________________
(૧૧) (૧) બંધશતક વિવરણની લગભગ ૧૦૬ મૂલગાવ્યા છે અને ૩૭૪૦ શ્લોકપ્રમાણ તેના ઉપર “વૃત્તિ” રચી છે જે વૃત્તિનું નામ વિનય હિતા છે.
(૨) આવશ્યક ટિપ્પણ - આવશ્યક સૂત્ર ઉપરની નાની વૃત્તિ ઉપર ટિપ્પણ રૂપે આ ગ્રંથ છે. ટિપ્પણરૂપે હોવા છતાં પણ નાનો ગ્રંથ નથી. પ્રાયઃ ૪૬00 શ્લોકપ્રમાણ આ ગ્રંથરચના છે.
(૩) અનુયોગદ્વારવૃત્તિ - અનુયોગદ્વાર સૂત્ર ઉપર પૂજ્ય હરિભદ્રસૂરિજી કૃત સંક્ષિપ્ત ટીકા હતી. છતાં ભાવિના જીવોને સુખે બોધ થાય તે માટે મલધારિજીએ સરળ અને સુંદર ટીકા બનાવી છે. જેનું માપ ૫૯૦૦ શ્લોકપ્રમાણ છે અને દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર તરફથી પ્રકાશિત થઈ છે.
(૪) ઉપદેશમાલાસુત્ર - આ સૂત્રની પ્રાકૃત ભાષામાં ૫૦૫ ગાથાઓ છે. આ ગ્રંથનાં “પુષ્પમાલા” અથવા કુસુમમાલા એવાં નામો પણ છે. દાન-શીલ-તપ અને ભાવધર્મનું તેમાં વર્ણન છે.
(૫) ઉપદેશમાલા વિવરણ - આ ગ્રંથ રચાયો છે સંસ્કૃત ભાષામાં, પરંતુ તેમાં અપાયેલી કથાઓ ગદ્ય-પદ્ય પ્રાકૃત ભાષામાં છે. તેથી ઘણો ભાગ પ્રાકૃત ભાષામાં છે. આ વિવરણનું પ્રમાણ પ્રાયઃ ૧૩૮૦૦ શ્લોકપ્રમાણ છે. પૂજ્ય શ્રી સિદ્ધર્ષિગણિજી કૃત ઉપમિતિભવપ્રપંચમાંથી આધ્યાત્મિક બોધદાયક ઘણી કથાઓ આ ગ્રંથમાં કંડારવામાં આવી છે.
(૬) જીવસમાસ વિવરણ - જીવોના ૧૪ સ્થાનકો બતાવી તેમાં ગુણસ્થાનક આદિ અનેક ધારોનો સમૂહ આલેખવામાં આવ્યો છે. આ ગ્રંથ મૂલ ૨૮૬ શ્લોપ્રમાણ છે પરંતુ તેની ટીકા ૬૬૨૭ શ્લોકપ્રમાણ છે.
(૭) ભવભાવના સુત્ર - પ્રાકૃત ભાષામાં રચાયેલો પ૩૧ ગાથાઓ પ્રમાણ આ ગ્રંથ છે. આમાં અનિત્યાદિ બાર ભાવનાઓનું વર્ણન છે. મુખ્યત્વે “ભવભાવના” એટલે સંસારભાવનાનું વર્ણન છે. ૧૩૧ ગાથાઓમાંથી ૩૨૨ ગાથા સંસારભાવના માટે છે, બાકીની ગાથાઓ અનિત્યાદિ બીજી ભાવનાઓ માટે છે. સંસારનાં ચારે ગતિનાં દુઃખોનું વર્ણન છે.
(૮) ભવભાવના વિવરણ – આ ટીકા સંસ્કૃતમાં છે. પરંતુ ઘણો ભાગ પ્રાકૃત કથાઓથી ભરેલો છે. ૧૨૯૫૦ શ્લોકપ્રમાણ આ ટીકા છે. નેમિનાથ પ્રભુનું ચરિત્ર અને ભુવનભાનુકેવલી ચરિત્ર સવિશેષે આ ગ્રંથમાં છે.