Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

Previous | Next

Page 8
________________ 999* આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન . અશુદ્ધ નિમિત્ત તો જડ છે રે વીર્યશક્તિ વિહીન, તું તો વીરજ જ્ઞાનથી રે સુખ અનંતે લીન.. ૨/૫ તેઓ ક્યારેક પ્રભુની વિનંતીરૂપ ભક્તિ કરે, ક્યારેક પ્રભુમિલન માટે આતુર બની જાય, પરંતુ તેની ભક્તિનો આશય માત્ર આત્મશુદ્ધિ જ હોય છે. સીમંધર જિનવર સ્વામી વિનતડી અવધારો, ધર્મ પ્રગટ્યો જે તુમચો પ્રગટો તેહ અમારો ૧/૧ હોવત જો તનુ પાંખડી આવત નાથ હજર લાલ રે, - જો હોતી ચિત્ત પાંખડી દેખણ નિત્ય પ્રભુ નૂર લાલ રે.. - ૧૯/૩ SSSS આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 65999 ગણિશ્રી એક શ્રેષ્ઠ કક્ષાના પરમાત્માના ભક્ત હતા. તેમણે અંતરના અહોભાવે જ્ઞાનનું પરિણમન કરવા, અહને ઓગાળવા પરમાત્માની ભક્તિ કરી છે. વર્તમાન ચોવીસી, અતીત ચોવીસી કે વિહરમાન વીસીનાં પ્રત્યેક સ્તવનો પ્રાય: દ્રવ્યાનુયોગપ્રધાન છે. તેમાં અધ્યાત્મ સાધનામાં ઉપયોગી, ઉપાદાન અને નિમિત્ત કારણ, કાર્યકારણનો સિદ્ધાંત, સાત નય, ચાર નિક્ષેપ, સ્યાદ્વાદ, શુદ્ધાત્માના ગુણો વગેરે ગહનતમ વિષયો સરળ અને સહજ રીતે સમજાવ્યા છે. ભક્તિથી અધ્યાત્મના ભાવોને સમજાવવાની તેમની કળા અનોખી છે. સ્વાનુભૂતિ પછીનાં પ્રત્યેક સ્તવનોમાં ગણિશ્રીએ પ્રભુના શુદ્ધ ગુણોની ગુણગાથા ગાઈને પોતાના લક્ષની દૃઢતા કરી છે. પરમાત્માના શુદ્ધ ગુણો પોતાના આત્મામાં પણ સત્તારૂપે છે, તે પ્રગટ કરવા પરમાત્મા જ પુર નિમિત્ત બની શકે છે. તેથી ગમે તેમ કરીને શુદ્ધ નિમિત્તને પામીને તેની સેવા, પૂજા કે ઉપાસના કરવી તે જ ભક્તમાંથી ભગવાન બનવાનો માર્ગ છે. તેમની આ સમજણ દૃઢ છે. ભક્તિનો હેતુ એકમાત્ર સમજશક્તિનું પ્રગટીકરણ જ છે. વર્તમાન ચોવીસીનાં અનેક સ્તવનોમાં આ ભાવો પ્રગટેલા છે. માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તેહનો હેતુ પ્રભુ તું હી સાંચો...૫/૧૦ પ્રભુજીને અવલમ્બના નિજપ્રભુતા પ્રગટે ગુણ રાસ.... ૧/૧ દેવચંદ્ર જિનચંદ્ર ભક્તિ મન મેં ધરો રે, અવ્યાબાધ અનંત અક્ષય પદ આદરો રે... ૧૯/૬ ગણિશ્રીના ભાવાને જોતાં કહી શકાય કે તેઓની ભક્તિ પરાભક્તિ છે. પ્રભુના બાહ્ય સ્વરૂપને કે સમવસરણ આદિ બાહ્ય ઋદ્ધિને વિશેષ મહત્ત્વ ન આપતાં તેઓ હંમેશાં પ્રભુના શુદ્ધ ગુણોમાં જ તન્મય બન્યા છે. અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી,. સ્વગુણ પર્યાય પરિણામરામી. નિત્યતા એકતા અસ્તિતા ઇતર યુત ભોગ્ય ભોગી થકો પ્રભુ અકામી... ૫/૧ વિહરમાન વીસીના સ્તવનોમાં તેમનું શ્રદ્ધાપુષ્પ સોળે કળાએ ખીલી ઊડ્યું છે. અધ્યાત્મ વિકાસ માટે શુદ્ધ નિમિત્ત અનિવાર્ય છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે - શુદ્ધ તત્ત્વ નિજસંપદા જ્યાં લગી પૂર્ણ ન થાય, ત્યાં લર્ગે જગગુરદેવના સેવું ચરણ સદાય.. ૭/૭ અતીત ચોવીસીની રચના સમયે તેઓ સાધનાના ઉચ્ચ સ્તરને પામી ગયા હોય, અધ્યાત્મ ભાવોમાં તલ્લીન બની ગયા હોય, જિનેશ્વર પરમાત્મા સાથે તેમનું તાદાઓ વધી ગયું હોય અને તેઓ શુદ્ધાત્માના ગુણોનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરતાં ગહનતમ ઊંડાણમાં ઊતરી ગયા હોય તેવું જોઈ શકાય છે. યથા - શુદ્ધ સ્વરૂપી હો જ્ઞાનાનંદની, અવ્યાબાધ સ્વરૂપ, ભવજલ નિધિ હો તારક જિનેશ્વર, પરમ મહોદય ભૂપ...૨૧/૪ આ કડીમાં એકસાથે આત્માના અનેક ગુણોનું નિરૂપણ છે. ચોથા મહાજશ પ્રભુની સ્તુતિ કરતાં ગણિશ્રીએ નિજાનંદની મસ્તીને હોળીના રૂપક દ્વારા આલેખી છે... આત્મપ્રદેશ રંગથલ અનૂપ સમ્યગદર્શન રંગ રે, નિજ સુખ સવૈયા, તું તો નિજ ગુણ ખેલ વસંત રે.... નિજ પર પરિણતિ ચિંતા તજી નિજ મૅજ્ઞાન સખા કે સંગ રે... નિજ. ૪/૧ જિનાલંબનથી પ્રારંભ થયેલી ભક્તિ સાધકને અંતે નિજાલંબની બનાવે છે તે જ જિનભક્તિનું પરિણામ છે. ગણિશ્રીના શબ્દોમાં જોઈએ તો... જિનગણ ખેલ મેં ખેલતે હો પ્રગટ્યો નિજણ ખેલ લલના, આતમ ઘર આતમ રમે હો, સમતા સુમતિ કે ખેલ લલના ... ૮/૫ જિનભક્તિ ભક્તને નિજ પદની પ્રાપ્તિ કરાવે છે, આ જ ભક્તિમાર્ગનું અંતિમ પરિણામ છે. એકંદરે જોઈએ તો આ સ્તવનો દ્રવ્યાનુયોગ પ્રચુર હોવાથી કદાચિત્ વાચક થોડી વાર માટે ભારેખમ થઈ જાય, પરંતુ જો અંતરમાં ઊતરી તેને અનુભવની

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 121