર્માનુષ્ઠાનો તો પૂર્વે કહી ગયા તેમ પ્રશસ્ત વિષયના અભ્યાસાદિરૂપ હોવાથી કદાચ તત્કાળ મોક્ષનો આશય ન હોય તો પણ ચરમાવર્તિમાં આવેલા મુક્તિના અષવાળા જીવોનું પરંપરાએ પણ હિત કરનારા છે.
કેટલાક પ્રશ્ન કરે છે -
પ્ર0 - ભગવાનના ભાખેલા ધર્માનુષ્ઠાનો પણ સાંસારિક કામનાઓથી કરે તો એ પાપાનુબંધી પુણ્ય ના બંધાવે?
ઉ0 - પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય, અને કોણ બાંધે, એ જાણો છો? કે એમને એમ જ આકાંક્ષાપૂર્વક કરાતા ભગવાનના ભાખેલા ધર્માનુષ્ઠાનોને -ધર્મને પાપાનુબંધી પુણ્યબંધ કરાવનારા કહીને વગોવ્યા કરો છો ? જુઓ, પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી અષ્ટક પ્રકરણ ગ્રન્થમાં અને પૂ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ તેની ટીકામાં પાપાનુબંધી પુણ્ય કોને કહેવાય એની વ્યાખ્યા કરીને પછી એના ઉદાહરણો પણ દેખાડે છે.
અષ્ટક શાસ્ત્ર પાપાનુબંધી પુણ્ય કોને કહે છે? :૨૪ મા અષ્ટકમાં બીજો શ્લોક -
गेहाद् गेहान्तरं कश्चिच्छोभनादितरन्नरः ।
याति यदद् असद्धर्मात्तद्धदेव भवाद् भवम् ॥ અર્થ:- જેવી રીતે રમણીય એવા ઘરમાંથી કોઈક મનુષ્ય અરમણીય ઘરે
(૧૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org