________________
(લેખાંક : ૩)
(દિવ્યદર્શન વર્ષ ૩૩ - અંક ૧૬, વિ.સં. ૨૦૪૧ તા. ૨૯-૧૨-૮૪) પ્ર૦- શું સંસારફળની ઈચ્છાવાળા જીવો પરમાત્માની સેવા-ભક્તિ-પૂજા વગેરે ધર્માનુષ્ઠાનો કરે તો તે અસદ્ અનુષ્ઠાન ના કહેવાય ?
ઉ૦- બીજા મિથ્યાત્વી દેવ-દેવીની પૂજા કરવાને બદલે કે બીજા અન્યાયઅનીતિના માર્ગે જવાને બદલે, ફક્ત જિનેશ્વરદેવ પર પ્રેમ અને ભક્તિના કારણે શ્રી જિનેશ્વરદેવની સેવા-પૂજા કરનારને અસદ્ અનુષ્ઠાનવાળા કઈ રીતે કહી શકાય ? જુઓ,
ષોડશક શાસ્ત્ર શું કહે છે ? : ૪ સદનુષ્ઠાન ઃ
(૩૫) પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ‘ષોડશક' માં સદનુષ્ઠાનની પ્રરૂપણા એવી કરે છે (૧૦મું ષોડશક-શ્લો. ૨)- “તત્વજ્ઞાનીઓએ ‘પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ' આ ચાર પ્રકારના સદનુષ્ઠાન કહ્યા છે; અને એ ચારેય મોક્ષનાં સાધન છે.’ (૧) જેમાં અતિશય પ્રયત્નરૂપ આદર હોય, હિતનો ઉદય કરાવનારી પ્રીતિ હોય, ને બીજાં કામ બાજુ પર મૂકીને કરાય, તે ‘પ્રીતિ-અનુષ્ઠાન’ છે – (૨) ક્રિયાથી પ્રીતિ અનુષ્ઠાન જેવું હોય પણ કરનાર બુદ્ધિશાળી હોય અને વિશેષ ગૌરવપૂર્વક કરતો હોય તો વિશુદ્ધતર યોગવાળું એનું અનુષ્ઠાન તે ‘ભક્તિઅનુષ્ઠાન’ છે - (૩) સર્વત્ર ઔચિત્યપૂર્વક શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ તે ‘વચનાનુષ્ઠાન’ છે, કે જે નિયમતઃ ચારિત્રીને હોય છે, બીજાને નહીં. (પૂ. ઉપાધ્યાયજી મ. જણાવે છે કે આ નિશ્ચયનયનો મત છે. વ્યવહારનયથી, માર્ગાનુસારી જીવ શાસ્ત્ર મુજબ પ્રવર્તે ત્યારે તેને પણ આંશિક વચનાનુષ્ઠાન હોય) (૪) અભ્યાસના અતિશયથી જિનકલ્પિકાદિ દ્વારા આત્મસાત્ ભાવે જે અનુષ્ઠાન થાય છે તે ‘અસંગાનુષ્ઠાન’ કહેવાય.
હવે વિચાર કરો કે માર્ગાનુસા૨ી વગેરે જીવો જિનવચનને અનુસરીને જે ધર્મ આરાધે તે આંશિક વચનાનુષ્ઠાન; પણ જિનવચનની અવજ્ઞાનો જેમાં ભાવ નથી, કે વચનાનુસારિતા ન પણ હોય છતાં ભગવાન ઉપર પ્રીતિ અને ભક્તિથી
(૧૫૯)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org