________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ
૨૫ સર પહોંચ્યું નહીં. એ બનતી ઉતાવળે પોતાના ગુરૂને મળવા ચાલી નીકળ્યા પણ એ પાટણ પહોંચ્યા ત્યાં એમને માહિતી મળી કે ગુરુદેવનો દેહાન્ત થઈ ગયો હતે. એમનો દેહાન્ત સંવત ૧૬પરના ભાદરવા સુદ ચોથને દિવસે એટલે ઈ. સ. ૧૫૫ના સપ્ટેમ્બરની ચોથી તારીખે ઉના મૂકામે થયે હતે.
હીરવિજયસૂરિની અંતિમયાત્રા ભવ્ય હતી. હજારો અનુયાયીઓ એ યાત્રામાં જોડાયા હતા. નગર બહાર એક આંબાવાડિયામાં પંદર મણ સુખડ, ત્રણ મણ અગર, ત્રણ શેર કપુર, બે શેર કસ્તુરી અને ત્રણ શેર કેસરની ચિતા રચવામાં આવી હતી. આ પ્રસંગે જિન સાધુઓએ ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા.
અકબરે હિરવિજયસૂરિના દેહાન્તના પ્રસંગે શોક અનુભવ્યો હતો. તેણે જે આંબાવાડિયામાં હીરવિજયસૂરિને અગ્નિદાહ દેવામાં આવ્યો હતો એ આંબાવાડિયા સાથે બાવીસ વીઘા જમીન હીરવિજયસૂરિની
સ્મૃતિ જાળવવા દાનમાં આપી હતી. આ સ્થાનમાં હીરવિજયસૂરિની સમાધિ બાંધવામાં આવી છે. સંસ્કૃત ભાષામાં લખાયેલો એકલેખ છે. એલેખમાં હિર
For Private And Personal Use Only