Book Title: Heervijay Suri
Author(s): Dhanvant Oza
Publisher: Ravani Prakashan Gruh

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ ૩૫ શ્રેષ્ઠતાનું માન મેળવી જાણવું જે જુદી જુદી રીતભાત વાળા. ભિન્ન ધર્મવાળા, વિશેષ મતવાળા અને ભિન્ન પંથવાળા, સભ્ય કે અસભ્ય, ન્હાના કે હેટા, રાજા કે રંક, અથવા દાના કે નાદાન–દુનિયાના દરેક દરજજા કે જાતના લોકો, કે જેમાંની દરેક વ્યકિત પરમેશ્વરના નૂરને જાહેર થવાની જગ્યા છે; અને દુનિયાને પેદા કરનારે નિર્માણ કરેલ ભાગ્યને જાહેર થવાની અસલ જગ્યા છે, તેમ જ સૃષ્ટિસંચાલક (ઈશ્વર)ની અજાયબીભરેલી અનામત છે, તેઓ, પોતાના શ્રેષ્ઠ માર્ગમાં રહીને દઢ તથા તન અને મનનું સુખ ભોગવી પ્રાર્થના અને નિત્ય ક્રિયાઓમાં તેમ જ પોતાના દરેક હેતુઓ પ્રાપ્ત કરવામાં લાગેલા રહી શ્રેષ્ઠ બક્ષિસ કરનાર (ઈશ્વર)તરફથી અમને લાંબી ઉંમર મળે, અને સારાં કામ કરવાની પ્રેરણા થાય, એવી દૂવા કરે. કારણ કે, માણસજાતમાંથી એકને રાજાને દરજજે ઊંચે ચઢાવવામાં અને સરદારીને પહેરવેશ પહેરવામાં પૂરેપૂરું ડહાપણ એ છે કે તે સામાન્ય મહેરબાની અને અત્યંત દયા. કે જે પરમેશ્વરની સંપૂર્ણ દયાનો પ્રકાશ છે, તેને પિતાની નજર આગળ રાખી જે તે બધાની સાથે મિત્રતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44