________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
હીરવિજયસૂરિ
આ રીતે જ્યારે શહેનશાહ અકબરને હીરવિજયસૂરિ વિષે માહિતી મળી ત્યારે એમણે ગુજરાતના સૂબા શિયાળુદ્દીન અહમદખાન ઉપર ફરમાન મેાકલ્યું. એ ફરમાનમાં હીરવિજયસૂરિને બાદશાહ પાસે જવાનુ નિમત્રણ આપવાનું કહેવામાં આવ્યુ હતું. સૂબાએ અમદાવાદના આગેવાન શ્રાવકાને ખાલાવીને આ વાત કરી. એ આગેવાના ગધારના બંદરે જઈ ને હીરવિજયસૂરિને મળ્યા. ત્યાં તેમણે બાદશાહના આમત્રણની વાત કરી. આ પ્રસંગે હીરવિજયસૂરિએ જવું કે કેમ તેને અંગે તેમના અનુયાયીઓમાં મતભેદ હતા. કેટલાક અનુયાયીઆ માનતા હતા કે એમણે જવું જોઈએ, પણ બીજા આશકા સેવતા હતા. આચાર્યશ્રીએ વિચાર્યું` કે, શહેનશાહ અકબર પાસે જવાથી લાભ થવાના સંભવ છે. એમણે પોતાના નિર્ણય જાહેર કરતાં કહ્યું: “ અકબર બાદશાહે મને ખાસ ખેલાવ્યા છે, મારે પણ પ્રાચ્ય દેશમાંનાં જિનાનાં દર્શન કરવાનાં છે તેથી મારા જવાથી ધર્મ વૃદ્ધિ થશે. એટલે કાઈ એ મારા જવાના નિર્ણયના વિરોધ કરવા જોઈએ નહિ.’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only