Book Title: Heervijay Suri
Author(s): Dhanvant Oza
Publisher: Ravani Prakashan Gruh
Catalog link: https://jainqq.org/explore/020683/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sklclzire For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનચરિત્રમાળા | લેખક : ધનવન્ત ઓઝા [ ૧૯૬૩માં પ્રગટ થયેલાં પુસ્તકા | ૫૧ હઝરત મહમ્મદ, ૭૬ કલાપી પયગંબર ૦-૭૫ ૭૭ આંબેડકર - ૫૨ શ્રી કૃષ્ણ ૧-૨૫ - ૭૮ જમાદજી તાતા ૫૩ કવિ કુલગુરુ કાલિદાસ ૦-૬ ૫ % નંદશંકર ૦-૫૦ ૫૪ ઈકબાલ ૦- ૬ ૫ ૮૦ પંડિત ઓમકારનાથજી છપાય છે ૫૫ તુલસીદાસ ડી. ૦-૬ ૫ ૮૧ ગવરીબાઈ ૦-૫૦ ૫૬ તુકારામ ૦-૫૦ ૮૨ મેડમ કામા છપાય છે ૫૭ સુલતાન અહેમદશાહે ૦-૫૦ . ૮૩ વિદ્યાબેન નીલકંઠ ૫૮ અકબર ૦-૮૫ ૮૪ મોતીભાઈ અમીન ,, પટ સરોજિની નાયડુ ૦-૬૫ ૮૫ રાધાકૃષ્ણન ૬ ૦ ખબરદાર ૦-૭૫ ૮૬ કબીર . ૬૧ એડેરામજી મલબારી ૦-૬ ૦ | ૮૭ શાહ અબ્દુલ લતીફ , ૬૨ ગિજુભાઈ . -- ૧૭૫ ૮૮ રણુછાડલાલ ૬૩ મીનળદેવી = ૦૫૦ ૦ ૮૯ ભોળાનાથ સારાભાઈ , ૬૪ જયસિંહ સિદ્ધરાજ ૦-૬૦ ૯૦ હીરવિજયસૂરિ. ૬૫ ક્રેડરિકે એન્ગલ્સ ૦-૬૫ * ૯૧ મણિલાલ નભુભાઈ ૬૬ વલાલ ૯ર પદ્મનાભ ૭-૫o ૬૭ ભાલણ ૦-૫૦ - ૩ નાનક છપાય છે ૬ ૮ જગદીશચંદ્ર બોઝ ૧-૦૦ ૯૪ આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ૬૮ પ્રફુલચંદ્ર રાય ૦–૭૫ ૯૫ સિગમન્ડ ક્રોઈડ ૭૦ રામમોહન રાય ૦-૮૦ ૯૬ નાનાભાઈ ભટ્ટ, ૭૧ શ કરાચાર્ય ૧-૦ ૦ ૯૭ ભગવાન વ્યાસ ૭૨ સંત જ્ઞાનેશ્વર ૦-૭૫ ૯૮ વાલમીકિ ૭૩ મિર્ઝા ગાલિમ્ ૦૭૫ ૯૯ રમશુભાઈ નીલકંઠ ૭૪ રણુજિતરામ ૭૫ અશોક પ્રિયદર્શી છપાય છે. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનવન્ત ઓઝા હીરવિજયસૂરિ રવાનું પ્રકાશન ગૃહ: ટિળક માર્ગ : અમદાવાદ–૧ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ આવૃત્તિ ઓકટોબર ૧૯૬૩ કિંમત oo-૭૦ [સિત્તેર નવા પૈસા] પ્રકાશક : તારાચંદ માણેકચંદ રવાણી, ૨વા ણી પ્ર કા શ ન ગૃહ, ટિળક માર્ગ, અમ દા વા દ મુદ્રક : પુરુષોત્તમ મુરલીધર બ્રહ્મભટ્ટ, મહિલા મુદ્રણ, “બેરસલી” ખાનપુર, અમ દા વાદ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભાવક હીરવિજયસૂરિ આપણુ ગુજરાત પ્રદેશ ઉપર અને તેના સંસ્કાર ઉપર જેનપરંપરાએ અસામાન્ય અસર પહોંચાડી છે. એ જિનપરંપરામાં, એવા સંખ્યાબંધ તેજસ્વી મહાજને થયા છે કે જેમની અસર માત્ર ગુજરાતમાં જ નહિ, પણ સમગ્ર ભારતમાં અને ભારત બહાર પણ પડી છે. ગુજરાતમાં, જેનપરંપરાને ઈતિહાસ ઘણો સમૃદ્ધ છે. સિદ્ધાચળનું માહાત્મ્ય જન પુરાણમાં ઘણું મોટું છે. ભગવાન નેમીનાથ ગિરનાર ઉપર સ્થિર થયા હતા. શ્રીકૃષ્ણના પિતરાઈ લેખે અને તીર્થકર લેખે એમનું ઘણું મહત્ત્વ છે. જૈનદર્શનના સિદ્ધસેન દીવાકર જેવા પ્રકાંડ નિયાયિકે આ ગુજરાતની ભૂમિનાં સંતાનો હતાં. ગુજરાતની અસ્મિતાના બીજારોપણના કાળથી છેક પ્રવર્તમાન કાળ સુધી, શીલગુણસૂરિથી પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી સુધીજોનપરંપરાએ આપણી અસ્મિતાના વિકાસમાં ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. હેમચંદ્રાચાર્ય, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ લાંકાશાહ, અને એવા ખીજા તા અનેક મહાજનાએ ગુર્જરીની સેવા કરી છે. ગુજરાતી કાવ્યમાં જે દેશી અને ઢાળેા છે તે મધ્યકાલીન જૈનકિવઓની દેન છે. એ સાધનના સફળ ઉપયાગ પ્રેમાનન્દે કર્યા છે. એટલે પ્રેમાનંદ આ પૂર્વજોના ઋણી છે. જૈન કથાકારાએ સ્ત્રીચાતુરીની જે થાઆ આપી તેમાંથી શામળ ભટ્ટે પેાતાની કાવ્યકથાઓની પ્રેરણા મેળવી. આમ ગુજરાતના એ પ્રથમપંકિતના કવિએ ઉપર જૈનપર પરાની મેટી અસર છે. ગુજરાતમાં જે પ્રેરણાસ્થાના છે, જે સૌંદર્યરસ્થાના છે એમાં ઘણો માટા અંશ જૈનસંસ્કારના છે. આ જૈન—ઇતિહાસ અને જૈનપર પરામાં સાધુએ અને સંસારીએ એમ બંનેના ફાળા છે. આમાં જે સાધુએ છે, તેમાં ચાર વિષે તેા એકએક ગુજરાતીએ જાણવુ જોઈ એ. શીલગુણુસૂરિ, હેમચદ્રાચાર્ય, હરિભદ્રસરિ, અને હીરવિજયસૂરિ એ ચાર, આવા પ્રસિદ્ધ સાધુએ છે. એમાંથી આપણે અહીં પ્રભાવક હીરવિજયસૂરિ વિશે વાત કરીશું. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ જૈનપરપરામાં, એક ચોક્કસ પરિભાષા રચાઈ છે. એ પિરભાષામાં તીથંકર, અરિહંત, કેવળી, એવા સિદ્ધ પુરુષાને વર્ણવનારા જે અનેક શબ્દો છે તેમાં, ‘પ્રભાવક’ એ શબ્દ પણ મહત્ત્વના લેખાયા છે. આ શબ્દ, જે મહાપુરુષ માટે છેલ્લો યાજાયા, એ એક સમ ગુજરાતી સાધુ હતા. માત્ર ગુજરાતી જ નહિં, પણ સારા યે સરકાર સંસારની સેવા કરનાર એ સાધુપુરુષનું નામ હીરવિજયસર હતુ. ગુર્જરીના કીર્તિધ્વજ જગતમાં અને સિવશેષ તે ભારતમાં ફેલાવવામાં મહત્ત્વનું પ્રદાન કરનાર આ મહાન જૈન આચાર્ય હતા. એમ તે એમના વિશે ઘણું લખાયું છે. ‘હીરસૌભાગ્યકાવ્ય’, ‘હીરવિજયસૂરિરાસ’,‘જગદ્ગુરુકાવ્ય’ ‘ભાનુચદ્રચરિત્ર’,‘સૂરીશ્વર અને સમ્રાટ’,‘કમ ચદ્રવંશપ્રબંધ’,હીરવિજયસૂરિસલોકા’,‘હીરવિજ્યસરિનિર્વાણ,’ ‘હીરવિજયસૂરિ પુણ્યખાની', વગેરે કૃતિમાં ધણી ઉપયોગી માહિતી છે. આ સૂરીશ્વરનું ઐતિહાસિક મહત્ત્વ સ્વીકારીને પ્રાધ્યાપક કામીસારીઍટે એમના ગુજરાતના ઇતિહાસના મહાગ્રંથના બીજા ખંડમાં એમને વિશે સવિસ્તર નિરૂપણ કર્યુ છે. જનસાહિત્યના For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિરવિજયસૂરિ ઈતિહાસમાં શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ પણ ઘણી ઉપયોગી માહિતી આપી છે. એમના સમકાલીન અબુલફઝલે પણ “આઈને અકબરી'માં એમના વિશે ઉલ્લેખ કર્યો છે. આ અને આવી બીજી ઘણી સામગ્રીને ઉપયોગ કરીને, અને સંશોધન કરીને આચાર્ય પ્રવર, પ્રભાવક હીરવિજ્યસૂરિનું જીવનચરિત્ર આલેખવાની આવશ્યકતા છે; કારણ કે ગુજરાતના ઇતિહાસની એ મહત્વની કડી છે. ગુર્જરદેશ એ જમાનામાં ભારતના અન્ય પ્રદેશેની તુલનામાં સમૃદ્ધ અને સંસ્કારી હતે. “હીરસૌભાગ્ય કાવ્યના લેખક સ્વદેશાભિમાની ગુજરાતી કવિ દેવવિમલ એમના કાવ્યના પ્રથમ સર્ગમાં તત્કાલીન ગુર્જર દેશનું વર્ણન નીચેના શબ્દોમાં કરે છે: “તદ્દક્ષિણાર્થે સુરગેહગર્વસર્વક ગૂર્જરનર્વાદાસ્તે, શ્રિયેવ રતું પુરુષોત્તમેન જગત્કૃતાકારિ વિલાસવેમ, અશેષદેશેષ વિશેષિતશ્રી ર્યો મંજિમાન વહત મ દેશ આક્રાન્તદિક ચક્ર ઈવાખિલેષ વસુંધરાભષે સાર્વભૌમ: તે(ભરતક્ષેત્રના દક્ષિણ અર્ધભાગમાં સ્વર્ગના ગર્વનું સર્વ રીતે અપહરણ કરનાર ગુર્જર દેશ એવો છે કે જાણે પુરુષોત્તમ વિષ્ણુ સાથે લક્ષ્મીને ક્રીડા કરવા માટે For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ જગત્કર્તાએ બનાવેલું વિલાસભવન. જેમ સર્વ ભૂમિના ઈશ સાર્વભૌમ ચક્રવતી આક્રાંત સ્વબળથી દિચક્ર જીતેલું હોવાથી સર્વ ભૂપાલમાં વિશેષ શ્રીમાન હોય છે, તેમ સર્વ દેશમાં આગુર્જરમંડળદેશપતાના મહત્ત્વથી દિશાઓના ચક્રમંડળને આક્રાંત–વ્યાપી કરેલું હોવાથી સાર્વભૌમ પેઠે વિશેષ શ્રીમાન ધનધાન્યાદિકથી સંપત્તિમાન દેશ તરીકે ચારુતા–સુંદરતા વહે છે.” આવા ગુર્જર દેશમાં સંવત ૧૫૮૩ના માગશર વદ નોમને દિવસે પરવાડ વણિકકુંવરજીને ત્યાં એમની પત્ની નાથીબાઈને પાલનપુર નગરમાં એક પુત્રને જન્મ થયે. એ પુત્રનું નામ હીરજી પાડવામાં આવ્યું. હીરજી તેર વર્ષનો થયો ત્યારે તેનાં માતા-પિતાનું અવસાન થયું હતું. તેની બહેન પાટણમાં પરણીહતી. હીરજી વારંવાર બહેનને ત્યાં જ. ત્યાં વિદ્વાન જન મુનિઓનાં પ્રવચન સાંભળવાની તેને તક મળતી. આ મુનિઓમાં તપગચ્છના વિજયદાનસૂરિ નામના એક વિદ્વાન સાધુ હતા. એમના પ્રવચનની હીરજી ઉપર ઘણી અસર પડી. એને પરિણામે તેનામાં સંસાર પ્રત્યે વૈરાગ્યની ભાવના જાગી. બહેનને પિતાને ભાઈ દીક્ષા For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ લઈ સાધુ બને એ ગમતું ન હતું. તેમણે હીરજીને ઘણું ઘણું સમજાવ્યો, પણ તે માન્યો નહીં. ઘણી ઘણી સમજાવટને અંતે એ બહેનને અને પોતાના ભાઈઓને હીરજીએ સમજાવ્યા. અને સંવત ૧૫૯૬ના માગશર વદ બીજને દિવસે વિજયદાનસૂરિના હાથે હીરજીએ દીક્ષા લીધી. એ પછી એનું નામ હીરહર્ષ રાખવામાં આવ્યું. આ પ્રસંગ “હીરવિજયસૂરિ સલોકેના કવિએ એ સમયની ભાષામાં નીચેના કાવ્યમાં આલેખે છે: “મદન સમેવડ રૂપ અનેપ, ઈણિપારિ સુંદર સકલ સપ; ધર્મ આરાધના કરતાં ઉદાર, માતપિતા ગયા સરગ મઝારિ. સંવેગ મારગ હીરજકુમાર, મત્સ્ય આલેચિં અસ્થિર સંસાર; આતમ સાધન ઈણિપરિ કીજે, અવર પ્રાણીને પ્રતિબોધ દીજે. અવર સહોદર શ્રીપાલ પાઍ અનુમતિ માર્ગો કુઅર ઉલ્હાસે; નિરુણ વયણનિજ પેભાઈ, વચન મ કાઠિસ ઈમ દુખદાઈ જે ધરિ હાઈ ધણુ ધન ચૂની બાંધવ વિહેણ સવિ દિસ સૂની; ધરણી પરણીને બહુવિધ ભેગ, વિલાતિ લખમી નારી સંભેગ. તતખણ હીરજી ઈણિપરિ બોલે, ચરિત્ર સુખને નહિ કેઈતોલિં; ઘો મુઝ અનુમતિ તુહમ ભવ્ય પ્રાણુ, બાંધવ જપે અમૃત વાણું. બહિન સુંદર જે વિમલાઈ નામ, પરણું તે પાટણપુર અભિરામ; અનુમતિ તેહની લેઈ ઉદાર, અને પમ રહ્યો સંયમ ભાર. અનુમતિ કારણુ બાંધવ દેઈ આવ્યા તે પાટણ પુરવર સાઈક For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ ત્યાગ. વિમલાઈ જપે સુણિને સુવિરા, વાત મેં કાઢિસ વ્રતની સુધીરા. લળી લળી તારે પાયે જ લાગું, પરાને નારી એ વર માગું; હીરજી સંવેગ ધરી અને રાગ, કહિ મે કીધે! બટરસ છડે છડ આંખિલ હવિહુ' છાંડુ', જિહાંલગિ' વ્રતસ્યું પ્રીત ન માંડુ, પિરિ' રહતાં કેાઇ ચ્યાર માસ, દેહ કશી જિમ પાન પલાસ. અહિન બાંધવ એ લિહું હડ જાણી, અનુમતિ માગે દુર્ગાદ વાણી; હીરજીને હઈઇ હરખ અપાર, તિણુ સમે આવ્યા શ્રી અણુગાર તપગચ્છ નાયક પૂજ્ય અંકુર' ગછપતિ ગિરૂ વિજેહાંત સૂરિ, સુદ્ધ ક્રિયાને નિરુપમ વેત્રે, દેખીતિ ભૂયા કુઅર વિશેષે'. કહિ મુઝ તારે સદ્ગુરુરાજ, ઘો મુઝ ક્રિખ્યા ભવજલ જિહાજ; અનેાપમ લક્ષણ બત્રીસ અગિ, દેખીની હરખ્યા શ્રી ગુરુર'ગે. જોશી પંડિતને શ્રી પૂજ્ય આપે, જોઈ જોતિકને મુહુરત થાવે; મહેાછવ મેટા અવિધ થાય, વારુ વાને લેષ પામરાય ચતુર રુવેધક ગજગતિ ચાલે, રુપે તે રભાસખુવડ માલે'; કંચુક કસતી પહિરણ ફાલી, ધવલ મગલ દીઇ તેવર ખાલી. મદ મત્તગજને ખધે વિરાજે રુપે કરીનેિ રિતે માદલ ભુગલ લેરિજ વાજે, પાંચ શબ્દાંને આગે થાવ છે. મેઘકુમાર, ઈણિપરિ ઊછવ મલીઆ માનવના તિહાં બહુઘાટ, જય જય જપે ચારણભાટ. ઇદ્ર તણિ પરિરિહ સકાર, આવ્યા જિહાં દીષ્ટા નમ ઉદાર; સવંતપનર છન્નુઈ[૧૫૯૬]જાણુ.....મૃગશિર દ્મિની ખીજ વખાણું. જય મંગળ કરતા ઉચ્ચાર, હીરુ આદરી સયમ દીધી દીખ્યા ને હરખ્યા છે તેામ, હીર હરષ તિહાં ઠવીઉજનામ.. ભાર; ૨ For Private And Personal Use Only રતિ લાજે; નીસાણ છાજે. અનેક પ્રકાર; Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦ www.kobatirth.org હીરવિજયસૂરિ આ પછી મુનિ હીરહ ગુરુ પાસે અભ્યાસ કરવા લાગ્યા. એમણે પહેલાં વાડ્મય શાસ્ત્રના અભ્યાસ કર્યા. એ પછી એ ગુરુની આજ્ઞા લઈને દક્ષિણમાં દેવગિરિમાં ન્યાયશાસ્ત્રના તેમણે અભ્યાસ કર્યો. ત્યાં જુદાં જુદાં પ્રમાણુશાસ્ત્રા, તર્ક પરિભાષા, મિતભાષિણી, રાશધર, મણિકંઠ, વરÇદાજી, પ્રશસ્તપદભાષ્ય, વર્ધમાન, વર્ધમાનેન્દ્ર, કિરણાવલિ વગેરેના તેમણે અભ્યાસ કર્યા. લક્ષણ, સામુદ્રિક, જયાતિષ અને કાન્યામાં એમણેનિપુણતા મેળવી.આ અભ્યાસમાં એમને જે ખર્ચ થયા તે બધા દેવિગરના સધે આપ્યા હતા. વામાં આવ્યું હતું. Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવિગિરથી હીરહ મદેશમાં નડુલાઈ નામના સ્થળે ગુરુ પાસે ગયા. ત્યાં એમણે સંવત ૧૬૦૭માં એમને પંડિતનુ પદ આપ્યું. એ પછી ૧૬૦૮માં તેમને વાચક ઉપાધ્યાયનું પદ મળ્યુ. આ પછીબે વર્ષે શિરાહીમાં સવત ૧૬૧૦માં એમને આચાર્ય પદે સ્થાપવામાં આવ્યા. એ પ્રસંગે મોટા મહાત્સવ યેાજવામાં આવ્યા હતા. એમને હીરવિજયસૂરિ એવું નામ આપ હીરજીને એ આઠ વર્ષના થયા ત્યારે દીક્ષા આપ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસુર ૧૧ વામાં આવી હતી. આને પરિણામે સૂબા પાસે ફરિયાદ થઈ હતી. એટલે એમને ત્રેવીસ દિવસ સુધી ગુપ્તવાસમાં રાખવામાંઆવ્યા હતા. આ પછીનાં વર્ષામાં પણ એમની સામે ખાટી ફરિયાદો થયા કરતી હતી. એક પ્રસંગે પાટણમાં એ ચામાસુ રહ્યા હતા. એ વખતે ત્યાં દુષ્કાળ પડયાહતા તેથીતેમનાથી વીરોધી એવા ગચ્છના સામસુંદર નામના એક સાધુએ સૂબા સમક્ષ એવી ફરિયાદ કરી હતી કે, હીરવિજયસૂરિએ વરસાદ બાંધ્યા છે તેથી આદુષ્કાળ પડયા છે. આ ફરિયાદને પરિણામે સૂબાના સિપાઈએ એમને પકડવા નીકળ્યા. આ વાતની હીરવિજયસૂરિને ખબર મળી ગઈ તેથી તે ગુપ્તવાસમાં ચાલ્યા ગયા હતા. એ રીતે એમને ત્રણ મહિના સુધી ગુપ્તવાસમાં રહેવુ પડયુ હતુ. આમ કેટલાંક વર્ષ સુધી એમને મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. એવી મુશ્કેલીઓ સહન કરતાં કરતાં એ ૧૬૩૮માં ગંધાર નામના બંદરે પહેાંચ્યા હતા. આ પહેલાં સંવત ૧૬૨૧માં એમના ગુરુ વિજ્યદાનસરના દેહાંત થયા હતા અને તેથી તેમને તપગચ્છનું આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. આ પછી For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂર એ ગુજરાતનાં અને રાજસ્થાનનાં અનેક સ્થળમાં પરિભ્રમણ કરતા રહ્યા હતા. આ અરસામાં ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના અંત આવ્યા હતા. શહેનશાહ અકબરે ગુજરાત જીતી લઈને પોતાના સામ્રાજ્યમાં બેડી દીધા હતા. તેનુ સામ્રાજ્ય સ્થિર થયા પછી તેને પેાતાના સામ્રાજ્યને સંગઠિત કરવાની ઇચ્છા થઈ. તેને લાગતું હતું કે જયાં સુધી ભારતમાં અનેક ધર્મો, અનેક જાતિએ, અને અનેક સંપ્રદાયા રહેશે ત્યાં સુધી દેશનુ સગઠન શકય નથી. આવી માન્યતાને પરિણામે એ બધાં ધર્મનાં સારાં તત્ત્વા એકત્ર કરીને એક નવા ધર્મ પ્રવર્તાવવા ઈચ્છતા હતા. આને માટે એ પેાતાની રાજસભામાં વિવિધ ધર્મના આચાર્યને અને વિદ્યાનાને ખેાલાવતા અને એમની પાસેથી એમના ધર્મ વિષેની માહિતી મેળવતા. એક વખત એ આવી સભા ભરીને બેઠા હતા. તેમાં તેણે પ્રશ્ન કર્યા: “મારા મહામંડળમાં સદનામાં એવા કાઈ પ્રસિધ્ધ સાધુ મહાત્મા છે કે જે નિષ્પાપ માની પ્રરુપણા કરતા હાય ?’’ આ પ્રશ્નના જવાબમાં એક સભાજને કહ્યું કે જૈન આચાર્ય પ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ વડે સંતોષ પમાડે છે. જે જે દેશમાં, જે જે શહેરમાં આ સૂરિએ વિહાર કર્યો ત્યાં ત્યાં ધનિકો સાતે ક્ષેત્રોમાં ધનનો વ્યય કરતા, તથા જીવની અમારિ, હમેશાં વ્રતગ્રહણ, દીનના ઉદ્ધાર, ભાવિકોથી પ્રાસાદોનો ઉદ્ધાર અને સ્વધર્મીઓની ભક્તિનાં કાર્ય થતાં હતાં. [ચાપાંબાઈ અકબરને કહે છે કે આવા અમારા દેવ છે કે જેની પ્રતિમા રચીને જેનું અમે ધ્યાન ધરીએ છીએ અને જે સિદ્ધિ આપે છે તથા અમારા ચિત્તમાં હમણાં સુગુરુ તો સુસાધુઓમાં ઉત્તમ એવા હીરવિજ્યાચાર્ય નામના છે કે જેનું ધન તે સંયમ છે, જેને આશય પોતાને અને પારકાને આત્મતુલ્ય ગણવાનો છે, અને જેઓ મિત્ર અને શત્રુના સમૂહને, પથ્થર અને મણિને, સ્ત્રી અને તૃણને સમદૃષ્ટિએ નિહાળે છે? આ જ પ્રસંગ વિશે આગળ આપણે જે “શ્રી હીરવિજયસૂરિ સલોકો” નામની કૃતિનો ઉલ્લેખ કર્યો છે તેમાં નીચે પ્રમાણેનું નિરૂપણ છે: For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ હીરવિજયસૂરિ હીરવિજયસૂરિ આ પ્રકારના મહાત્મા છે. આને અંગે એક બીજી વાત પણ પ્રચલિત છે. એક દિવસ બાદશાહે એક સરઘસને માર્ગ ઉપરથી જતું જોયું. એ સરઘસમાં સુખાસનમાં બેઠેલી એક સ્ત્રી હતી. અકબરે જયારે તપાસ કરી ત્યારે તેને માહિતી મળી કે એ બાઈએ છ મહિના સુધી ઉપવાસ કર્યા હતા અને તેને માટેનો મહોત્સવ ઉજવાતો હતે. અકબરે એબાઈને જયારે પૂછયું કે આટલા લાંબા ઉપવાસ કેવી રીતે થઈ શકે? ત્યારે એબાઈએ કહ્યું કે દેવગુરુની કૃપાથી એથઈશકે. એ ગુરુ વિષે અકબરે જયારે માહિતી માગી ત્યારે બાઈએ હીરવિજયસૂરિનું નામ આપ્યું. એ બાઈ અકબરના એક દરબારી સ્થાનસિંહની માતા ચાંપાબાઈ હતી. પદ્મસાગરકૃત જગતગુરુ કાવ્યમાં આપણને આ પ્રસંગની નોંધ મળે છે. એ નોંધ નીચે પ્રમાણે છે: આ ગચ્છમાં સુંદર એવા હીરવિજય ભટ્ટારકપણાને પામ્યા છે કે જેઓ આદર પામીને બેહજારનિગ્રંથ સાધુઓને સંશિક્ષણ આપે છે. અને ક્રમે કરી, હૃદયરુચિર, મિત, હિતકર અને જિનની પેઠે અકર્કશ વાકેથી ચારિત્ર એટલે દીક્ષારૂપી ઉપકારના પ્રદાનની વિધિ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ હીરવિજયસૂરિ “ગુરુજી માસું રહીઆ ગધાર,તિણ સમેં આગરા સહિર મઝાર, નામે એ શ્રાવિકા ચંપા ઉલ્હાસ, તપ તિહાં કીધે તેણેિ છ માસ ઉછવ સાથિ અનેક પ્રકારે, ચૈત્ય પ્રવાહિ દેવ જુહારે; દેખી આડંબર બહુ સરુપ રે કુણ પૂછે અકબર ભૂપ. જેરુ રે સાહિબ કહે આગેવાણ, રેજે કીએ છ માસ પ્રમાણ; અકબર કહે મેરે દિલમેં ન આવૅ વિગર અનાજિ હું રહ્યો જાય, એસી ઉરત હું જાય બુલા, નફર કહે તુમ મહેલમેં આવે; દીઠે રૂપે જ લખમી જ તુઠી, અકબર કહે આ વાત જ જૂઠી; અબ તેરે ઘરિ તું જાણું ન પાવે, રખું યાહીં ઉર દેખું કયાં જાવે, મેં ભી દેખુંગા એ હિ તમાસા, યુ કહી આપ્યા ખાસ આવાસા એક મહિના લગિ તિહાં જ રાખી નફરે થઈતિ વાત જ દાખી, સાહિબ ઈસકા દેખા દીદારા અકબર આયા તિહાં તિણ વારા. દીઠી નિહાં સૂરતિ અધિક સવાઈ, ખુશસ્યાબાસી તેરા તે બાઈ; વિગર અનાજે જાયું રહિણાં, સાચ કહિં તું મેરી જ ભેંણ. ચંપા પવને ધરીય ઉલ્હાસ, સાહિબા શ્રી ગુરુ દેવ પ્રસાદ; તિણ સમે સુંદર વચન વિલાસ, નરપતિ જપે ધરિય ઉલ્હાસ. વડે વડે સહિરે જપે ભૂતળાને, મોટું તુમ્હારે દેવ પીછાણે, ગુરુ પીર કહાં હૈ કુણ ઈસા, ખૂબ ખુદાકા અવતાર સા. શ્રાવક નસિંગ માનસિંગ નામ, તિણ સમે જપે કરી પ્રણામ; હિરવિજયસૂરિ નામ હમારા, ગુરુ પીર હમકુ બહુત હમારા. