________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ વડે સંતોષ પમાડે છે.
જે જે દેશમાં, જે જે શહેરમાં આ સૂરિએ વિહાર કર્યો ત્યાં ત્યાં ધનિકો સાતે ક્ષેત્રોમાં ધનનો વ્યય કરતા, તથા જીવની અમારિ, હમેશાં વ્રતગ્રહણ, દીનના ઉદ્ધાર, ભાવિકોથી પ્રાસાદોનો ઉદ્ધાર અને સ્વધર્મીઓની ભક્તિનાં કાર્ય થતાં હતાં.
[ચાપાંબાઈ અકબરને કહે છે કે આવા અમારા દેવ છે કે જેની પ્રતિમા રચીને જેનું અમે ધ્યાન ધરીએ છીએ અને જે સિદ્ધિ આપે છે તથા અમારા ચિત્તમાં હમણાં સુગુરુ તો સુસાધુઓમાં ઉત્તમ એવા હીરવિજ્યાચાર્ય નામના છે કે જેનું ધન તે સંયમ છે, જેને આશય પોતાને અને પારકાને આત્મતુલ્ય ગણવાનો છે, અને જેઓ મિત્ર અને શત્રુના સમૂહને, પથ્થર અને મણિને, સ્ત્રી અને તૃણને સમદૃષ્ટિએ નિહાળે છે?
આ જ પ્રસંગ વિશે આગળ આપણે જે “શ્રી હીરવિજયસૂરિ સલોકો” નામની કૃતિનો ઉલ્લેખ કર્યો છે તેમાં નીચે પ્રમાણેનું નિરૂપણ છે:
For Private And Personal Use Only