________________
તીર્થંકરપ્રતિમાની આશ્રમંજરીથી પૂજા કરીને સુખની પરંપરા પામ્યા. શા માટે સુખપરંપરા પામ્યા? એના ઉત્તરમાં શ્લો૦૯૭૧માં સાફ સાફ જણાવે છે કે વિષયાભ્યાસાનુષ્ઠાન (અર્થાત્ જિનપૂજાદિ ધર્મ) કુશલાશયનો હેતુ છે, પરિણામે સુંદર એવા વિશિષ્ટ સુખનો હેતુ છે. અને શુદ્ધ પુણ્યાનુબંધી-પુણ્યફલક હોવાથી જીવને પાપથી બચાવનારું છે. પહેલાં કહી તો ગયા જ છે કે પહેલા બે અનુષ્ઠાન સાક્ષાત્ સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ સુધીના ભાવોની આરાધનારૂપ નથી, તેમજ ભવવૈરાગ્યાદિ ભાવવાળા નથી, છતાં પણ એ જિનપૂજાદિ વિષયાભ્યાસરૂપ ધર્માનુષ્ઠાન પુણ્યાનુબંધી પુણ્યફલક હોવાથી વ્યવહારનયથી સુંદર છે. આ વાત શું હવે કોઇને સમજાવવી પડે ? પ્રગટ રીતે ભલે આ અનુષ્ઠાનો સાક્ષાત્ મોક્ષ સાથે સંકળાયેલા ન હોય કિન્તુ ગ્લો) ૯૯૫માં જણાવ્યા પ્રમાણે સતતાભ્યાસ અને વિષયાભ્યાસાદિ અનુષ્ઠાનો એ મોક્ષાનુકુલ ભાવ સાથે સંકળાયેલા જ છે.
એટલે
શ્લો) ૯૯૬ માં પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજ સ્પષ્ટ જણાવી દે છે કે સતતાભ્યાસાદિ ત્રણેય પ્રકારનું અનુષ્ઠાન (જેમાં પ્રથમ બેમાં તો ભવરાગ્યાદિ ભાવ, નિશ્ચયનયના હિસાબે છે જ નહીં, તે) પારમાર્થિક વ્યવહારનયની દૃષ્ટિએ સમ્યક્ એટલે કે આજ્ઞાનુકુળ આચરણરૂપ જ છે. કારણ કે અપુનર્બન્ધકાદિને છોડીને આ ત્રણેય અનુષ્ઠાનો બીજા સકૃબંધકાદિ જીવોને હોતા જ નથી. ‘ઉપદેશરહસ્ય શાસ્ત્ર શું કહે છે -
(૨૧) પૂ. ઉપા. યશોવિજયજી મહારાજે પણ આ જ પ્રકરણનું “ઉપદેશરહસ્ય” ગ્રન્થમાં શ્લો૦ ૧૮૬-૧૮૭ માં સમર્થન કર્યું છે. જે લોકો પૂ. ઉપાધ્યાયજી મ. ના પવિત્ર વચનોને ટંકશાળી ગણાવીને વારંવાર બીજા સુવિહિત ગીતાર્થ ઉપદેશકોની અસભ્ય શબ્દોમાં આશાતના કરતા રહે છે, એ લોકોએ પૂ. ઉપાધ્યાયજી મ. ના પવિત્ર વચનોનું સમગ્રરૂપે ફરી એકવાર શાંત ચિત્તે અધ્યયન કરી લેવાની જરૂર છે. “મોક્ષના આશય વિના કરાતો ધર્મ એ ધર્મ જ નથી, અધર્મ જ છે” આવું એકાન્ત જોરશોરથી બોલનારાઓ ખરેખર તો પૂજ્યપૂર્વાચાર્ય ભગવંતોની જ અવજ્ઞા આશાતના કરી રહ્યા છે.
(૧૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org