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ હીરવિજયસૂરિ આ રીતે જ્યારે શહેનશાહ અકબરને હીરવિજયસૂરિ વિષે માહિતી મળી ત્યારે એમણે ગુજરાતના સૂબા શિયાળુદ્દીન અહમદખાન ઉપર ફરમાન મેાકલ્યું. એ ફરમાનમાં હીરવિજયસૂરિને બાદશાહ પાસે જવાનુ નિમત્રણ આપવાનું કહેવામાં આવ્યુ હતું. સૂબાએ અમદાવાદના આગેવાન શ્રાવકાને ખાલાવીને આ વાત કરી. એ આગેવાના ગધારના બંદરે જઈ ને હીરવિજયસૂરિને મળ્યા. ત્યાં તેમણે બાદશાહના આમત્રણની વાત કરી. આ પ્રસંગે હીરવિજયસૂરિએ જવું કે કેમ તેને અંગે તેમના અનુયાયીઓમાં મતભેદ હતા. કેટલાક અનુયાયીઆ માનતા હતા કે એમણે જવું જોઈએ, પણ બીજા આશકા સેવતા હતા. આચાર્યશ્રીએ વિચાર્યું` કે, શહેનશાહ અકબર પાસે જવાથી લાભ થવાના સંભવ છે. એમણે પોતાના નિર્ણય જાહેર કરતાં કહ્યું: “ અકબર બાદશાહે મને ખાસ ખેલાવ્યા છે, મારે પણ પ્રાચ્ય દેશમાંનાં જિનાનાં દર્શન કરવાનાં છે તેથી મારા જવાથી ધર્મ વૃદ્ધિ થશે. એટલે કાઈ એ મારા જવાના નિર્ણયના વિરોધ કરવા જોઈએ નહિ.’’ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ ૧૭ ગધારથી વિહાર કરીને હીરવિજ્યસૂર અમદાવાદ આવ્યા. ત્યાં સૂબાએ દિલ્હી જવા માટે એમને બધાં સાધના પૂરાં પાડવાની તૈયારી કરી. પણ જૈન સાધુએ એવા કાઈ સાધનાનો ઉપયોગ કરતા નથી એટલે આચાર્યશ્રીએ એ સાધનાના અસ્વીકાર કર્યો. હીરવિજયસૂરિ ફત્તેહપુરસિક્ર જવા નીકળ્યા. એમની આગળ બાદશાહના દૂતા જતા હતા. માર્ગમાં સ્થળે સ્થળે એમનુ સ્વાગત થતું હતું. ફત્તેહપુરસિક્રિ પાસે ત્યાંના જૈન સધે તેમનુ સ્વાગત કર્યું. અમદાવાદથી અકબર સાથેના હીરિવજયસૂરિના સંપર્ક વિષે ઘણી માહિતી મળે છે. શત્રુજય પરના આદિનાથ મંદિરના હેમવિજયસૂરિએ રચેલા સંવત ૧૬૫૦ના લેખમાં એને અંગે જે નિરૂપણ છે, તે અહીં આપીએ: તમામ રાજાઓના શિરે જેની આજ્ઞા માળાની માફક ધારણ કરવામાં આવતી એવા શ્રીમાન અકબર શાહે તે(હીરવિજય)સૂરિના વાક્યાતુર્ય થી રંજીત થઈને છ મહિના સુધીના અમારા For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ હીરવિજયસૂરિ પડતુ વગડાવી સમસ્ત દેશમાં પાપના નાશ કરનારી ઉદ્દાષણા કરાવી. તેમના ઉપદેશને વશ થઈ હુ ધરીને બાદશાહ અકબરે પેાતાના સમસ્ત મંડળના વાસી જનામાં નિશ મરી જાય તેનું ધન લેવાનુ તથા જજિયાવેરો માફ કર્યાં. તેમની કલચૂર્ણ જેવી વાણી વડે નિર્મળ થયું છે. અંત:કરણરૂપ સરોવર જેવુ એવા કૃપાપૂર્ણ બાદશાહે પવિત્ર નીતિરૂપ સ્ત્રી ધારણ કરીને લેાકપ્રીતિ સંપાદન કરવા સારુ, બીજા રાજાએ માફ ન કરી શકે એવા કરો માફ કર્યા અને વળી ઘણાં પક્ષી તથા દીવાનાને છેાડી મૂક્યાં. સુધાને પણ કારે મૂકે એવી તેમની વાણીથી આહ્વાદ અને સતાષ પામેલા અકબર બાદશાહે તેમના મનની પ્રીતિ ખાતર પૈસા સાથેના કર વિશેષ લેવાના હતા તે માફ કરીને મહાતીર્થ શત્રુંજય પર્વત જેનાને આપી દીધા. તેમની વાણીથી મુદ્રિત થયેલા તેણે (શાહે) ઋગ્ણાવત હૃદયથી જાણે કે સરરવતીનું ગૃહ હોય નહિ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ એવું અપાર વાડભયવાળું પુસ્તકાલય બનાવ્યું. તેમના મેક્ષાભિલાષના પુંજથી ભાવનાવાળી બુદ્ધિવાળો, પવિત્રાત્મા અને રૂડા દર્શનવાળે શાહ તે મહાત્માના દર્શનને હંમેશ બહુમાન તરીકે ગણતો.” અકબરના દરબારમાં અબુલફઝલ નામને એક વિદ્વાન હતા. તેણે હીરવિજયસૂરિને પિતાને ત્યાં બેલાવી એમની સાથે વાદવિવાદ કર્યો હતો. ધર્મ અંગે તેણે ચર્ચા કરી હતી. આ પછી અકબર બાદશાહે દરબાર ભરીને હીરવિજયસૂરિનું સ્વાગત કર્યું. આ પ્રસંગે બાદશાહને માહિતી મળી કે આચાર્યશ્રી, છેક ગંધારથી ફતેહપુરસિક્રિ સુધી ચાલીને આવ્યો. હતા. એ એક વાર ભોજન લેતા હતા. એ ભૂમિ ઉપર સૂતા હતા. એ ઉપવાસી અનેક વ્રત કરતા હતા. આ બધું સાંભળીને બાદશાહ વિસ્મય પામ્યો. પછી હીરવિજયસૂરિને એકવાર બાદશાહે ચિત્રશા-- ળામાં નિમંત્રણ આપ્યું. ચિત્રશાળામાં એક ગાલિચે બિછાવેલો હતો. એ ગાલિચા ઉપર ચાલવાની હીરવિજયસૂરિએ ના પાડી. એમણે કહ્યું કે તેની નીચે કઈ જીવ હોય તો તેના ઉપર ચાલવાથી તેની હિંસા થઈ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ જાય. એટલે બાદશાહે ગાલિચો ઉપડાવીને નીચે જોયું તે ત્યાં કીડીઓ હતી. આ પછી હીરવિજ્યસૂરિએ શહેનશાહને જિને ધર્મના સિધ્ધાંત સમજાવ્યા. એની શહેનશાહ ઉપર ઘણી અસર થઈ.બાદશાહ હીરવિજ્યસૂરિને જગતગુરુનું બિરુદ આપ્યું, અને પર્વના દિવસોમાં પોતાના રાજ્યમાં હિંસા ન થાય એવી આજ્ઞા કરતા ફરમાન કાઢયા, આવાં ફરમાને જુદે જુદે પ્રસંગે કાઢવામાં આવ્યાં હતા અને એકંદરે એક વર્ષમાં છ મહિના અને અને છ દિવસ સુધી હિંસા ન થઈ શકે એવી સ્થિતિ થઈ હતી. હીરવિજયસૂરિ ઈ.સ. ૧૫૮૩માં ફત્તેહપુરસિક્રિ પહોંચ્યા હતા. એ ૧૫૮૫ સુધી ત્યાં રહ્યા. એ પછી એ ગુજરાત તરફ પાછા ફર્યા. એમની ગેરહાજરીમાંભાનું ચંદ્ર, શાંતિચંદ્ર વગેરે અનેક જૈન સાધુઓ અકબરના દરબારમાં રહ્યા હતા. એ બધાની અકબર ઉપર ઘણી અસર પડી હતી, એને પરિણામે જનસંપ્રદાયને ઘણે લાભ થયો હતે. અકબરના દરબારમાં જે વિદ્વાન હતા તે વિદ્વાનોના For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ અબુલફઝલે પાંચ વર્ગ પાડ્યા હતા. એ એકસો ચાલીસ વિદ્વાનેની યાદી અબુલફઝલે આઈને અકબરીમાં આપી છે. એમાં હરીજસૂર વિજયીસેનસૂર, અને ભાનચંદ્ર એવાં ત્રણ નામે છે. આ ત્રણ નામે હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને ભાનચંદ્ર ઉપાધ્યાયનાં છે એમ સ્પષ્ટ દેખાય છે. પ્રથમ વર્ગના વિદ્વાનોની વ્યાખ્યા અબુલફઝલે નીચેના શબ્દોમાં આપી છે: સમ્રાટ કે જે પોતે ભૌતિક અને આધિભૌતિક જગતને નાયક અને બહારના તેમ જ આંતરિક જગત ઉપર સાર્વભૌમ સત્તા ચલાવે છે તે પણ ખાસ લક્ષમાં લેવા ગ્ય પાંચ પ્રકારના સંતોને માન આપે છે. પ્રથમ વર્ગના પિતાના સિતારાના પ્રકાશમાં બાહ્ય તેમ જ અંદરની વસ્તુઓના ગુપ્તભેદો, રહસ્યો જોઈ શકે છે અને પિતાની સમજ તથા પિતાની દૃષ્ટિવિશાળતા વડે વિચારનાં બન્ને રાજ્યપ્રદેશ સારી રીતે જાણી શકે છે.' અબુલ ફઝલે હીરવિજ્યસૂરિને આ પ્રથમ વર્ગના સંતમાં સ્થાન આપ્યું હતું. