________________
શ્લો.૨૨ માં પૂજ્ય ઉપાધ્યાયજી મ. જણાવે છે કે અબાધ્ય ફલાપેક્ષા (અભવ્યાદિની, તે) મોક્ષાર્થક શાસ્રશ્રવણ વિરોધી હોય છે. (અર્થાત્ એને તો મોક્ષાર્થકશાસ્ત્ર સાંભળવાનો પણ રસ ન હોય.) જ્યારે, ભવ્યજીવને મુક્તિ અદ્વેષ હોય અને ફલાપેક્ષા હોય તો પણ તે બાધ્ય કક્ષાની હોવાના કારણે તથા એનાથી ઉચિત યોગ્યતાના પ્રભાવે મોક્ષાર્થક શાસ્રશ્રવણ કરવામાં જાગેલા રસના પ્રભાવે બુદ્ધિ માર્ગાનુસારી બને છે અને તીવ્રપાપક્ષય થવાથી સદનુષ્ઠાન રાગ જન્મે છે.
શ્લો. ૨૩ માં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે સૌભાગ્યાદિ - ફલાકાંક્ષાવાળાને શાસ્ત્રકાર ભગવંતોએ જ જે રોહિણી વગેરે તપ કરવાનું દેખાડ્યું છે તે મુગ્ધ જીવોને માર્ગપ્રવેશ કરાવવા માટે ગીતાર્થો સૂચવે છે. પણ ‘એ તો સંસારના આશયથી થયું એટલે વિષાનુષ્ઠાન બની જશે' એવી ભ્રમણા દૂર કરવા પૂજ્યશ્રીએ કહ્યું કે ફલાપેક્ષા બાધ્ય કોટિની હોવાથી એ અનુષ્ઠાન વિષાદિરૂપ બનતું નથી પણ તદ્વેતુરૂપ જ રહે છે.
આ રીતે પૂર્વાચાર્ય ભગવંતોએ ગૂંચના સુંદ૨ ઉકેલો દર્શાવ્યા હોવાથી કોઈ વિવાદને અવકાશ જ રહેતો નથી. ધર્મોપદેશના આજ કાલના શ્રોતાઓ બધાજ બુધ કક્ષાના કે મધ્યમ કક્ષાના હોતા નથી કિંતુ બહુધા મુગ્ધ કક્ષાના હોવાનો સંભવ વધુ છે. (હા, કોઈ ઉપદેશકની સભામાં વર્ષોથી એકના એક જ મોટાભાગના પ્રબુદ્ધ શ્રોતાઓ હાજરી આપતા હોય ત્યારે તે બુધ જીવોની કક્ષાનો જ ઉપદેશ કર્યા કરે તેમાં કોઈ વાંધો નથી.) એટલે જ પૂર્વાચાર્ય ભગવંતોએ પુષ્પમાલાદિ શાસ્ત્રોમાં, મોક્ષ સિવાયના આશયથી પણ ધર્મ ક૨વાનું વિધાન કરેલું છે. મોટી શાતિમાં પૂ.વાદિવૈતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ જેવાએ પણ આશીર્વાદના શબ્દોમાં ‘અક્ષીણકોષકોઠાગારા નરપતયશ્વ ભવન્તુ સ્વાહા’ અર્થાત્ ‘રાજાઓ અખૂટ કોશ અને કોઠાગારવાળા થાઓ' એમ જે ક્યું છે, તથા ‘સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાઓના રોગ-ઉપસર્ગ-વ્યાધિ-દુઃખ-દુકાળ-દુર્મનસ્કતા દૂર થાઓ' તથા ‘શત્રુઓ પરાÇમુખ થાઓ’, તથા ‘શ્રી સંઘથી માંડીને સમગ્ર બ્રહ્મલોકમાં શાંતિ થાઓ’ વગેરે વગેરે જે આશીર્વાદના સૂચક શબ્દો વાપર્યા છે તેમાં અખૂટ કોશ વગેરે શબ્દનો અર્થ આડકતરી રીતે મોક્ષ જ કરવો જોઈએ કે નહિ એવા કોઈ વિવાદને અવકાશ રહેતો નથી. તમામ ભવભીરુ પંચમહાવ્રતી મહાત્માઓની
Jain Education International
(૯૫)
For Private & Personal Use Only
www.jainelibrary.org