________________
(૧૦) જયસિંહને ધર્મસંસ્કારોથી અતિશય સુંદર સંસ્કારિત કર્યા. રાજ્યસભામાં આ આચાર્યશ્રીનો ઘણો પ્રભાવ અને બહુ જ માન હતું. તેઓએ પોતાની તપસ્યા-શીલ અને સાહિત્યરચનાના બળે રાજાઓનાં હૃદય જીતી લીધાં હતાં. સિદ્ધરાજ જયસિંહની રાજયસભામાં દિગંબરાસ્નાયના આચાર્ય શ્રી કુમુદચંદ્રજીની સાથે પ.પૂ. વાદિદેવસૂરિજી મ.શ્રીનો તર્કનિપુણ જે વાદવિવાદ થયો અને તેમાં વાદિદેવસૂરિજીનો જે વિજય થયો ત્યારથી રાજા અને જૈનાચાર્યોનો સંબંધ ઘણો જ વધ્યો હતો, આ જ વાદિ દેવસૂરિજીએ “પ્રમાણનય તત્ત્વાલોક” નામનો ન્યાયશાસ્ત્રને સમજાવતો મહાગ્રંથ બનાવ્યો છે તે ગ્રંથ ઉપર જ સમુદ્રતુલ્ય “સ્યાદ્વાદ રત્નાકર” નામની મહાટીકા પણ પોતે જ બનાવી છે. તથા તે કાળે પાટણમાં ધર્મસંસ્કારોનો સુવર્ણયુગ પ્રવર્તતો હતો. રાજા કર્ણદેવ મલધારી આચાર્ય શ્રી અભયદેવસૂરિજીના અને રાજા સિદ્ધરાજ જયસિંહ મલધારી શ્રી અભયદેવસૂરિજી, મલધારી શ્રી હેમચંદ્રાચાર્યજી, આચાર્ય શ્રી વાદિદેવસૂરિજી અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના તથા રાજા કુમારપાલ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના પરિચયમાં બહુ જ આવ્યા હતા. તે તે આચાર્યોનો તે તે રાજાઓ ઉપર ઘણો જ પ્રભાવ હતો. આ સત્સંગે તે કાળે આખા ગુજરાતનો રંગ પલટી નાખ્યો હતો. આ રીતે માલધારી શ્રી હેમચંદ્રાચાર્યજી ૧૧મા૧૨મા સૈકામાં થયા હોય એમ લાગે છે. વિશેષાવશ્યકભાષ્ય ઉપરની સંસ્કૃત ટીકામાં તેઓએ ઘણી સરળ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો છે. દેશપ્રસિદ્ધ શબ્દોથી ટીકાની રચના કરી છે. ન્યાયની નીતિ-રીતિ પણ સુખે સુખે બોધ થાય તેવી જ રાખી છે. જેથી સૌથી વધારે પ્રિય અને સુખબોધ બની છે. તે ટીકાના આધારે જ તે ટીકાના અનુવાદરૂપે અમે આ “ગણધરવાદ” તૈયાર કરેલ છે. માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીની સાહિત્યરચના :
આ આચાર્યશ્રીએ સુંદર નવી નવી શાસ્ત્રોની ટીકાઓ (વિવરણો) રચવા દ્વારા જૈનશાસનની અદ્ભુત સેવા કરી છે. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ પ્રજવલિત કરેલા શ્રુતજ્ઞાનરૂપી દીપકને જાજ્વલ્યમાન રાખવા માટે નવી નવી સાહિત્ય રચના કરવા દ્વારા ઘી પૂરવાનું ઉત્તમ કાર્ય આ આચાર્યશ્રીએ કર્યું છે. તેમની કેટલીક કૃતિઓ અલભ્ય પણ છે. (૧) બંધશતક વિવરણ
(૨) આવશ્યક ટિપ્પણ (૩) અનુયોગદ્વારવૃત્તિ
(૪) ઉપદેશમાલાસ્ત્ર (૫) ઉપદેશમાલાવૃત્તિ
(૬) જીવસમાસ વિવરણ (૭) ભવભાવના સૂત્ર
(૮) ભવભાવના વિવરણ (૯) નન્દ્રિ ટિપ્પણ
(૧૦) વિશેષાવશ્યક વિવરણ