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ર હીરવિજયસૂરિ હીરવિજયસૂરિના જીવન ઉપર પ્રકાશ પાથરે એવી ધણી માહિતી સૌરાષ્ટ્રમાં મળતા કેટલાક લેખામાં મળે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ફત્તેહપુરસિક્રેથી નીકળીને હીરવિજયસૂરિ વચ્ચે મેડતા, નાગેાર વગેરે સ્થળે થઇને અમદાવાદ આવ્યા. અમદાવાદમાં એ એક વરસથી વધુ સમય સુધી રહ્યા. ત્યાં એ ગુજરાતના એ સમયના સૂબા ખાન-ઇ- આઝમ અઝીઝ કાકાને મળ્યા હતા. અમદાવાદથી એ રાધનપુર ગયા હતા. ત્યાં તેમને અકબરના પત્ર મળ્યા હતા. આ પત્રમાં અકબરે હીરવિજયસૂરિને એમનાં શિષ્ય વિજયસેનસૂરિને પેાતાના દરબારમાં મોકલવા વિનંતી કરી હતી. ઈ.સ. ૧૫૯૪ના માર્ચમાં શત્રુંજય ઉપર જનના જે મેળા ભરાયા હતા તે કદાચ એ સ્થાન ઉપર મળેલા મેળાઓમાં સૌથી વધુ મોટા હતા. હીરવિજયસૂરિ આ યાત્રામાં આવ્યા હતા. એ યાત્રા માટે પાટણના જૈન સંઘે ગુજરાતના સંધાને તા આમત્રણ આપ્યાં જ હતાં, પણ એ પ્રસંગે રાજસ્થાન, પંજાબ અને બંગાળ સુધીના સધાને પણ આમંત્રણ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ અપાયાં હતાં. સૂરિજી પાટણથી યાત્રા માટે નીકળ્યા અને એમના સંધ અમદાવાદ પહોંચ્યા ત્યાં સુધીમાં તે તેમાં હજારોની સંખ્યા થઈ ગઈ હતી. આ વખતે અકબરના બીજો શાહજાદા મુરાદ ગુજરાતના સૂબા હતા. એણે અમદાવાદમાં હીરવિજયસૂરિનુ ભવ્ય સ્વાગત કર્યું' હતું. અમદાવાદથી ધાળકાના માર્ગે સધ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા. એ વખતે સૌરાષ્ટ્રમાં ફેાજદાર તરીકે નવરંગખાન નામે એક અધિકારી હતા. તેણે પણ હીરવિજયસૂરિનુ ભવ્ય સ્વાગત કર્યું. For Private And Personal Use Only ૨૩ વિક્રમ સંવત ૧૬૫૦ ચૈત્રિપૂર્ણિમાને દિવસે એટલે ઈ.સ. ૧૫૯૪ના માર્ચની છવીસમી તારીખે સંઘ શત્રુંજયના પર્વત ઉપર જવાના હતા. ચૈાદસની રાત્રિએ આખા સધ તળેટીમાં રહ્યો અને બીજે દિવસે સવારે યાત્રીઆ તીર્થસ્થાન ઉપર ગયા. સંધ તીર્થ - સ્થાન ઉપર જવા નીકળ્યા તે પહેલાં હીરવિજયસૂરિ એ શત્રુંજ્ય માહાત્મ્ય વિષે એક પ્રવચન આપ્યુ હતુ. યાત્રા કરી સંઘ પાલીતાણામાં પાછા ફર્યા ત્યારે દીવના જૈનસંઘ તરફથી એમને દીવ આવવાના આગ્રહ થયું. આ આગ્રહ કરનાર લાડકીબાઈ નામે એક Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ હીરવિજયસૂરિ શ્રીમંત શ્રાવિકા હતાં. પાલીતાણાથી સંધ વિખરાયો. હીરવિજયસૂરિ ચૌટા અને દેલવાડાના માર્ગે દીવ ગયા. દીવમાં જઈને આવ્યા પછી એમણે ત્યાંથી નજીક આવેલા ઉનામાં નિવાસ કર્યો. આ અરસામાં રચાયેલા બે લેખો શત્રુજ્ય ઉપર છે.એ બન્નેમાં હીરવિજયસૂરિની પ્રેરણાને ઉલ્લેખ છે. અકબરને ફરમાને વિષે પણ એમાં માહિતી આપવામાં આવી છે. તેમાં હીરવિજયસૂરિના શિષ્ય વિષે પણ કેટલીક માહિતી આપવામાં આવી છે. ૧પલ્પની વર્ષો પછી હીરવિજયસૂરિને કાર્યક્રમ ફરીને વિહાર કરવાનો હતો, પણ એ માંદા પડયા અને એમને ઉનામાં રોકાઈ રહેવું પડયું. એમને લાગતું હતું કે એમને દેહ હવે વધુ સમય સુધી ટકશે નહીં. એટલે એમની ઇચ્છા પિતાના પટશિષ્ય વિજયસૂરિને મળવાની હતી. આ સમયે લાહોરમાં હતા. હીરવિજયસૂરિ પછી તપગચ્છના એ આચાર્ય થવાના હતા. આચાર્યશ્રીને સંદેશ લઈને ધનવિજયજી નામના એક સાધુ લાહોર ગયા. ત્યાં વિજયસેનસૂરિને એમણે ગુનો સંદેશો પહોંચાડે. પણ આ સંદેશો એમને સમય For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ ૨૫ સર પહોંચ્યું નહીં. એ બનતી ઉતાવળે પોતાના ગુરૂને મળવા ચાલી નીકળ્યા પણ એ પાટણ પહોંચ્યા ત્યાં એમને માહિતી મળી કે ગુરુદેવનો દેહાન્ત થઈ ગયો હતે. એમનો દેહાન્ત સંવત ૧૬પરના ભાદરવા સુદ ચોથને દિવસે એટલે ઈ. સ. ૧૫૫ના સપ્ટેમ્બરની ચોથી તારીખે ઉના મૂકામે થયે હતે. હીરવિજયસૂરિની અંતિમયાત્રા ભવ્ય હતી. હજારો અનુયાયીઓ એ યાત્રામાં જોડાયા હતા. નગર બહાર એક આંબાવાડિયામાં પંદર મણ સુખડ, ત્રણ મણ અગર, ત્રણ શેર કપુર, બે શેર કસ્તુરી અને ત્રણ શેર કેસરની ચિતા રચવામાં આવી હતી. આ પ્રસંગે જિન સાધુઓએ ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા. અકબરે હિરવિજયસૂરિના દેહાન્તના પ્રસંગે શોક અનુભવ્યો હતો. તેણે જે આંબાવાડિયામાં હીરવિજયસૂરિને અગ્નિદાહ દેવામાં આવ્યો હતો એ આંબાવાડિયા સાથે બાવીસ વીઘા જમીન હીરવિજયસૂરિની સ્મૃતિ જાળવવા દાનમાં આપી હતી. આ સ્થાનમાં હીરવિજયસૂરિની સમાધિ બાંધવામાં આવી છે. સંસ્કૃત ભાષામાં લખાયેલો એકલેખ છે. એલેખમાં હિર For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ વિજયસૂરિની પ્રશસ્તિ છે. આ સ્થાન શાહબાગના નામથી ઓળખાય છે અને ત્યાં એક જૈન દહેરાસર બાંધવામાં આવ્યું છે. એ સ્થાનમાં જે સંસ્કૃત લેખ છે તે નીચે પ્રમાણે છે: “આ પવિત્ર હીરવિજયનાં પાદૂચિહનો છે. એ એમની સમાધિ ઉપર આલેખાયાં છે. એ પાચિહ્નો પવિત્ર હીરવિજય જે જગતગુરુ હતા અને જેમણે શત્રુ જ્યની યાત્રા કરી હતી અને જે યાત્રામાં દેશદેશના યાત્રીઓ સામેલ હતા અને જેમણે ભાદરવા સુદ એકાદશીના દિવસે નિર્વાણ મેળવ્યું હતું અને જયાં એમને અગ્નિદાહ દેવા એ સ્થાને આમ્રવૃક્ષોમાં તરત જ ફળ આવ્યાં હતાં. એમના અનેક ગુણે વિષે સાંભળીને એમના તપ, ત્યાગ ઈત્યાદિથી આકર્ષાઈને શહેનશાહ અકબરે એમને દિલ્હી પ્રદેશમાં આવવા આમંત્રણ આપ્યું હતું અને જીવહિંસા બંધ કરાવી હતી શત્રુંજયના યાત્રીઓ ઉપરને મુંડકાવેરો બંધ કરાવ્યો હતો અને જજિયાવેરો પણ બંધ કરાવ્યો હતો. આ પગલાં પંડિત મેઘાએ, એમનાં પત્ની લાડકીએ અને એમના અન્ય કુટુંબીઓએ મુકાવ્યાં છે અને તેને અર્પણવિધિ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ ૨૦ તપગચ્છના વડા ભટ્ટારક વિજયસેને, ઉપાધ્યાય વિમલહર્ષ ઘણીએ ઉપાધ્યાય કલ્યાણુવિજય ધણીએ અને ઉપાધ્યાય સેામવિજય ધણીએ વિક્રમ સંવત ૧૬પરના કારતક વદ પાંચમના દિવસે કર્યાં હતા. એ સૌ સુખી રહેા અને સન્માન પામતા રહેા. આ લેખ પદ્માનંદ ધણીએ રચ્યા છે. ઉન્નતનગર સદા સમૃદ્ધિવતુ રહેા.” આવી જ રીતે આ પછી એક મહિને શત્રુંજય ઉપર હીરવિજયસૂરિની પાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એમાં પણ હીરવિજયસૂરિની સિદ્ધિ વિષે ઉલ્લેખ છે. એટલે હીરવિજયસૂરિ વિષે આપણી પાસે જે માહિતી છે એ માહિતી અતિહાસિક છે એ વિષે શંકા નથી. એ માહિતી જૈન રાસામાં છે, શહેનશાહના ફરમાનેામાં છે અને લગભગ એ જ સમયે રચાયેલા શિલાલેખામાં છે. એ બધી માહિતી બતાવે છે કે ઇ. સ.