________________
શ્રી અહં નમઃ ૧૨૧. એકાન્તવાદ સામે લાલબત્તી અનન્ય પ્રભાવવંતો જૈનધર્મ (લેખક - પૂ. મુનિરાજ શ્રી જયસુંદરવિજયજી મહારાજ)
(દિવ્યદર્શનમાંથી ઉદ્ધત લેખો)
(લેખાંકઃ ૧) (વર્ષ ૩૩- અંક ૧૪, વિ.સં. ૨૦૪૧ તા. ૧૫-૧૨-૮૪) (જીવોનું એકાન્ત હિત કરનાર વીતરાગ સર્વજ્ઞ ભગવાને કહેલો ધર્મ દુન્યવી ઈરાદાથી કરવામાં આવે તો (૧) એ વીતરાગના ધર્મને ભુંડો કહેવાય કે નહિ? (૨) એવા ઈરાદાથી પણ કરાતી જૈનધર્મની સાધના આત્માનું એકાંતે નિકંદન કાઢે કે કેમ? (૩) સાંસારિક જીવનમાં ઊભી થતી એક યા બીજા પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિના નિરાકરણ માટે ધર્મનું આલંબન લેવાય કે નહિ?... ઈત્યાદિ પ્રશ્નોથી ઊભી થતી મુંઝવણ દૂર કરવા સરળ જીવો શાસ્ત્રીય માર્ગદર્શનની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. સદ્ભાગ્યે આ બાબતમાં ખૂબ જ સુંદર શાસ્ત્રાનુસારી સ્પષ્ટ માર્ગદર્શન અમોને પૂજ્યપાદ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્યરત્ન પૂ. સિદ્ધાન્તદિવાકર આચાર્યશ્રી વિજયજયઘોષસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મૂનિરાજ શ્રી જયસુંદરવિજયજી મહારાજ તરફથી પ્રાપ્ત થયું છે. તે સૌ કોઈ શાસ્ત્રપ્રેમી સરળ હૃદયી પુણ્યાત્માઓની જાણ માટે અમે અત્રે રજુ કરતાં હર્ષ અનુભવીએ છીએ - તંત્રી) - આપણું જૈન શાસન એવું અદ્ભુત છે કે જે માત્ર પંડિતો યા સમર્થોનું જ નહિ, કિન્તુ સમસ્ત ચૌદરાજ લોકવર્તી મંદબુદ્ધિ યા અસમર્થ એવા પણ તમામ જીવોનું હિત થાય એવો ઉત્તમ ધર્મ, મોક્ષમાર્ગ અને તત્ત્વોને દેખાડનારું છે. નમુત્થણ સૂત્રમાંના “લોગડિયાણં' પદની વ્યાખ્યા કરતા સમર્થ શાસ્ત્રકાર આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે શ્રી લલિતવિસ્તરા શાસ્ત્રમાં લોક’ શબ્દનો
(૧૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org