________________
એટલે જે લોકો સભાને વિભ્રમમાં નાખવા માટે વારે ઘડીએ બોલ્યા કરે છે કે - “જે સમકતી હોય તે ધર્મ પાસે મોક્ષ સિવાય બીજું કશું માંગે ખરો? સંસારનું સુખ તો પાપ છે, એ પાપ વધારવા માટે ધર્મ કરે ખરો?”... ઇત્યાદિ લાંબાચોડા પ્રશ્નો કર્યા કરે છે તે લોકો શ્રોતાઓને ઢસઢી ઢસડીને નિશ્ચય તરફ લઈ જવાનો દુરાગ્રહ સેવી રહ્યા છે, અને અશાસ્ત્રીય પ્રેરણા કરી રહ્યા છે. કારણ કે એનાથી કદાચ એકાદ-બે શ્રોતા નિશ્ચય પ્રત્યે ખેંચાઈ આવે ખરા, પણ બાકીનાં કે જેઓને હજુ વ્યવહારનયના સમ્યકત્વના પણ ઠેકાણાં નથી, એ બધાને બુદ્ધિભેદ થવાનો ઘણો સંભવ રહે છે. એવા ઉપદેશકોએ તો સમજી રાખવું જોઈએ કે --
સ્યાદ્વાદ-કલ્પલતા શાસ્ત્ર શું કહે છે?:(૨૪) “શાસ્ત્રવાર્તા-સમુચ્ચય'-શાસ્ત્રની “સ્યાદ્વાદ-કલ્પલતા' - ટીકામાં ઉપાધ્યાયજી મહારાજ ન્યાયદર્શનની “બલવઅનિષ્ટ-સાધનતાનું જ્ઞાન પ્રવૃત્તિમાં પ્રતિબંધક છે' એ એકાન્ત માન્યતાનું ખંડન કરતાં લખે છે કે “કોઈક સમકિતી જીવ “વ્યભિચાર એ નરકાદિ બલવત્ અનિષ્ટનું કારણ છે એમ જાણવા છતાં એમાં પ્રવૃત્તિ કરે છે ત્યાં માનવું જોઈએ કે પ્રતિબંધકની હાજરીમાં પણ ઉત્કટ વિષયરાગ ઉત્તેજક છે, ને એ દુરાચાર પ્રવૃત્તિ કરાવે છે. આમ
સમ્યત્વની હાજરીમાં પણ ઉત્કટરાગ ઉત્તેજક હોવાથી વિષયસુખની આકાંક્ષાઓ જનમવાનો સંભવ ટળી ગયો નથી. એટલે તો લોકોનો વિષયરાગ કેમ ઘટે, એ તરફ એમનું લક્ષ દોરવું જોઈએ કે - “વિષયો ભૂંડા છે, ઝેર જેવા છે, એની ઇચ્છા રાખવા જેવી નથી. ગમે એટલા ભોગવીએ તોય તૃપ્તિ થવાની નથી, ધર્મ કરીને મેળવેલા વિષયો પણ શાશ્વત રહેવાના નથી. ક્ષણિક વિષયસુખોમાં લોભાવાને બદલે શાશ્વતસુખ મેળવવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ” આવું બધું કહેવાય તો વિષયરાગ ઘટતા નિશ્ચય તરફ પ્રગતિ થાય. પણ એવું કહેવાને બદલે “વિષયસુખ માટે ધર્મ કરનારા તમે રીબાઈ રીબાઈને દુઃખી દુઃખી થઈ જશો... વિષયરાગથી કરેલો ધર્મ ભવના ફેરા વધારનારો છે'... ઇત્યાદિ શાસ્ત્રવિરુદ્ધ ગોખાવ્યે રાખીને ધર્મ પ્રત્યે દુર્ભાવ પેદા કરવાનો
(૧૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org