________________
શ્રી ઉમાસ્વાતિ મહારાજ કે શ્રી સિદ્ધર્ષિગણી મહારાજ વગેરેની આશાતનાનો ભય હશે કે નહિ તે જ્ઞાની જાણે
(૩૭) પ્ર૦ – પણ સભામાં બેઠેલા બધા તો સમજદાર જ હોય ને ? ને સમજદાર આગળ તો એમજ કહેવાય ને કે દુન્યવી સુખ માટે ધર્મ કરનાર કરતાં ધર્મ ન કરનાર સારો ?
ઉ૦ – બધા શ્રોતા સમજદાર હોવાનું કઇ રીતે માની લેવાય ? જૈન સાધુની સભામાં બધા પ્રકારના જીવો હોઈ શકે છે. એટલે તો નિશ્ચયનયના લક્ષવાળી એવી વ્યવહારનયની શૈલીથી પ્રરૂપણા ક૨વાનું શાસ્ત્રો ફરમાવે છે. માટે વક્તાએ એ રીતે પ્રરૂપણા કરવાની કાળજી કરવાની હોય છે. જો બધાને સમજદાર જ માન્યા છે તો ‘તમને સુખ ભૂંડું લાગ્યું છે ?' એમ વર્ષોથી એકનો એક જ એકડો ઘુંટાવવો પડે ? એકડો તો બાળકને ઘુંટાવાય કે ભણેલા સમજેલાને ?
પ્ર૦– તો જે સભાને ઉદ્દેશીને “તમે બધા કાંઈ બાળ નથી સારા છો, સમજી શકો તેવા છો, ધંધા ધાપા મૂકીને અહીં આવો, રાજસત્તાને હંફાવો છો, ભલભલાને ઠગો છો, લાખ કમાઇને દશ હજાર બતાવો છો, આવા તમને ‘બાળ’ માનનારા પાટ પર ચડી બેસનારો બેવકૂફ છે” આવું બોલનાર ગીતાર્થ કહેવાય ?
ઉ૦- કેવા વિચિત્ર પ્રતિપાદન થઈ રહ્યા છે ? પહેલી વાત તો એ, કે એક બાજુ ‘તમે સારા છો’ એમ કહેવું અને બીજી બાજુ ‘ભલભલાને ઠગો છો’ વગેરે કહેવું, એમાં સ્પષ્ટ પરસ્પર વિરોધ છે.
બીજી વાત આપણે કાંઈ સભામાં બેઠેલા બધાને બાળ માનવાના છે જ નહીં. એમાં મધ્યમે ય હોય, ને પ્રબુદ્ધ પણ હોય. બાકી આજની સભામાં બે-ચાર કે દશ-બાર પ્રબુદ્ધ હોય તો તે પણ આનંદની વાત છે.
ત્રીજી મહત્ત્વની વાત એ છે કે કોઇ માણસ રાજક્ષેત્રમાં રાજસત્તાને હંફાવે કે ધંધાના ક્ષેત્રમાં લાખો રૂપિયા કમાઈ બતાવે, એટલા માત્રથી શું એને અહીં ધર્મક્ષેત્રમાં પણ આપણે ‘પ્રબુદ્ધ’ હોંશિયાર માની લેવા ? થોડો વિચાર તો કરો
Jain Education International
(૧૬૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org