________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
હીરવિજયસૂરિ હીરવિજયસૂરિ આ પ્રકારના મહાત્મા છે.
આને અંગે એક બીજી વાત પણ પ્રચલિત છે. એક દિવસ બાદશાહે એક સરઘસને માર્ગ ઉપરથી જતું જોયું. એ સરઘસમાં સુખાસનમાં બેઠેલી એક સ્ત્રી હતી. અકબરે જયારે તપાસ કરી ત્યારે તેને માહિતી મળી કે એ બાઈએ છ મહિના સુધી ઉપવાસ કર્યા હતા અને તેને માટેનો મહોત્સવ ઉજવાતો હતે. અકબરે એબાઈને જયારે પૂછયું કે આટલા લાંબા ઉપવાસ કેવી રીતે થઈ શકે? ત્યારે એબાઈએ કહ્યું કે દેવગુરુની કૃપાથી એથઈશકે. એ ગુરુ વિષે અકબરે જયારે માહિતી માગી ત્યારે બાઈએ હીરવિજયસૂરિનું નામ આપ્યું. એ બાઈ અકબરના એક દરબારી સ્થાનસિંહની માતા ચાંપાબાઈ હતી. પદ્મસાગરકૃત જગતગુરુ કાવ્યમાં આપણને આ પ્રસંગની નોંધ મળે છે. એ નોંધ નીચે પ્રમાણે છે:
આ ગચ્છમાં સુંદર એવા હીરવિજય ભટ્ટારકપણાને પામ્યા છે કે જેઓ આદર પામીને બેહજારનિગ્રંથ સાધુઓને સંશિક્ષણ આપે છે. અને ક્રમે કરી, હૃદયરુચિર, મિત, હિતકર અને જિનની પેઠે અકર્કશ વાકેથી ચારિત્ર એટલે દીક્ષારૂપી ઉપકારના પ્રદાનની વિધિ
For Private And Personal Use Only