________________
(૧૫)
અડે તો પણ વેદના થાય છે તેની અંદરનો પદાર્થ ચીસાચીસ પાડે છે. જ્યારે મૃત શરીરને સંપૂર્ણપણે આગની ભઠ્ઠીમાં મુકવામાં આવે તો પણ વેદના થતી નથી અને કોઈ એક બૂમ પણ પાડતું નથી. માટે શરીરથી આત્મા સ્વતંત્ર પદાર્થ છે. આ ચર્ચા ત્યાં કરેલી છે.
(૪) ચોથા ગણધરવાદમાં “ભૂતો છે કે નહીં ?” આ વિષયની ચર્ચા છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ આ પાંચે પદાર્થો સંસારમાં સ્વયં સત્ છે, ત્રિપદીવાળા છે, નિત્યાનિત્ય છે. દ્રવ્ય દૃષ્ટિએ નિત્ય અને પર્યાય દૃષ્ટિએ અનિત્ય છે. પણ આકાશપુષ્પ, વધ્યાપુત્ર કે શશશૃંગની જેમ સર્વથા અસત્ નથી. જો પાંચ ભૂત ન હોત તો ચરાચર આ જગત્ શૂન્ય જ ભાસત. પરંતુ શૂન્ય ભાસતું નથી. તમામ પદાર્થો સર્વ લોકોને પ્રત્યક્ષ દેખાય છે તથા તે તે પદાર્થોથી થતા તમામ જલાધારાદિ વ્યવહારો પણ થાય છે. માટે તે તે પદાર્થો સત્ છે. પણ સર્વથા શૂન્ય નથી.
(૫) પાંચમા ગણધરવાદમાં “જે જીવ આ ભવમાં જેવો હોય તે જીવ પરભવમાં પણ તેવો જ થાય” આવી શંકા સુધર્મા નામના પંડિતજીને છે. તેની ચર્ચા આ પ્રસંગે કરેલી છે. “આ ભવમાં જે જેવો હોય તે ભવાન્તરમાં તેવો જ થાય એવો નિયમ નથી, પરંતુ તેવો પણ થાય અને અન્યથા પણ થાય. અગ્નિમાંથી પ્રગટેલી જ્યોત અગ્નિને અનુરૂપ હોય છે પરંતુ તે જ અગ્નિમાંથી પ્રગટેલો ધૂમ અગ્નિથી વિરૂપ હોય છે. અગ્નિ દાહક છે ધૂમ અદાહક છે. અગ્નિ શ્વેત અથવા પીત છે જ્યારે ધૂમ કૃષ્ણ છે. સ્ત્રી જીવ ભવાન્તરમાં સ્ત્રી પણ થાય અને પુરુષ પણ થાય, એવી જ રીતે પુરુષ મરીને પુરુષ પણ થાય અને સ્ત્રી પણ થાય. પશુ મરીને મનુષ્ય પણ થાય અને પશુ પણ થાય એમ સર્વત્ર સમજવું.
આ પ્રમાણે કયા ગણધરવાદમાં કઈ કઈ ચર્ચા આલેખાયેલી છે તે સંક્ષેપમાં કહ્યું આ અગિયારે બ્રાહ્મણપંડિતોના હૃદયમાં તો આ પ્રશ્નો હતા જ કે જે પ્રશ્નોને ભગવાન શ્રી મહાવીર પ્રભુએ કેવલજ્ઞાનથી જોઈને પ્રથમથી જ કહ્યા અને તે પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો પણ આપ્યા. પરંતુ આ કાળમાં તથા અતીતકાળમાં પણ આવા પ્રકારના અતીન્દ્રિય પદાર્થોને વિષે ઘણા ઘણા લોકોને શંકા-કુશંકા હોય જ છે અને ઘરે ઘરે આવા વિષયોની લોકો ચર્ચા કરતા જ હોય છે. અગિયારે બ્રાહ્મણ પંડિતો તો અગાધ બુદ્ધિના સ્વામી હતા અને પરમાત્માની વાણી ૩૫ ગુણયુક્ત હતી એટલે કદાચ સંક્ષિપ્ત વાર્તાલાપથી પણ સમજી ગયા હોય અને નજીકના જ કાળમાં કલ્યાણ થવાનું હોવાથી પ્રતિબોધ પામ્યા હોય અને દીક્ષિત બન્યા હોય એમ પણ બને. પરંતુ આજકાલના લોકો આવા વિષયોની પ્રશ્નાવલીમાં મુંઝાયેલા જ છે એમ સમજીને આજકાલના સામાન્ય લોકોને સમજાવવા માટે જ પરમપૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકભાષ્યમાં અને પરમપૂજ્ય માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજશ્રીએ આ ગ્રંથની ટીકામાં આ અગિયારે પ્રશ્નોની