________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ
અપાયાં હતાં. સૂરિજી પાટણથી યાત્રા માટે નીકળ્યા અને એમના સંધ અમદાવાદ પહોંચ્યા ત્યાં સુધીમાં તે તેમાં હજારોની સંખ્યા થઈ ગઈ હતી. આ વખતે અકબરના બીજો શાહજાદા મુરાદ ગુજરાતના સૂબા હતા. એણે અમદાવાદમાં હીરવિજયસૂરિનુ ભવ્ય સ્વાગત કર્યું' હતું. અમદાવાદથી ધાળકાના માર્ગે સધ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા. એ વખતે સૌરાષ્ટ્રમાં ફેાજદાર તરીકે નવરંગખાન નામે એક અધિકારી હતા. તેણે પણ હીરવિજયસૂરિનુ ભવ્ય સ્વાગત કર્યું.
For Private And Personal Use Only
૨૩
વિક્રમ સંવત ૧૬૫૦ ચૈત્રિપૂર્ણિમાને દિવસે એટલે ઈ.સ. ૧૫૯૪ના માર્ચની છવીસમી તારીખે સંઘ શત્રુંજયના પર્વત ઉપર જવાના હતા. ચૈાદસની રાત્રિએ આખા સધ તળેટીમાં રહ્યો અને બીજે દિવસે સવારે યાત્રીઆ તીર્થસ્થાન ઉપર ગયા. સંધ તીર્થ - સ્થાન ઉપર જવા નીકળ્યા તે પહેલાં હીરવિજયસૂરિ એ શત્રુંજ્ય માહાત્મ્ય વિષે એક પ્રવચન આપ્યુ હતુ.
યાત્રા કરી સંઘ પાલીતાણામાં પાછા ફર્યા ત્યારે દીવના જૈનસંઘ તરફથી એમને દીવ આવવાના આગ્રહ થયું. આ આગ્રહ કરનાર લાડકીબાઈ નામે એક