________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાવક હીરવિજયસૂરિ
આપણુ ગુજરાત પ્રદેશ ઉપર અને તેના સંસ્કાર ઉપર જેનપરંપરાએ અસામાન્ય અસર પહોંચાડી છે. એ જિનપરંપરામાં, એવા સંખ્યાબંધ તેજસ્વી મહાજને થયા છે કે જેમની અસર માત્ર ગુજરાતમાં જ નહિ, પણ સમગ્ર ભારતમાં અને ભારત બહાર પણ પડી છે.
ગુજરાતમાં, જેનપરંપરાને ઈતિહાસ ઘણો સમૃદ્ધ છે. સિદ્ધાચળનું માહાત્મ્ય જન પુરાણમાં ઘણું મોટું છે. ભગવાન નેમીનાથ ગિરનાર ઉપર સ્થિર થયા હતા. શ્રીકૃષ્ણના પિતરાઈ લેખે અને તીર્થકર લેખે એમનું ઘણું મહત્ત્વ છે. જૈનદર્શનના સિદ્ધસેન દીવાકર જેવા પ્રકાંડ નિયાયિકે આ ગુજરાતની ભૂમિનાં સંતાનો હતાં. ગુજરાતની અસ્મિતાના બીજારોપણના કાળથી છેક પ્રવર્તમાન કાળ સુધી, શીલગુણસૂરિથી પ્રજ્ઞાચક્ષુ સુખલાલજી સુધીજોનપરંપરાએ આપણી અસ્મિતાના વિકાસમાં ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. હેમચંદ્રાચાર્ય,
For Private And Personal Use Only