________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
હીરવિજયસૂરિ
થયું છે); માટે તમારે તમારી રિયાસતથી એવા ખબરદાર રહેવું જોઈએ કે, કાઈ કાઈના ઉપર જુલ્મ કરી શકે નહિ. તે તરફના વર્તમાન અને ભવિષ્યના હાર્કમા, નવાબેા અને રિયાસતના પૂરેપૂરો અથવા કેટલેક અંશે કારભાર કરનારા મુત્સદ્દીઓના નિયમ એ છે કે, રાજાના હુકમ કે જે પરમેશ્વરના ફરમાનનું રૂપાન્તર છે, તેને પોતાની સ્થિતિ સુધારવાના વસીલે જાણી તેનાથી વિરુદ્ધ કરે નહિ અને તે પ્રમાણે કરવામાં દીન અને દુનિયાનું સુખ તથા પ્રત્યક્ષ સાચી આબરુ જાણે.
આ ફરમાન વાંચી તેની નકલ રાખી લઈ તેમને આપવુ જોઈએ, કે જેથી હંમેશાંની તેમને માટે સનદ થાય. તેમ તેઓ પેાતાની ભક્તિની ક્રિયાઓ કરવામાં ચિંતાતુર પણ થાય નહિ અને ઈશ્વરભક્તિમાં ઉત્સાહ રાખે. એ જ ફરજ જાણી એથી વિરુદ્ધના દખલ થવા દેવા નિહ. ઇલાહી સંવત ૩૫ નાં અઝાર મહિનાની છઠ્ઠી તારીખને ખુરદાદ નામના દિવસે લખ્યું. મુતાબિક ૨૮ માહેં મુહરમ સને ૯૯૯ હીઝરી.
મુરીદા (અનુયાયીએ)માંના નમ્રમાં નમ્ર અબુલક્ઝુલના લખાણથી અને ઈબ્રાહીમ હુસેનની
For Private And Personal Use Only