________________
રહે. તથા એવું પણ ઈચ્છતા નથી કે મલીન આશયથી ધર્મક્રિયા કરીને સંસારમાં ભલે રખડ્યા કરે.' તેમજ એવું પણ ઈચ્છતા નથી કે “પાપક્રિયાને બદલે માત્ર ધર્મક્રિયા કર્યા કરે, પછી ભલેને મોક્ષે ન જાય ત્યારે પાપક્રિયાને બદલે જીવ ધર્મક્રિયા જ કરતા રહે” એવું તો જરૂર ઈચ્છે છે કે જેથી એ ધર્મક્રિયાથી પરંપરાએ તેમાં યોગ્યતા પ્રગટ થવા સાથે મોક્ષ માટે પ્રગતિ કરતા થાય.
કેવલિભાષિત શુભ ધર્મ- સાધનાઓનું જૈન શાસનમાં ઘણું ઘણું મહત્ત્વ છે. એના જેવી બીજી કોઈ શ્રેષ્ઠ સાધના નથી, શ્રેષ્ઠ ક્રિયા નથી. એમાં એવી શક્તિ પડેલી છે કે જે ચરમાવર્તવર્તી જીવોમાં યોગ્યતાદિના આધાન દ્વારા ભાવને પણ ખેંચી લાવનારી થાય છે. એટલે કે ક્રિયાનની દ્રષ્ટિએ શુભ ક્રિયાઓનો સ્વતંત્ર મહિમા છે. એટલે જ જયારે જયારે એમ કહેવાય છે કે ભાવપૂર્વકની ક્રિયા મોક્ષ હેતુ છે ત્યારે તેનો અર્થ એ કરાય છે કે ભાવસંપાદન દ્વારા ક્રિયા મોક્ષહેતુ બને છે. નહિ કે ભાવપૂર્વકત્વરૂપે ક્રિયા મોક્ષમાં હેતુ છે. - જો ભાવપૂર્વકત્વરૂપે ક્રિયા મોક્ષમાં હેતુ માનીએ તો ઉપા૦ શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે તેમ-અન્યથાસિદ્ધ (અર્થાત્ અહેતુ) થઈ જાય. માટે મોક્ષ પ્રત્યે ક્રિયાની કારણતા ભાવપૂર્વકત્વરૂપે નહિ પણ સ્વતંત્ર શક્તિવિશેષરૂપે કહી છે. (જુઓ યોગલક્ષણ બત્રીસી ૧૦મી શ્લોક ૨૭ ટીકા - વારતા રે तस्या: शक्तिविशेषेण न तु भावपूर्वकत्वेनैव भावस्याऽन्यथासिद्धिप्रसंगात्)
આ રીતે ચરમાવર્તવર્તી જીવોને મોક્ષમાર્ગે પ્રગતિ કરાવનારી હોવાથી ધર્મક્રિયાઓ ખૂબ જ મહત્ત્વની છે, અને તેથી જ શાસ્ત્રકાર ભગવંતોએ મોક્ષના આશય વિના પણ યથાકથંચિત્ તે લાયક જીવો દ્વારા કરાતી ધર્મક્રિયાઓને અવગણવાને બદલે આવકારી છે. કારણ, મોક્ષપુરુષાર્થની જેમ ધર્મપુરુષાર્થ પણ ઘણો ઘણો વખાણ્યો છે, પણ અર્થ-કામની જેમ એને વખોડ્યો નથી.
અહીં જો એવો પ્રશ્ન કરવામાં આવે કે –
પ્રશ્ન - કલિકાલસર્વજ્ઞ પૂજ્યપાદ હેમચંદ્રસૂરિ મહારાજે ત્રિષષ્ટિશલાકાના દશમા પર્વના તેરમાં સર્ગમાં મોક્ષને જ વાસ્તવિક પુરુષાર્થ જણાવીને
(૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org