________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ
૨૦
તપગચ્છના વડા ભટ્ટારક વિજયસેને, ઉપાધ્યાય વિમલહર્ષ ઘણીએ ઉપાધ્યાય કલ્યાણુવિજય ધણીએ અને ઉપાધ્યાય સેામવિજય ધણીએ વિક્રમ સંવત ૧૬પરના કારતક વદ પાંચમના દિવસે કર્યાં હતા. એ સૌ સુખી રહેા અને સન્માન પામતા રહેા. આ લેખ પદ્માનંદ ધણીએ રચ્યા છે. ઉન્નતનગર સદા સમૃદ્ધિવતુ રહેા.” આવી જ રીતે આ પછી એક મહિને શત્રુંજય ઉપર હીરવિજયસૂરિની પાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એમાં પણ હીરવિજયસૂરિની સિદ્ધિ વિષે ઉલ્લેખ છે.
એટલે હીરવિજયસૂરિ વિષે આપણી પાસે જે માહિતી છે એ માહિતી અતિહાસિક છે એ વિષે શંકા નથી. એ માહિતી જૈન રાસામાં છે, શહેનશાહના ફરમાનેામાં છે અને લગભગ એ જ સમયે રચાયેલા શિલાલેખામાં છે. એ બધી માહિતી બતાવે છે કે ઇ. સ.ની ૧૬મી સદીના ઉત્તરાર્ધ માં હીરવિજયસૂરિ ગુજરાતના સંસ્કાર—જીવનના એક મહત્ત્વના અગ્રણી હતા. આ બધી માહિતીના ઉપયોગ કરીને એમના વ્યક્તિત્વના પરિચય આપવાના પ્રયત્ન
For Private And Personal Use Only