________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
હીરવિજયસૂરિ
સમ્યગ જ્ઞાનને નાશ કરવાવાળે અને અશુભ વર્તનને વધારનાર મોહ નથી, અને ત્રણ લેકમાં જેને મહિમા પ્રસરેલો છે, તે મહાદેવ કહેવાય છે. વળી જે સર્વજ્ઞ છે, શાશ્વત સુખના માલિક છે, અને જેમણે પોતાના સમસ્ત કર્મોનો ક્ષય કરીને મુક્તિ-સુખને મેળવેલું છે, તેમજેમણે પરમાત્મપદને પ્રાપ્ત કર્યું છે, તે મહાદેવ અથવા ઈશ્વર કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, ઈશ્વર જન્મ, જરા અને મરણથી રહિત છે, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પણ તેને નથી, તેમ રોગ, શોક અને ભયથી પણ રહિત હોઈ, તે અંનત સુખને અનુભવ કરે છે.
“ઈશ્વરના ઉપર્યુક્ત સ્વરૂપ ઉપરથી આપણે સહજ સમજી શકીએ છીએ કે, ઈશ્વરને ફરીથી સંસારમાં જન્મ ધારણ કરવાનું કંઈ પણ કારણ રહેતું નથી. કારણ કે તે સમસ્ત કર્મોના ક્ષયરહિત હોઈ, તે સિવાય સંસારથી મુક્ત થઈ શકે નહિ અને મુક્ત થયેલો આત્મા પુન: સંસારમાં આવી શકે નહિ. જૈનધર્મનો આ અટલ સિદ્ધાંત છે. “સંસાર” શબ્દથી અહીં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિએ સમજવાની છે.
For Private And Personal Use Only