________________
૧૯૯૦ નું મુનિસંમેલન શું કહે છે -
જે લોકો વ્યવહારનયની તદ્દન ઉપેક્ષા કરી રહ્યા છે, એવાઓ માટે શ્રી ‘ઉપદેશપદ’ શ્લો. ૩૨૬ માં ખાસ જણાવ્યું છે કે “વ્યવહારનય પણ તત્ત્વપ્રાપ્તિનું મહાન અંગ છે; કારણ કે વ્યવહારનયને અનુસરીને પ્રવર્તવા દ્વારા જ નિશ્ચયનયસાધ્ય ફળનો યોગ થાય છે. સ્વ. પરમ ગુરુદેવ સુવિહિત ગીતાર્થ પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે પણ ગામે ગામ પ્રસારેલ પટ્ટકની એક કલમમાં કહ્યું છે કે દેશના નિશ્ચયલક્ષી વ્યવહારનયને પ્રધાન કરીને આપવી. વિ.સં. ૧૯૯૦ના મુનિસંમેલનનાં ઠરાવોમાં પણ આ એક ઠરાવ છે કે ‘દેશના વ્યવહારપ્રધાન આપવી.’
શ્રી યોગશાસ્ત્રનું કથન :
(૨૨) ઉ૫દેશમાં વ્યવહા૨-સમર્થનનું કેટલું બધું મહત્ત્વ છે એ આપણને સમ્યકત્વનાં પાંચ લક્ષણ અંગેની શાસ્ત્રવિચારણા પરથી સમજાય છે. શ્રી યોગશાસ્ત્ર-બીજોપ્રકાશ – શ્લો. ૧૫ની ટીકામાં શ્રી કલિકાલસર્વજ્ઞ ભગવંત ચોખ્ખું દીવા જેવું જણાવે છે કે “તિગિનિ સમ્યવત્ત્વે સતિ નિૌરવશ્ય ભાવ્યક્ તિ નાયં નિયમ:’ જેનામાં શમ-સવેગાદિ પાંચ લક્ષણ હોય તે અવશ્ય સમ્યગ્દષ્ટિ હોય જ. પરંતુ સમ્યક્ત્વરૂપ લિંગી હોય તો લિંગરૂપ શમ-સંવેગાદિ હોય જ એવો નિયમ નહીં. સમ્યક્ત્વનો અભ્યાસ કરતાં કરતાં એ ભાવો આવવા અને રહેવા જરૂરી છે; પણ ક્યારેક કોક લક્ષણ કદાચ ન દેખાય ત્યાં સમ્યક્ત્વ ન જ હોય એવો એકાન્ત દુરાગ્રહ ન રાખવો જોઈએ.
તત્ત્વાર્થટીકા શાસ્ત્ર શું કહે છે ઃ
(૨૩) પૂ.ઉપા. શ્રી યશોવિજયજી મહારાજે એટલા માટે તો શ્રી તત્ત્વાર્થસૂત્રની ટીકામાં આ પાંચને નિશ્ચયનયના લક્ષણો હોવાનું કહ્યું છે. કારણ કે ‘શીઘ્ર કાર્ય સાધે તે જ કારણ’ એ નિશ્ચયનયનો મત છે. જ્યારે વ્યવહારનયનો મત છે - ‘કાર્યસિદ્ધિ કરવાની યોગ્યતા ધરાવે તે પણ કારણ કહેવાય' નિશ્ચયનય અને વ્યવહારનયનો આ સ્પષ્ટ ભેદ સારી રીતે સમજનારને કોઈપણ જૈનશાસ્ત્રના અભ્યાસમાં મુંઝવણ થશે નહિ.
Jain Education International
(૧૫૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org