ની ૧૬મી સદીના ઉત્તરાર્ધ માં હીરવિજયસૂરિ ગુજરાતના સંસ્કાર—જીવનના એક મહત્ત્વના અગ્રણી હતા. આ બધી માહિતીના ઉપયોગ કરીને એમના વ્યક્તિત્વના પરિચય આપવાના પ્રયત્ન For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ આપણે હવે કરીશું. પ્રભાકવ હીરવિજયસૂરિના વ્યક્તિત્વના પરિચય મેળવવા માટે સૌથી પ્રથમ એમના દર્શનના પરિચય મેળવવા જોઈએ. એ જૈન હતા એ તા સુવિદિત છે. પણ જૈનદર્શન વિષે એ જે રીતે નિરૂપણ કરતા એ રીત વિશિષ્ટ છે. એમના દર્શન અને એમની પદ્ધતિના પરિચય આપણને સૌથી વધુ સ્પષ્ટ સ્વરૂપે એમણે શહેનશાહ અકબરને જે પહેલા મેધ આપ્યા તેમાંથી મળે છે. એ મેધ અહીં આપીએ : For Private And Personal Use Only “જેમ એક મકાનને બનવવાવાળા મનુષ્ય, એ મકાન સબંધી હંમેશાંની નિ યતાને માટે તેની ત્રણ વસ્તુ બહુ દઢ-મજબૂત બનાવે છે: [૧] પાયા, [૨]ભીતા અને[૩]ધરણ[માભ].જે મકાનની આ ત્રણ વસ્તુ મજબૂત હેાય છે, તે મકાનને એકાએક પડવાના ભય તેના માલિકાને રહેતા નથી. તેવી જ રીતે મનુષ્યજીવનની નિર્ભયતાને માટે મનુષ્ય માત્રે દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા કરીને તેને સ્વીકાર કરવા જોઈએ. કારણ કે, એ કુદરતના કાયદો છે કે, મનુષ્ય ગુણીની સેવા કરે, ગુણી જે નિર્ગુણીની Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ ૨૯ સેવના કરે તે નિર્ગુણી બને છે. અને માટે દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા એવી જ રીતે કરવી જોઈએ. “ વસ્તુત : વિચારીએ તેા સ`સારમાં મત-મતાન્તરોના અથવા દનાના જે ઝઘડા લેવામાં આવે છે, તે ઈશ્વરને લઈને જ છે; અને તે ઈશ્વરને માનવામાં તે જો કે કાઇની ‘હા’‘ના’ કામની નથી, પરંતુ નામામાં ભેદ પડવાથી અને ઈશ્વરના સ્વરૂપનેબીજી બીજી રીતે માનવાથી ઝઘડા ઊભા થયેલા છે. આ ઇશ્વરનાં અનેક નામે – દેવ, મહાદેવ, શંકર, શિવ, વિશ્વનાથ, હરિબ્રહ્મા, ક્ષીણાષ્ટકર્મા, પરમેષ્ઠી, સ્વયંભૂ, જિન, પારગત, ત્રિકાલિત, અધીશ્વર, શંભુ, ભગવાન, જગત્પ્રભુ, તીર્થંકર, જિનેશ્વર, સ્યાદ્વાદી, અભયદ, સજ્ઞ, સદશી, કેવલી, પુરુષેાત્તમ, અશરીરી અને વીતરાગ વગેરે નામેા ગુણનિષ્પન્ન છે, અર્થાત તે નામાના અર્થમાં કાઈ ને વિવાદ છે જ નહિ; પરંતુ નામમાત્રમાં જ ભિન્નતા માનેલી લેવામાં આવે છે. આ દેવ–મહાદેવ ઇશ્વરનુ સ્વરૂપ ટુંકમાં કહીએ તે આ જ છે કે, “ જેને કલેશ ઉત્પન્ન કરનાર રાગ નથી, શાન્તિરૂપી કાષ્ઠને બાળવામાં દાવાનળ સમાન દ્વેષ નથી; For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ હીરવિજયસૂરિ સમ્યગ જ્ઞાનને નાશ કરવાવાળે અને અશુભ વર્તનને વધારનાર મોહ નથી, અને ત્રણ લેકમાં જેને મહિમા પ્રસરેલો છે, તે મહાદેવ કહેવાય છે. વળી જે સર્વજ્ઞ છે, શાશ્વત સુખના માલિક છે, અને જેમણે પોતાના સમસ્ત કર્મોનો ક્ષય કરીને મુક્તિ-સુખને મેળવેલું છે, તેમજેમણે પરમાત્મપદને પ્રાપ્ત કર્યું છે, તે મહાદેવ અથવા ઈશ્વર કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, ઈશ્વર જન્મ, જરા અને મરણથી રહિત છે, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પણ તેને નથી, તેમ રોગ, શોક અને ભયથી પણ રહિત હોઈ, તે અંનત સુખને અનુભવ કરે છે. “ઈશ્વરના ઉપર્યુક્ત સ્વરૂપ ઉપરથી આપણે સહજ સમજી શકીએ છીએ કે, ઈશ્વરને ફરીથી સંસારમાં જન્મ ધારણ કરવાનું કંઈ પણ કારણ રહેતું નથી. કારણ કે તે સમસ્ત કર્મોના ક્ષયરહિત હોઈ, તે સિવાય સંસારથી મુક્ત થઈ શકે નહિ અને મુક્ત થયેલો આત્મા પુન: સંસારમાં આવી શકે નહિ. જૈનધર્મનો આ અટલ સિદ્ધાંત છે. “સંસાર” શબ્દથી અહીં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિએ સમજવાની છે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ ૩૧ “જે પાંચ મહાવ્રતા ( અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ)નું પાલન કરે છે, ભિક્ષાપાત્રથી પાતનો નિર્વાહ કરે છે, જે સમભાવ. રૂપ સૉમાયિકમાં હમેશાં સ્થિર રહે છે અને જેઆ ધર્મના ઉપદેશ કરે છે, તે ગુરુ કહેવાય છે. ગુરુનાં આ લક્ષણાના જેટલા વિસ્તૃત અર્થ કરવા હાય, તેટલા થઈ શકે; અર્થાત્ સાધુના સમરત આચાર વિચારો અને વ્યવહારોના સમાવેશ ઉપર્યુકત પાંચ બાબતામાં થઈ જાય છે. ગુરુઓમાં સૌથી મોટામાં મોટી એ બાબતે તેા હાવી જ જોઈ એ–સ્ત્રીના સંસર્ગના અભાવ અને મુર્છાના ત્યાગ. આ બે બાબતે જેનામાં ન હેાય, તે ગુરુ તરીકે માની શકાય જ નિહ. આ બે બાબતાની રક્ષાપૂ કજ સાધુએએ-ગુરુઓએ પેાતાના બધા આચારા પાળવાના છે. વળી ગુરૂ તે છે કે, જે પેાતાની જીવાને વશમાં રાખે, અર્થાત્–સારા સારા પદાર્થો—ગરિષ્ઠ પદાર્થો વારવાર વાપરે નહિ. ગમે તેવાં કષ્ટાને પણ સમભાવપૂર્વક સહન કરે. એક્કા, ગાડી, ઘેાડા, ઊંટ, હાથી અને થ વગેરે કાઈ પ્રકારના વાહનામાં બેસે નહિ અને મન, For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ વચન, કાયાથી કોઈ પણ જીવને તકલીફ પહોંચે એવું કામ પણ ન કરે. પાંચે ઈદ્રિના વિષયેને કાબૂમાં રાખવા પ્રયત્ન કરે. માન-અપમાનની દરકાર કરે નહિ. સ્ત્રી, પશુ અને નપુંસકના સહવાસથી દૂર રહે. એકાંત સ્થાનમાં સ્ત્રીની સાથે વાત પણ કરે નહિ, તેમ શરની શુશ્રુષા પણ કરે નહિ. હંમેશ યથાશક્તિ તપસ્યાને આદર કરે. ચાલતાં, બેસતાં, ઊઠતાં, ખાતાં, પીતાં, દરેક ક્રિયા કરતાં બરાબર ઉપયોગ રાખે; રાત્રે ભજન કરે નહિ, અને મંત્રજંત્ર વગેરેથી પણ દૂર રહે. વળી અફીણ આદિનું વ્યસન પણ રાખે નહિ. ઇત્યાદિ અનેક આચાર સાધુઓએ–ગુરુઓએ પાલન કરવાના છે. ટૂંકાણમાં કહીએ તો ‘ ગુદાનાં વત્ મૂળે તત સાઘનાં ઘorg ગૃહસ્થોને જે ભૂષણ છે, તે સાધુઓને દૂષણરૂપ છે.” - સૂરિજીએ આ પ્રસંગે એ પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે, “જે કે આ પ્રમાણેના ગુના આચારોને અમે સંપૂર્ણ પાળીએ છીએ, એમ હું કહેવા માગતો નથી; પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે યથાશક્તિ તે આચારોને પાળવા અમે અવશય પ્રયત્ન કરીએ છીએ. