________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
હીરવિજયસૂરિ શાહ અકબરે જે ફરમાન બહાર પાડ્યાં હતાં એ ફરમાનોમાં પણ આપણને તેમની અસરનો પરિચય મળે છે. આ ફરમાનમાં પહેલું ફરમાને તે અબુલફઝલે લખ્યું હતું. એટલે અબુલફઝલ પણ એમને કે પ્રશંસક હતો તેનો ખ્યાલ એ ફરમાનમાંથી આવે છે. એવું આ પહેલું ફરમાન અહીં આપીએ.
ફરમા નં. ૧નો અનુવાદ
અલ્લાહુ અકબર જલાલુદ્દીન મુહમ્મદઅકબર બાદશાહગાજીનું ફરમાન. અલ્લાહુ અકબરના સિકકા સાથે શ્રેટ ફરમાનની નકલ.
અસલ મુજબ છે મહાન રાજ્યને ટેકે આપનાર, મહાન રાજ્યના વફાદાર, સારા સ્વભાવ અને ઉત્તમ ગુણવાળા, અજિત રાજ્યને મજબૂતી આપનાર, શ્રેષ્ઠ રાજયના ભરોસાદાર, શાહી મહેરબાનીને ભોગવનાર, રાજાની નજરે પસંદ કરેલ ઊંચા દરજજાના ખાનના નમૂના સમાન મુબારિજજુદ્દીન (ધર્મવીર) આઝમખાને બાદશાહી મહેરબાનીઓ અને બક્ષિસના વધારાથી
For Private And Personal Use Only