________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
હીરવિજયસૂરિ
હીરવિજયસૂરિના જીવન ઉપર પ્રકાશ પાથરે એવી ધણી માહિતી સૌરાષ્ટ્રમાં મળતા કેટલાક લેખામાં મળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફત્તેહપુરસિક્રેથી નીકળીને હીરવિજયસૂરિ વચ્ચે મેડતા, નાગેાર વગેરે સ્થળે થઇને અમદાવાદ આવ્યા. અમદાવાદમાં એ એક વરસથી વધુ સમય સુધી રહ્યા. ત્યાં એ ગુજરાતના એ સમયના સૂબા ખાન-ઇ- આઝમ અઝીઝ કાકાને મળ્યા હતા. અમદાવાદથી એ રાધનપુર ગયા હતા. ત્યાં તેમને અકબરના પત્ર મળ્યા હતા. આ પત્રમાં અકબરે હીરવિજયસૂરિને એમનાં શિષ્ય વિજયસેનસૂરિને પેાતાના દરબારમાં મોકલવા વિનંતી કરી હતી.
ઈ.સ. ૧૫૯૪ના માર્ચમાં શત્રુંજય ઉપર જનના જે મેળા ભરાયા હતા તે કદાચ એ સ્થાન ઉપર મળેલા મેળાઓમાં સૌથી વધુ મોટા હતા. હીરવિજયસૂરિ આ યાત્રામાં આવ્યા હતા. એ યાત્રા માટે પાટણના જૈન સંઘે ગુજરાતના સંધાને તા આમત્રણ આપ્યાં જ હતાં, પણ એ પ્રસંગે રાજસ્થાન, પંજાબ અને બંગાળ સુધીના સધાને પણ આમંત્રણ
For Private And Personal Use Only