________________
ઉ૦ અરે ! પુણ્યવાનો ! એ જે કહ્યું છે એ તો કેવલિભાષિત જૈનધર્મને ઉદેશીને નહીં, પણ અજ્ઞાનકષ્ટાદિ દ્વારા કરાતા કમઠાદિ જેવા તાપસાદિ ધર્મોને ઉદેશીને કહ્યું છે; જૈન (ચિનોક્ત) ધર્મને ઉદ્દેશીને હરગીજ નહીં.
આ તો તમે જગલાને બદલે ભગલાને કૂટી મારવાનો ધંધો કરી રહ્યા હો એમ લાગે છે.
અમે તો નક્કર શાસ્ત્રપાઠોના આધાર પર ખાત્રીપૂર્વક કહીએ છીએ કે ભગવાને ભાખેલા ધર્મને ભૂંડો કહેવાનું દુઃસાહસ આજ સુધી કોઈ સુવિહિત આચાર્ય ભગવંતે કર્યું નથી. કોઈને આંખ ન હોય તો તેને સજ્જનો પ્રજ્ઞાચક્ષુ કહે છે, પણ આંધળો નથી કહેતા. એમ મલિન આશયથી પરિણામે સુંદરનનીવડનારા ધર્મને પણ (જિનોક્ત હોવાથી)શાસ્ત્રકારો ભૂંડો’ કહેતા નથી...
પ્ર0-આવું તમે શાના આધારે કહો છો? ઉ૦-જુઓ કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રી યોગશાસ્ત્રમાં (૨/૧૩) સ્પષ્ટ કહ્યું
યોગશાસ્ત્રનો પાઠ -
मिथ्यादृष्टिभिराम्नातो हिंसाद्यैः कलुषीकृतः ।
स धर्म इति वित्तोऽपि भवभ्रमणकारणम् ॥ અર્થ :- મિથ્યાષ્ટિઓએ માનેલો હિંસા વગેરેથી મલિન કરેલો તે, ધર્મરૂપે કહેવાતો હોવા છતાં, સંસારપર્યટનનું કારણ છે.
જરા વિચાર તો કરો કે જ્યારે બીજા અનેક શાસ્ત્રકારો તથા ગૌતમસ્વામી ભગવંત વગેરે અરિહંતે ભાખેલા ધર્મને નિત્ય રમ્ય કહેતા હોય ત્યારે શું વજસ્વામી મહારાજધર્મને ભૂંડો કહે ખરા??? ખુદ વજસ્વામી મહારાજ પણ આવી સ્પષ્ટતા કરવા માટે જ શ્લો૦ ૨૬પમાં સ્પષ્ટતા કરતાં જણાવે છે કે – વજસ્વામીની ધર્મવ્યાખ્યા -
'जो पुण खमा-पहाणो परूविओ पुरिसपुंडरीएहिं । सो धम्मो मोक्खो च्चिय जमक्खओ तप्फलं मोक्खो ॥'
(૧૫૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org