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ ૩૩ ધર્મને માટે તો વિશેષ કહેવા જેવું રહેતું જ નથી. કારણ કે, સંસારમાં અજ્ઞાની મનુષ્ય જે ધર્મનું નામ કલેશ કરે છે, તે વસ્તુતઃ ધર્મ જ નથી. જે ધર્મથી મનુષ્યો મુક્તિનું સુખ લેવા ચાહે છે અથવા જેનાથી મુક્તિનું સુખ મળે છે, તે ધર્મમાં કલેશ હાઈ શકે જ નહિ; ખરી રીતે તે ધર્મ તે એનું નામ છે કે અન્નજળ શુદ્ધિવં ધર્મવં જેનાથી અંતકરણની શુદ્ધિ થાય, હૃદયની પવિત્રતા થાય, તેનું નામ જ ધર્મ છે. પછી અંત:કરણની શુદ્ધિ-નિર્મળતા ગમે તે કારણોથી થાય.બીજા શબ્દોમાં કહીએ તે વિષયનિત્તિ વં ધર્મના વિષયથી નિવૃત્ત થવું દૂર–થવું એનું નામ જ ધર્મ છે. હવે એમાં વિચાર કરવાની વાત એ છે કે, આ પ્રમાણે ધર્મનું લક્ષણ કરવામાં આવે, તો કેઈને પણ કલેશનું કારણ રહે ખરું? કલેશનું કારણ તો દૂર રહ્યું, પરંતુ કોઈને અસ્વીકાર કરવાને પણ વખત આવે ખરો? કદાપિ નહિ. ખરો ધર્મ તો દુનિયામાં આ જ છે અને આ જ ધર્મથી મનુષ્ય ઈચ્છિત સુખનેચાવત મુક્તિસુખને પણ પ્રાપ્ત કરે છે. હીરવિજયસૂરિના વ્યક્તિત્વના પ્રભાવથી શહેન For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ હીરવિજયસૂરિ શાહ અકબરે જે ફરમાન બહાર પાડ્યાં હતાં એ ફરમાનોમાં પણ આપણને તેમની અસરનો પરિચય મળે છે. આ ફરમાનમાં પહેલું ફરમાને તે અબુલફઝલે લખ્યું હતું. એટલે અબુલફઝલ પણ એમને કે પ્રશંસક હતો તેનો ખ્યાલ એ ફરમાનમાંથી આવે છે. એવું આ પહેલું ફરમાન અહીં આપીએ. ફરમા નં. ૧નો અનુવાદ અલ્લાહુ અકબર જલાલુદ્દીન મુહમ્મદઅકબર બાદશાહગાજીનું ફરમાન. અલ્લાહુ અકબરના સિકકા સાથે શ્રેટ ફરમાનની નકલ. અસલ મુજબ છે મહાન રાજ્યને ટેકે આપનાર, મહાન રાજ્યના વફાદાર, સારા સ્વભાવ અને ઉત્તમ ગુણવાળા, અજિત રાજ્યને મજબૂતી આપનાર, શ્રેષ્ઠ રાજયના ભરોસાદાર, શાહી મહેરબાનીને ભોગવનાર, રાજાની નજરે પસંદ કરેલ ઊંચા દરજજાના ખાનના નમૂના સમાન મુબારિજજુદ્દીન (ધર્મવીર) આઝમખાને બાદશાહી મહેરબાનીઓ અને બક્ષિસના વધારાથી For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ ૩૫ શ્રેષ્ઠતાનું માન મેળવી જાણવું જે જુદી જુદી રીતભાત વાળા. ભિન્ન ધર્મવાળા, વિશેષ મતવાળા અને ભિન્ન પંથવાળા, સભ્ય કે અસભ્ય, ન્હાના કે હેટા, રાજા કે રંક, અથવા દાના કે નાદાન–દુનિયાના દરેક દરજજા કે જાતના લોકો, કે જેમાંની દરેક વ્યકિત પરમેશ્વરના નૂરને જાહેર થવાની જગ્યા છે; અને દુનિયાને પેદા કરનારે નિર્માણ કરેલ ભાગ્યને જાહેર થવાની અસલ જગ્યા છે, તેમ જ સૃષ્ટિસંચાલક (ઈશ્વર)ની અજાયબીભરેલી અનામત છે, તેઓ, પોતાના શ્રેષ્ઠ માર્ગમાં રહીને દઢ તથા તન અને મનનું સુખ ભોગવી પ્રાર્થના અને નિત્ય ક્રિયાઓમાં તેમ જ પોતાના દરેક હેતુઓ પ્રાપ્ત કરવામાં લાગેલા રહી શ્રેષ્ઠ બક્ષિસ કરનાર (ઈશ્વર)તરફથી અમને લાંબી ઉંમર મળે, અને સારાં કામ કરવાની પ્રેરણા થાય, એવી દૂવા કરે. કારણ કે, માણસજાતમાંથી એકને રાજાને દરજજે ઊંચે ચઢાવવામાં અને સરદારીને પહેરવેશ પહેરવામાં પૂરેપૂરું ડહાપણ એ છે કે તે સામાન્ય મહેરબાની અને અત્યંત દયા. કે જે પરમેશ્વરની સંપૂર્ણ દયાનો પ્રકાશ છે, તેને પિતાની નજર આગળ રાખી જે તે બધાની સાથે મિત્રતા For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ હીરવિજયસૂરિ મેળવી ન શકે; તો કમમાં કમ બધાની સાથે સલાહ–સંપનો પાયો નાખી પૂજવાલાયક જાતના (પરમેશ્વરના) બધા બંદાઓ સાથે મહેરબાની, માયા અને દયાને રસ્તે ચાલે અને ઈશ્વરે પેદા કરેલી બધી વસ્તુઓ (બધાં પ્રાણીઓ), કે જે ઊંચા પાયાવાળા પરમેશ્વરની સૃષ્ટિનાં ફળ છે, તેમને મદદ કરવાની નજર રાખી તેમના હેતુઓ પાર પાડવામાં અને તેમના રીતરિવાજે અમલમાં લાવવામાં મદદ કરે, કે જેથી બળવાન નિર્બળ ઉપર જુલ્મ નહિ ગુજારવતાં, દરેક મનુષ્ય મનથી ખુશી અને સુખી થાય. આ ઉપરથી યોગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિ સેવડા અને તેના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હજૂરમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારમાં ખરા હિતેછુઓ છે, તેમના યોગાભ્યાસનું ખરાપણું, વધારે અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયે કે- તે શહેરના [તે તરફના] રહેવાસીઓમાંથી કેઈએ એમને હરક્ત [અડચણ] કરવી નહિ, અને તેમનાં મંદિર તથા ઉપાશ્રયમાં ઉતારે કરવો નહિ; For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ ૩૭ તેમ તેમને તુચ્છકારવા નહિ. વળી જે તેમાંનુ [મંદિરે કે ઉપાશ્રયેામાંનુ]કઈ પડી ગયુ કે ઉજજડ થઈ ગયું હાય, અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારવા કે તેના પાયા નાખવા ઇચ્છે, તેા તેના, કાઈ ઉપલક જ્ઞાનવાળાએ (અજ્ઞાનીએ) કે ધર્માન્ચે અટકાવ પણ કરવા નહિ અને જેવી રીતે ખુદાને નહિ આળખનારા, વરસાદને અટકાવ અને એવાંખીજા કામેા કે જે ઈશ્વરના અધિકારનાં છે, તેના આરોપ, મૂર્ખાઈ અને બેવકૂફીને લીધે જાદુનાં કામ જાણી, તે બિચારા ખુદાને એળખનારા ઉપર મૂકે છે અને તેમને અનેક પ્રકારનાં કો આપે છે; એવાં કામેા તમારા રક્ષણ અને બંદોબસ્તમાં, કે જે તમે સારા નસીબવાળા અને બાહેાશ છે, થવાં જેઈએ નહિ. વળી એમ પણ સાંભળવામાં આવ્યુ છે કે, હાજી હબીબુલ્લાહ કે જે અમારી સત્યની શોધ અને ખુદાની એળખાણ વિશે થોડુ જાણે છે, તેણે આ જમાતને ઈજા કરી છે, એથી અમારા પવિત્ર મનને, કે જે દુનિયાના બંદોબસ્ત કરનાર છે, ઘણું ખાટુ લાગ્યુ છે (દુ:ખનું