________________
કોઈ અર્થ નથી. “મોક્ષનો આશય ન ભળે તો ધર્મ અધર્મ કરતાં પણ વધારે નુકશાન કરે. મોક્ષની ઇચ્છા વગરનો ધર્મ પણ ભૂંડો”... આવા બધા ભારપૂર્વકના કરેલા મનઘડંત આવેશપૂર્ણ વિધાનો પણ ઐકાન્તિક નિશ્ચયનયના દુરાગ્રહનું જ પરિણામ જણાય છે.
પ્ર0 - પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મહારાજ - વિરચિત ‘ઉપદેશપદ શાસ્ત્રમાં વ્યાખ્યાનકાર શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ, વજસ્વામી મહારાજના ચરિત્રમાં શું કહે છે?
ઉ૦- વ્યાખ્યાનકાર મુનિચંદ્રસૂરિજી મહારાજ શું કહે છે -
(૨૫) એઓશ્રી વજસ્વામી મહારાજના ચરિત્રમાં ધર્મ નિત્ય (હરહંમેશ) સુંદર હોવાનું જણાવે છે. જુઓ શ્રી મહાવીરસ્વામી ભગવાન એ કથાના ૨૨ મા શ્લોકમાં જણાવે છે કે “ધર્મ કરવાનો અનુપમ અવસર મળ્યો છે, તેને વ્યર્થ ગુમાવવો જોઈએ નહીં.”
તથા શ્રી ગૌતમસ્વામી મહારાજ વજસ્વામીના જીવ તિર્યજ઼ભકદેવને શ્લો) ૭૭માં કહે છે કે ધર્મ હંમેશાં રમ્ય છે. સુખોની જન્મભૂમિ છે. શ્રદ્ધાથી શુદ્ધ એવા ધર્મને પંડિતલોકોએ પીછાણ્યો છે.
પ્ર૦ - વજસ્વામી મહારાજ પોતે શું જણાવે છે?
ઉ0 - વજસ્વામી મહારાજ, પોતાને એની દિકરી રુક્મણીને પરણાવવા આવેલા શ્રેષ્ઠિને વિષયો ભૂંડા જણાવ્યા પછી શ્લો) ૩૦૨ માં કહે છે કે તમારી દિકરીને જો મારો ખપ હોય તો દીક્ષા લે.' જોઈ લો... “મોક્ષનો ખપ હોય તો આમ કહેવાને બદલે “મારો ખપ હોય તો દીક્ષાધર્મ આદરવાનું જણાવ્યું તે શું વજસ્વામી મહારાજે એને અધર્મ કરાવવા કહ્યું હશે? રીબાઈ રીબાઈને મારવા કહ્યું હશે? વજસ્વામીજી મ. શું કહે છે? :
પ્ર૦ એમણે ૨૬મી ગાથામાં “ધર્મ પરિણામે સુંદર નથી, પિાકફલ જેવો વિરસ છે એમ નથી કહ્યું?
(૧૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org