________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિરવિજયસૂરિ ઈતિહાસમાં શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ પણ ઘણી ઉપયોગી માહિતી આપી છે. એમના સમકાલીન અબુલફઝલે પણ “આઈને અકબરી'માં એમના વિશે ઉલ્લેખ કર્યો છે. આ અને આવી બીજી ઘણી સામગ્રીને ઉપયોગ કરીને, અને સંશોધન કરીને આચાર્ય પ્રવર, પ્રભાવક હીરવિજ્યસૂરિનું જીવનચરિત્ર આલેખવાની આવશ્યકતા છે; કારણ કે ગુજરાતના ઇતિહાસની એ મહત્વની કડી છે.
ગુર્જરદેશ એ જમાનામાં ભારતના અન્ય પ્રદેશેની તુલનામાં સમૃદ્ધ અને સંસ્કારી હતે. “હીરસૌભાગ્ય કાવ્યના લેખક સ્વદેશાભિમાની ગુજરાતી કવિ દેવવિમલ એમના કાવ્યના પ્રથમ સર્ગમાં તત્કાલીન ગુર્જર દેશનું વર્ણન નીચેના શબ્દોમાં કરે છે: “તદ્દક્ષિણાર્થે સુરગેહગર્વસર્વક ગૂર્જરનર્વાદાસ્તે, શ્રિયેવ રતું પુરુષોત્તમેન જગત્કૃતાકારિ વિલાસવેમ, અશેષદેશેષ વિશેષિતશ્રી ર્યો મંજિમાન વહત મ દેશ આક્રાન્તદિક ચક્ર ઈવાખિલેષ વસુંધરાભષે સાર્વભૌમ:
તે(ભરતક્ષેત્રના દક્ષિણ અર્ધભાગમાં સ્વર્ગના ગર્વનું સર્વ રીતે અપહરણ કરનાર ગુર્જર દેશ એવો છે કે જાણે પુરુષોત્તમ વિષ્ણુ સાથે લક્ષ્મીને ક્રીડા કરવા માટે
For Private And Personal Use Only