કારણ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ હીરવિજયસૂરિ થયું છે); માટે તમારે તમારી રિયાસતથી એવા ખબરદાર રહેવું જોઈએ કે, કાઈ કાઈના ઉપર જુલ્મ કરી શકે નહિ. તે તરફના વર્તમાન અને ભવિષ્યના હાર્કમા, નવાબેા અને રિયાસતના પૂરેપૂરો અથવા કેટલેક અંશે કારભાર કરનારા મુત્સદ્દીઓના નિયમ એ છે કે, રાજાના હુકમ કે જે પરમેશ્વરના ફરમાનનું રૂપાન્તર છે, તેને પોતાની સ્થિતિ સુધારવાના વસીલે જાણી તેનાથી વિરુદ્ધ કરે નહિ અને તે પ્રમાણે કરવામાં દીન અને દુનિયાનું સુખ તથા પ્રત્યક્ષ સાચી આબરુ જાણે. આ ફરમાન વાંચી તેની નકલ રાખી લઈ તેમને આપવુ જોઈએ, કે જેથી હંમેશાંની તેમને માટે સનદ થાય. તેમ તેઓ પેાતાની ભક્તિની ક્રિયાઓ કરવામાં ચિંતાતુર પણ થાય નહિ અને ઈશ્વરભક્તિમાં ઉત્સાહ રાખે. એ જ ફરજ જાણી એથી વિરુદ્ધના દખલ થવા દેવા નિહ. ઇલાહી સંવત ૩૫ નાં અઝાર મહિનાની છઠ્ઠી તારીખને ખુરદાદ નામના દિવસે લખ્યું. મુતાબિક ૨૮ માહેં મુહરમ સને ૯૯૯ હીઝરી. મુરીદા (અનુયાયીએ)માંના નમ્રમાં નમ્ર અબુલક્ઝુલના લખાણથી અને ઈબ્રાહીમ હુસેનની For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ નોંધની નકલ અસલ મુજબ છે. હીરવિજયસૂરિ ઈ. સ. ની ૧૬મી સદીમાં થઈ ગયા. એ જમાનામાં સૌથી વધુ મહત્ત્વનું ઇતિહાસ-ક વ્ય સંસ્કાર સમન્વયનું હતું. એવા સમન્વય ધર્મ ને પેાષક એવું મુખ્ય લક્ષણ સહિષ્ણુતાનુ છે. હીરવિજયસૂરિમાં એ લક્ષણ હતું, એટલે તેા જેને સમાજ મ્લેચ્છ કે ચવન ગણતા હતા એવા શહેનશાહ અકબરને પ્રતિબેાધ કરવામાં એમણે સંકાચ ન અનુભવ્યા, પણ એમની સહિષ્ણુતા દૃઢતાના અભાવનું પરિણામ ન હતું. પેાતે પેાતાના સિદ્ધાંતામાં સ્થિર રહેતા. પણ એ સિદ્ધાંતામાં ન માને તેના તરફ અસહિષ્ણુ નબનતા. ? હિરવિજયસૂરિ વિદ્વાન પણ હતા. એમનુ પેાતાનુ સર્જન તા ઘણું થાડુ છે. જબુદ્વીપ, પ્રજ્ઞપ્તિ ટીકા અને અંતરિક્ષ પ્રાર્થનાથત્વ જેવી એમની બહુ થોડી કૃતિઓ મળેછે. પણ અબુલફઝલ જેવા એમના સમયના વિદ્વાનેા સાથેની ચર્ચામાંએ જે છાપ પાડતા એ એમની વિદ્વતાનેા પુરાવેા છે. For Private And Personal Use Only ૩૯ આવા હીરવિજયસૂરિએ જ્ઞાન, ધ્યાન તપસ્યા, દયા, દાક્ષિણ્ય, લોકેાપકાર અને `જીવદયાના સદેશે। Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ આપીને એમના પિતાના સમય ઉપર તો અસામાન્ય પ્રભાવ પાડયો હતો, પણ સાથે સાથે એમણે ભવિબના ગુજરાતના ઘડતર ઉપર સવિશેષ અને ભવિષ્યના ભારતના ઘડતર ઉપર સામાન્ય પ્રભાવ પાડ્યું છે. હીરવિજયસૂરિના દેહાંતના સમયે અકબર બાદશાહે જે વચને ઉચ્ચાર્યા હતાં એમ હીરવિજયસૂરિરાસના કવિ ઋષભદાસ નોંધે છે એ વચને અહીં ઉતારીને આપણે આ સમર્થ ગુજરાતી પ્રભાવક હીરવિજયસૂરિના જીવન–પરિચયની પૂર્ણાહુતિ કરીશું: “ધન જીવ્યું જગતગુરુનું, કર્યો જગ ઉપગાર રે. “મરણ પામ્ય ફળ્યા આંબા, પાયે સુર અવતાર રે. હીર.૫ શેખ અબુલફઝલ અકબર, કરે ખરેખર તામ રે અસ્યા ફકીર નહિ રહ્યા કાલે, બીજા કુણ નર નામ રે.હીર.૬. જેણે કમાઈ કરી સારી, વે લહે ભવપાર રે ખેર મહિર દિલ પાક નાહિં, ખેયા આદમી અવતાર હીર.૭ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનચરિત્રમાળા. લેખક : ધનવન્ત ઓઝા [ ૧૯૬૪ માં પ્રગટ થરો. ] - ૧૦૧ ફાર્બસ સાહેબ ૧૨૬ અબાસ તૈયબજી ૧ ૨ કરસનદાસ મૂળજી ૧ર૭ આનંદધન ૧૦૩ બળવંતરાય ક. ઠાકોર ૧૨૮ શિવાજી મહારાજ ૧૦૪ લલિત ૧૨૯ મહારાણા પ્રતાપ ૧૦૫ મહિપતરામ ૧૩૦ ચંદ્રશેખર રામન ૧૦૬ જયકૃણભાઈ ૧૩૧ વસ્તુપાળ-તેજપાળ ૧૦૭ રમણલાલ દેસાઈ ૧૩૨ સુબ્રમણ્યમ ભારતી ૧૦૮ કેશવ હર્ષદ ધ્રુવ ૧૩ ૩ એની ખસેનને ૧૦૯ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ૧૩૪ ઝાંસીની રાણી ૧૧૦ નારાયણ મારેશ્વર ખરે ૧૩૫ શેકસપિયર ૧૧૧ મહમ્મદ બેગડો ૧૩૬ શ્રી અરવિંદ ૧૧ર કુમારપાળ ૧૩૭ મેકસીમ ગાર્ક ૧૧૩ ભોળા ભીમદેવ ૧૩૮ બાલાશંકર ૧૧૪ કરણ વાધેલા. ૧૩૯ રવિશંકર રાવળ ૧૧૫ મૂળરાજ સોલંકી ૧૪૦ ભગવતસિંહજી ૧૧ ૬ વનરાજ ચાવડા ૧૪૧ લાખાજીરાજ ૧૧૭ વલ્લભ મેવાડા ૧૪ર અમૃતલાલ શેઠ ૧૧૮ શ્યામજી કૃષ્ણ વર્મા ૧૪૩ કાકા કાલેલકર ૧૧૯ હરિભદ્રસૂરિ . ૧૪૪ ધ્રાંડો કેશવ કર્વ ૧૨૦ અરદેશર કેટવાળ. ૧૪૫ દુર્ગારામ મહેતાજી ૧૨૧ આનંદશંકર ધ્રુવ ૧.૪ " સરદાર ભગતસિંહે ૧૨૨ નારાયણ હેમચંદ્ર ૧૪૭ કિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ૧૩ બોટાદકર ૧૪૮ ભવભૂતિ ૧૨૪ નરસિંહરાવ દીવેટિયા ૧૪૯ લાલા લજપતરાય ૧૨૫ ઝંડુ ભટ્ટજી ૧૫૦ હર્ષવર્ધન For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનચરિત્રમાળા - 0 6 - લેખક જુના રોગો જોતા. " [956 થી 1962 સુધીમાં પ્રગટ થયેલાં પુસ્તકો ] 1 થી 7 ગાંધીજી 29 હે! ચી–મહું 0-75 ભાગ 1 થી 7 - 4-356 30 કાર્લ માર્કસ 1-50 - 8 રવીન્દ્રનાથ ઠાકુર 3-25 31 હેમચંદ્રાચાર્ય 0-75 હે જવાહરલાલ નેહરુ 1-50 32 નરસિંહ મહેતા 0-8 0 10 સરદાર વલ્લભભાઈ 3-00 33 પ્રેમાનંદુ 0-85 11 લોકમાન્ય ટિળક 0--50 34 વીર નર્મદ 0-6 0 12 દાદાભાઈ નવરોજી - 0-75 75 કવિવર નન્હાનાલાલ 13 રાજેન્દ્રપ્રસાદ 0-75 3 6 અખા 0-65 14 અમર માલવિયજી 0-75 37 શામળભટ 0-65 15 સુભાષચંદ્ર બોઝ 075 38 દયારામ 0-85 16 સયાજીરાવ ગાયકવાડ 0-6 0 39 દલપતરામ 1-25 17 ઈંદુલાલ યાજ્ઞિક 1-25 40 નવલરામ 18 મહાદેવભાઈ : 7-85 41 ભગવાનલાલ ઈંદજી. 19 ઠકકરબાપા 0-60 42 ગોવર્ધનરામ 1-00 20 કિશોરલાલ મશરૂવાળા 0-60 43 ત્રિભુવનદાસ ગજજર - 75 21 ભિક્ષુ અખંડાનંદ 0-65 44 ઝવેરચંદ મેઘાણી 2-00 22 રવિશંકર મહારાજ 0-50 45 તાટસ્તાય - 75 23 વિનાબા 0-65 46 શરચંદ્ર ચટ્ટોપાધ્યાય 1-00 24 સહજાનંદ સ્વામી 0-65 47 ભગવાન મહાવીર 0-85 25 વિવેકાનંદ 1-0. 26 પ્રેમચંદજી 0-75 48 ભગવાન બુદ્ધ 0-75 27 ખારાંબાઈ 0-50 49 ઈશુ ખ્રિસ્ત 0-75 28 દયાનંદ સરસ્વતી 0-65 50 અ જરથુષ્ટ્ર 0-50 8 -65. 6. . 2 વા થી ક કા શ ન ટિળક માર્ગ, કણ સિનેમા સામે, Vi: પ્રિન્ટરી અમદાનાહ ગૃ હ અમલવાદ For Private And Personal Use Only