________________
શ્રી નમિ-વિનમિની જેમ ‘માગું તો ભગવાન પાસે જ' એવા ભગવાન પરના પ્રેમ-બહુમાન વગેરેથી સાંસારિક વસ્તુની કામનાથી પણ ધર્માનુષ્ઠાન કરે, તો તે અનુષ્ઠાનને પ્રીતિ-ભક્તિરૂપ સદનુષ્ઠાન કેમ ના કહેવાય ? ‘આપણે જૈન છીએ તો પછી અન્યાય, અનીતિ કે મિથ્યાત્વી દેવ-દેવીની પૂજા કરવાને બદલે આપણા ભગવાનને જ કેમ ન પૂજીએ ?' એવા ભવ્ય આશયવાળા જીવોના ધર્માનુષ્ઠાનને અસદ્ અનુષ્ઠાન કે પાપાનુબંધી કહેવાનો દુરાગ્રહ સેવનારાઓએ ખરેખર સદનુષ્ઠાનનો મર્મ સમજવાની જરૂર છે.
-
પ્રીતિ અને ભક્તિથી ભગવાનની પૂજા કરનારા શ્રાવક વગેરેને “આ લોકો તો ગમે એટલું કહીએ તો પણ – અમે તો બાયડી-છોકરા ને પૈસા-ટકા માટે જ ધર્મ કરવાના – આવું જ કહેવાના' આવા અદ્ધરિયા આક્ષેપો મૂકીને જે લોકો વગોવે છે એ શ્રાવકોની આશાતના કરે છે કે નહીં ?' એ ખાસ વિચારો, કોઇ એકાદ ગૃહસ્થ એવું બોલી ગયો હોય કે – અમે તો બાયડી-છોકરા માટે જ ધર્મ કરવાના - એ વાત બધાને લાગુ પાડી દેવામાં કાંઈ સાર છે ખરો ?
પ્ર૦- તો શું પૈસા-ટકા કે પરલોક માટે ધર્મ કરે, ને મોક્ષનો આશય ન રાખ્યો હોય તેઓ જે ધર્મ જ નથી કરતા એના કરતાંય વધારે ભૂંડા છે એવું ના કહેવાય?
ઉ૦- એવું બોલનારાઓ શાસ્ત્રો ભૂલીને આવેશમાં આવ્યા હોય તો જ એવું બોલી શકે. જુઓ –
તત્ત્વાર્થ શાસ્ત્ર - મંગળકારિકા શું કહે છે ? :
(૩૬) તત્ત્વાર્થ શાસ્ત્રકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ તો એની મંગળકારિકામાં છ પ્રકારના જીવોમાં, ઉભયલોકના હિત માટે કે પરલોકના હિત માટે ધર્મક્રિયા કરનારાઓને અધમાધમ કે અધમ નહીં કહેતાં વિમધ્યમ અને મધ્યમ કક્ષામાં મૂકી રહ્યા છે; ત્યારે આપણને કોણે પરવાનો આપ્યો કે આપણે ઇહલોક-પરલોક માટે ધર્મ કરનારા એ જીવોને અધમાધમ કે અધમ કરતાં પણ ભૂંડા કહી દઇએ ? બીજા શાસ્ત્રોનો ખ્યાલ રાખ્યા વિના આવું સભામાં બોલાય કેવી રીતે ? એવું બોલનારને ષટ્ પુરુષની પ્રરૂપણા કરનારા
(૧૬૦)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org