________________
એની પાસે લલિતાંગદેવે આવીને ઓળખ આપી, ફરીથી સ્વયંપ્રભા થવા નિયાણું કરાવે છે, ને અનામિકા તેથી નિયાણું કરી કરીને ફરીથી સ્વયંપ્રભાદેવી થાય છે. આમાં અનશનનો પાછલો ભાગ સ્પષ્ટ દેવી થવાના ઉદ્દેશથી આરાધ્યો, છતાં એ વિષક્રિયા ન થઈ અને ભવનાં ભ્રમણ ન વધ્યા. વિષક્રિયા ન થવાનું કારણ, અનામિકાને સ્વર્ગના વિષયસુખની કામના ન હતી એમ નહીં, પરંતુ પતિ તરીકે લલિતાંગ એક ઉત્તમ ગુણિયલ પૂર્વપરિચિત આત્મા મળે છે, તો એના સથિયારાની લાલસા હતી. આ કાંઈ મોક્ષની લાલસા નહોતી, છતાં અનામિકા સ્વયંપ્રભા દેવી થઈ, ને લલિતાંગની સાથે ઠેઠ શ્રેયાંસના ભવે પહોંચી, જ્યાં લલિતાંગ એ ઋષભદેવ થયા છે.
જન્મીને તરતમાં અઢમ કરનાર નાગકેતુ પૂર્વભવમાં પટેલના દીકરા હતા. અને ઓરમાન મા એમને બહુ પીડતી. તેથી એણે શ્રાવક મિત્રને પોતાનું દુઃખ કહી શું કરવું એમ પૂછ્યું. ત્યારે મિત્ર કહે, “આ તે પૂર્વ જન્મ તપ નથી કર્યો, તેથી અહીં પરાભવ પામે છે, ને અહીં પણ તપ નહિ કરે તો આગળ પર શું પામીશ? એ વિચાર કરી છે. માટે તું તપ કર, માતા પર રોષ ન કરીશ.” ખેડૂતપુત્રે મંજૂર કરી પજુસણમાં અક્રમથી તપ શરુ કરવાનું નક્કી કર્યું. આ તપધર્મ કયા ઉદ્દેશથી? કહો, ભવાંતરે અપમાન-ટોણાં-તિરસ્કારાદિ પીડા ન આવે એ ઉદ્દેશથી. છતાં એ વિષક્રિયા નહિ પણ એવી ઉત્તમ ધર્મક્રિયા બની કે બીજા ભવે જ જનમતાં અટ્ટમ, નાગકેતુ તરીકે મહાશ્રાવકપણું, અને પુષ્પપૂજામાં કેવળજ્ઞાન તથા તદ્દભવે મોક્ષ પામ્યા !
જીવનમાં આવા આપત્તિના પ્રસંગ આવે કે ઈષ્ટ સિદ્ધિ કરવી હોય ત્યારે ધર્મનું શરણું લેવાય એની પાછળ દિલ જોવાનું છે કે દિલમાં ફક્ત ધર્મથી આ ફળ લઈ લઉં એવી ફળની ઘેલછા જ મુખ્ય છે.? અને ધર્મને તો એનું માત્ર એક સાધન બનાવાય છે? યા ધર્મ જ મુખ્ય છે, તેથી ફળની આકાંક્ષામાં પણ ધર્મનું જ શરણ ખપે છે? દુન્વયી ઈષ્ટ સાધવા પુરતો જ ધર્મ પકડવો એ જુદી વસ્તુ છે,ને મારે તો બધે ધર્મ જ આધાર, તેથી ઈષ્ટ માટે પણ ધર્મનો જ આશરો લઉં,એ જુદી વસ્તુ છે. પહેલામાં અશુભ વિષક્રિયા છે, બીજામાં શુભ તહેતુ ક્રિયા છે. આ શુભ ક્રિયાવાળો ભવી જીવ મોક્ષ માટે તો ધર્મ કરે જ છે. પરંતુ દુન્વયી આફત નિવારવા
(૮૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org