________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
હીરવિજયસૂરિ મેળવી ન શકે; તો કમમાં કમ બધાની સાથે સલાહ–સંપનો પાયો નાખી પૂજવાલાયક જાતના (પરમેશ્વરના) બધા બંદાઓ સાથે મહેરબાની, માયા અને દયાને રસ્તે ચાલે અને ઈશ્વરે પેદા કરેલી બધી વસ્તુઓ (બધાં પ્રાણીઓ), કે જે ઊંચા પાયાવાળા પરમેશ્વરની સૃષ્ટિનાં ફળ છે, તેમને મદદ કરવાની નજર રાખી તેમના હેતુઓ પાર પાડવામાં અને તેમના રીતરિવાજે અમલમાં લાવવામાં મદદ કરે, કે જેથી બળવાન નિર્બળ ઉપર જુલ્મ નહિ ગુજારવતાં, દરેક મનુષ્ય મનથી ખુશી અને સુખી થાય.
આ ઉપરથી યોગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિ સેવડા અને તેના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હજૂરમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારમાં ખરા હિતેછુઓ છે, તેમના યોગાભ્યાસનું ખરાપણું, વધારે અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયે કે- તે શહેરના [તે તરફના] રહેવાસીઓમાંથી કેઈએ એમને હરક્ત [અડચણ] કરવી નહિ, અને તેમનાં મંદિર તથા ઉપાશ્રયમાં ઉતારે કરવો નહિ;
For Private And Personal Use Only